SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શાંતસુધારસ શ્લોક - कवलयन्नविरतं जङ्गमाजङ्गम, जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।।मूढ० ८।। શ્લોકાર્ચ : જંગમ એવા બેઈન્દ્રિયાદિ જીવો અને અજંગમ એવા પૃથ્વી આદિ સ્થાવર જીવો રૂપ જગતને સતત કોળિયો કરતો કૃતાંત યમરાજ, ખેદની વાત છે કે ક્યારેય તૃતિ પામતો નથી. મુખગત એવા તે જીવોને ખાતા અને તેના કૃતાંતના, કરતલગત એવા અમારા વડે કેમ અંત નહીં પ્રાપ્ત કરાય ? અર્થાત્ અવશ્ય અંત પ્રાપ્ત કરાશે. IIkII ભાવાર્થ : મહાત્મા પોતાના જીવનની અસ્થિરતા કે ભાવના અર્થે વિચારે છે કે ખેદની વાત છે કે યમરાજ જગતના સ, સ્થાવર જીવોનો સતત કોળિયો કરે છે અર્થાત્ જેઓનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે તેવા જીવોને તે સતત ખાઈ રહ્યો છે. તેથી તે સર્વ જીવો મૃત્યુના મુખમાં જ પડેલા છે. પરંતુ પોતે અત્યારે સ્વસ્થતાથી ફરે છે. તેથી જણાય છે કે પોતે મૃત્યુના મુખમાં નથી, તોપણ મૃત્યુના હાથમાં આપણે અવશ્ય રહેલા છીએ તેથી જ્યારે આપણો ક્રમ આવશે ત્યારે આપણે પણ અવશ્ય મૃત્યુના મુખમાં જવાના; કેમ કે સંસારમાં જન્મનારા જીવો અવશ્ય મૃત્યુને પામે છે. કોઈ શાશ્વતકાળ માટે સ્થિર રહી શકતા નથી. માટે મૃત્યુની પ્રાપ્તિ થાય તે પૂર્વે જ મારે અત્યંત જાગ્રત થઈને આત્મહિત સાધવું જોઈએ. પરંતુ મૂઢની જેમ નિર્વિચારક થઈને પ્રાપ્ત થયેલા મનુષ્યભવને નિષ્ફળ કરવો જોઈએ નહીં. અન્યથા વર્તમાનના મૃત્યુની જેમ ભૂતકાળનાં અનંતાં મૃત્યુ પોતે પ્રાપ્ત કર્યા છે અને ફરી ફરી અનંતાં મૃત્યુ પ્રાપ્ત થશે. અને આત્માને જિનવચનાનુસાર તત્ત્વથી ભાવિત કરીને ફરી જન્મની પ્રાપ્તિ ન થાય તે જ તે સર્વ વિડંબનાથી મુક્ત થવાનો એક ઉપાય છે. તેથી અજન્માવસ્થા માટે મારે સદા ઉદ્યમ કરવો જોઈએ. ll૮ શ્લોક - नित्यमेकं चिदानन्दमयमात्मनो, रूपमभिरूप्य सुखमनुभवेयम् । प्रशमरसनवसुधापानविनयोत्सवो, भवतु सततं सतामिह भवेऽयम् ।।मूढ० ९।। શ્લોકાર્ચ - નિત્ય એક ચિદાનંદમય આત્માના રૂપને જાણીને અમે સુખનો અનુભવ કરીએ અર્થાત્ તેવા સ્વરૂપ સાથે તન્મય થવા દ્વારા સુખનો અનુભવ કરીએ. વળી, આ ભવમાં સંત પુરુષોને આ પ્રશમરસના નવા સુધાપાનના વિનયનનો વિશેષ પ્રકારના સેવનનો ઉત્સવ સતત પ્રાપ્ત થાઓ. IIII
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy