SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ રર૩ ઉપસંહાર - પ્રશસ્તિ | શ્લોક-૭ બ્લોક :यावज्जगत्येष सहस्रभानुः, पीयूषभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदं, ज्योतिःस्फुरद्वाङ्मयमातनोतु ।।७।। શ્લોકાર્થ : જ્યાંસુધી જગતમાં આ સહસ્રભાનુ સૂર્ય અને પીયૂષભાનુ ચંદ્ર, સદા ઉદય પામે છે ત્યાં સુધી જ્યોતિને ફુરણ કરતા વામય એવો આ પણ=પ્રસ્તુત ગ્રંથ, સંતોના પ્રમોદને વિસ્તારો. Iળા ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભાવના કરે છે કે જગતમાં સૂર્ય અને ચંદ્ર સદા વિદ્યમાન છે તેથી તેનું અસ્તિત્વ શાશ્વતકાળ રહેનારું છે. સૂર્ય જેમ જગતમાં પ્રકાશનો વિસ્તાર કરે છે અને ચંદ્ર શીતલતાનો વિસ્તાર કરે છે તેવો વાણીમય આ ગ્રંથ છે. સૂર્યની જેમ આત્માની પારમાર્થિક જ્ઞાનરૂપ જ્યોતિને અને મોહના તિરોધાનરૂપ શીતલતાને આપે તેવો વાણીમય આ ગ્રંથ છે અને સંત પુરુષોને તેના ભાવનથી હંમેશાં આત્માનો પારમાર્થિક બોધ અને ચિત્તની સ્વસ્થતારૂપ શીતલતા પ્રાપ્ત થાય છે તેથી પ્રમોદ થાય છે. આ ગ્રંથ યોગ્ય જીવોને સદા તેવો પ્રમોદ પ્રાપ્ત કરનારો થાઓ. આ પ્રકારે ભાવના કરીને આ ગ્રંથનું અસ્તિત્વ લોકોના ઉપકાર અર્થે સદા વિદ્યમાન રહે તેવો ઉત્તમ અભિલાષ ગ્રંથકારશ્રી કરે છે. llણા શાંતસુધારસ સંપૂર્ણ
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy