SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. અનિત્યભાવના-ગીત / બ્લોક-૨-૩ આશય એ છે કે વીજળીનો ચમકારો ક્ષણભર દેખાય છે તેમ અનંતકાળ શાસ્થત રહેનારા એવા આત્માને વીજળીના ચમકારા જેવી રાજ્યની પ્રાપ્તિ કે ભોગવિલાસની પ્રાપ્તિ દેખાય છે; કેમ કે અનંતકાળની અપેક્ષાએ એક ક્ષણ તુલ્ય આ મનુષ્યભવનું સુખ છે અને સૂક્ષ્મ રીતે વિચારીએ તો સાગરોપમના આયુષ્યવાળા દેવોનું પણ દેવસુખ અનંતકાળની અપેક્ષાએ વીજળીના ચમકારા જેવું ક્ષણસ્થાયી છે. માટે ક્ષણભર એવા દેહના સંબંધથી થતા વિષયસુખને તું જો અને મોહના અનાકુળ ભાવથી થતા શાશ્વત એવા આત્માના સુખને તું જો જેથી ચિત્ત સદા શાશ્વત સુખને અભિમુખ રહે. રા શ્લોક :हन्त हतयौवनं, पुच्छमिव शौवनं, कुटिलमति तदपि लघुदृष्टनष्टम्; तेन बत परवशाः परवशाहतधियः, कटुकमिह किं न कलयन्ति कष्टम् ।।मूढ० ३।। શ્લોકાર્ચ - હત્તeખેદની વાત છે કે આ યૌવન હણાયેલું છું. કૂતરાની પૂંછડા જેવું કુટિલ મતિવાળું છે=વક્ર બુદ્ધિવાળું છે અને તે પણEયૌવન પણ, થોડીવાર દેખાઈને નશ્વરશીલ છેઃનાશ પામે તેવું છે. તેનાથી ખરેખર પરવશ યૌવનથી પરવશ, જીવો પરવશને કારણે હણાયેલી બુદ્ધિવાળા છે. અહીં વર્તમાન ભવમાં કટુક એવા કષ્ટને તું કેમ વિચારતો નથી? Ilal ભાવાર્થ : કોઈક રીતે જીવ મનુષ્યભવને પામીને યૌવન અવસ્થાને પામે છે. તે યૌવન અવસ્થા અનેક જાતના ઉન્માદયુક્ત હોવાથી હણાયેલું યૌવન છે; કેમ કે આત્મહિત સાધવાને બદલે આત્માનું અહિત કરનારું હોવાથી પરમાર્થથી તેને યૌવન કહી શકાય નહીં. પરમાર્થથી તો તે જ યૌવન છે કે જે અવસ્થામાં જીવ પોતાના હિતની ચિંતા કરે છે. સંસારીજીવો યૌવન અવસ્થામાં તુચ્છ અને અસાર ધનઅર્જન આદિના હિનની ચિંતા કરે છે. અને તેના માટે અનેક અકાર્યો પણ કરે છે. પરંતુ પોતાના આત્માની પારમાર્થિક ચિંતા કરતા નથી. તેને પરમાર્થથી યૌવન કહી શકાય નહીં તે બતાવવા માટે આ યૌવન હણાયેલું યૌવન છે તેમ કહેલ છે. વળી, કૂતરાની પૂંછડી અતિ વક્ર હોય છે. તેને સીધી કરવામાં આવે તોપણ તે વક્ર જ રહે છે. તેમ યૌવન કુટિલ મતિવાળું છે. તેથી યૌવનકાળમાં કોઈક રીતે ઉપદેશ આદિ સાંભળીને જીવો ધર્મને સન્મુખ થાય છે, તોપણ યૌવનના ઉન્માદને કારણે ધર્મ કરીને પણ પોતાના તે તે પ્રકારના કાષાયિકભાવોને પોષે છે અને ઇન્દ્રિયોના વિકારો કોઈ રીતે શાંત થાય તેવા નથી. તેથી યૌવનની કુટિલમતિને વશ થઈને તે જીવ પોતાને પણ ઠગે છે અને અન્યને પણ ઠગે છે. અને પોતે માને છે કે હું આ ધર્મ કરું છું તોપણ યૌવનના ઉન્માદને વશ માન, ખ્યાતિ આદિ ભાવોને પોષીને જ પોતાનો મનુષ્યભવ નિષ્ફળ કરે છે. ફક્ત અત્યંત પ્રાજ્ઞપુરુષ જ યૌવનના પારમાર્થિક સ્વરૂપને જાણીને પોતાનામાં ધર્મનો યૌવનકાલ પ્રગટ થાય તે પ્રકારે યત્ન કરીને પોતાના યૌવનને સફળ કરે છે. તેથી આ યૌવનનું સ્વરૂપ વારંવાર વિચારીને ધર્મની વૃદ્ધિને
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy