SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શાંતસુધારસ યૌવનના ઉન્માદને કારણે અવિનીત એવો તે દેહ વિદ્વાનોને નિવાસ કરવા જેવો જણાતો નથી. પરંતુ સતત તેનાથી સાવધાન થઈને આત્માનું રક્ષણ કરવાની જ ચિંતા રહે છે. આથી જ વિદ્વાન પુરુષો તે દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને સદા જિનવચનનું દૃઢ અવલંબન લઈને વીતરાગ થવા માટે ધર્મના ઉપકરણરૂપે જ દેહને ધારણ કરે છે. તેથી કેવલ દેહ દ્વારા ધર્મની સાધના કરે છે. જેથી નશ્વર દેહ પ્રત્યે લેશ પણ પોતાના નિવાસસ્થાન સ્વરૂપે સ્નેહની બુદ્ધિ થાય નહીં. ॥૧॥ અવતરણિકા : પૂર્વમાં અતિભંગુર એવો દેહ કઈ રીતે અનિત્ય છે તે બતાવ્યું. હવે અન્ય વસ્તુ કઈ રીતે અનિત્ય છે તેવું ભાવન કરતાં કહે છે શ્લોક ઃ - आयुर्वायुतरत्तरङ्गतरलं, लग्नापदः सम्पदः; सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः, सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं, स्वप्नेन्द्रजालोपमं; तत् किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ।।२।। શ્લોકાર્થ : આયુષ્ય વાયુઓના તરતા તરંગ જેવું તરલ છે=ચંચળ છે, સંપત્તિઓ આપત્તિઓ સાથે લગ્ન છે=જોડાયેલી છે, સંધ્યાના અભ્રરાગાદિની જેમ સર્વ પણ ઇન્દ્રિયોના વિષયો ચટુલા છે=ચપળ છે. મિત્ર, સ્ત્રી, સ્વજનાદિના સંગમનું સુખ સ્વપ્નમાં આવેલા સુખ જેવું અથવા ઈંદ્રજાળની ઉપમા જેવું છે. ભવમાં=સંસારમાં, તે શું વસ્તુ છે. જે અહીં સંસારમાં બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન થાય અર્થાત્ સંસારમાં કોઈ વસ્તુ નથી કે જે બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન બને. IIII ભાવાર્થ: જેમ વાયુ વાતો હોય ત્યારે તેના તરંગો ક્ષણભરમાં ચાલ્યા જાય છે, તેમ જીવના આયુષ્યના તરંગો સતત જઈ રહ્યા છે. તેથી પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. ક્યારે આયુષ્ય પૂરું થશે તેનો કોઈ ભરોસો નથી છતાં મૂઢ જીવ જતી એવી પોતાના આયુષ્યની અવસ્થાનો વિચાર કર્યા વગર નિશ્ચિત થઈને સુખ અર્થે યથાતથા પ્રયત્ન કર્યા કરે છે. વસ્તુતઃ પારમાર્થિક સુખ મોહનીયકર્મે અવરોધ કરેલ છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છોડીને મોહને પરવશ અસાર એવા બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવા માટે મૂઢ જીવ પ્રયત્ન કરે છે. તે મૂઢતાને દૂર કરવા અર્થે સચેતન પુરુષ ભાવન કરે છે કે આ આયુષ્ય ગમે ત્યારે ક્ષય પામી જશે અને જો હું મારા આત્માનું હિત નહીં સાધું તો અવશ્ય મૂઢની જેમ પ્રવૃત્તિ કરીને પસાર થયેલો મારો જન્મ મને દુર્ગતિમાં નાખશે. વળી, બાહ્ય સંપત્તિના આશ્વાસનની હૂંફથી સંસારીજીવો નિશ્ચિત થઈને જીવે છે તે સર્વ
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy