SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ, બ્લોક-૭-૮ સુંદર કથનપણાને, લોક-પદ્ધતિને અને બોધિદુર્લભતાને પરિભાવન કર. આને પૂર્વમાં વર્ણન કર્યું એ બાર ભાવનાઓને, ભાવન કરતો એવો તું ભવથી મૂકાય છે અર્થાત્ જેમ જેમ ભાવના સ્થિર થશે તેમ તેમ ભવ ક્ષીણ થશે. II૭-૮ ભાવાર્થ મહાત્મા આત્માને સંબોધીને કહે છે - હે આત્માનું ! તું આ બાર ભાવનાઓને પરિભાવન કર. કેમ પરિભાવન કર ? તેથી કહે છે – આ બાર ભાવનાઓનું પરિભાવન કરતો એવો તું ભવથી મૂકાય છે; કેમ કે બાહ્ય પદાર્થોના સંગના ભાવોથી પાપ બંધાય છે. જે જીવમાં બાહ્ય પદાર્થોનો સંશ્લેષ જેટલો અધિક એટલી ભવભ્રમણની શક્તિ અધિક હોય છે. વળી, આ ભાવનાઓથી ભાવિત થયેલા ચિત્તમાં ક્રમસર સંગશક્તિ ક્ષીણ-ક્ષીણતર થાય છે. અને જે જે અંશથી બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષરૂપે સંગશક્તિ ક્ષીણ થાય છે અને અંતરંગ આત્માની સ્વસ્થતા પ્રત્યે ચિત્ત સંશ્લેષવાળું બને છે, તે તે અંશથી તે મહાત્મા ભવથી મૂકાય છે. માટે ભાવથી મુક્ત થવાના પરમબીજભૂત એવી આ બાર ભાવનાઓનું તું ભાવન કર, તેમ કહીને મહાત્મા પોતાના આત્માને તે ભાવનાઓ પ્રત્યે અત્યંત અભિમુખ કરે છે. જેથી ઉત્તરમાં વર્ણન કરાયેલી ભાવનાઓને અત્યંત અવધાનપૂર્વક દઢ ઉપયોગપૂર્વક, ભાવન કરીને પોતે હિત સાધી શકે. તે ભાવનાઓનાં નામો પ્રસ્તુત બે શ્લોકમાં બતાવાયાં છે, જેનો સંક્ષેપ અર્થ આ પ્રમાણે છે :| (૧) અનિત્યભાવનાઃ જગતના બાહ્ય પદાર્થો અનિત્ય છે તેનું ભાવન કરીને આત્મા પોતાના આત્મામાં સદા વર્તતી જ્ઞાનની નિરાકુળ અવસ્થારૂપ સ્વસ્થતાના સુખને અભિમુખ બને છે. (૨) અશરણભાવના : સંસારવર્તી જીવ કર્મને પરતંત્ર હોવાથી તદ્દન અશરણ છે તે પ્રકારે ભાવન કરવાથી પોતાની અશરણતાની સ્પષ્ટ ઉપસ્થિતિ થાય છે. જેથી તે અશરણઅવસ્થાથી રક્ષણમાં પ્રબળ કારણભૂત જિનવચનનું દઢ અવલંબન લેવા માટે પોતાનો આત્મા ઉત્સાહિત થાય છે. R (૩) ભવસ્વરૂપભાવનાઃ ચારગતિઓના પરિભ્રમણરૂપ ભવ કેવો વિષમ છે ? તેની વિચારણા કરવાથી ભવના કારણભૂત સંશ્લેષની પરિણતિ અલ્પ થાય છે, જેથી સાધનાને અનુકૂળ ઉત્તમ ચિત્ત નિષ્પન્ન થાય છે. (૪) એકત્વભાવનાઃ સંસારમાં જીવ સ્નેહી, સ્વજન, આદિ સાથે અત્યંત સંશ્લેષવાળો હોવાથી તેઓની હૂંફથી જ જીવે છે. આ પ્રકારના સંશ્લેષને દૂર કરવા અર્થે મહાત્મા પરમાર્થથી આત્મા સાથે કોઈનો સંબંધ નથી એ પ્રકારની એકત્વભાવના કરીને આત્મા સાથે તાદાસ્યભાવવાળા પોતાના ગુણોમાં રહેલા પોતાના એકત્વભાવને સ્થિર કરે છે. (૫) અન્યત્વભાવનાઃ વળી, આત્મા પોતાના ગુણો સાથે પોતાનું એકત્વ ભાવન કર્યા પછી દેહ, સ્વજન, ધનાદિ સર્વ પદાર્થો સાથે પોતાનો અત્યંત ભેદ છે તેવી બુદ્ધિ સ્થિર કરવા અર્થે અન્યત્વભાવના કરે છે, જે ભાવનાના બળથી બાહ્ય પદાર્થો પ્રત્યેનો અસંશ્લેષ સ્થિર થાય છે. જેથી સુખપૂર્વક આત્મહિતમાં પ્રવૃત્તિ કરવા પોતે સમર્થ બને છે.
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy