SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ ઉપસંહાર - પ્રશસ્તિ | શ્લોક-૨, ૩-૪ કારણે આરોગ્ય પણ અતિશયિત થાય છે અને જન્માંતરમાં પણ પોતે સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષસુખને પ્રાપ્ત કરશે તેવો દઢ વિશ્લાસ થાય છે તેથી ચારેબાજુ સુખની સ્વસ્થતાનો દરિયો પ્રસર પામે છે. વળી, જે મહાત્મા પ્રસ્તુત ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત કરે છે તેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રકારે છે તે પ્રકારે જ જણાય છે. આત્માની મુક્ત અવસ્થા જે પ્રકારે સુંદર છે તે પ્રકારે જ સદા જણાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય બોધિની પ્રાપ્તિ છે તેવો સ્થિર નિર્ણય થવાથી તે મહાત્મા બોધિની પ્રાપ્તિ માટે, બોધિની વૃદ્ધિ માટે અને બોધિને સ્થિર કરવા માટે જ યત્ન કરે છે. આના કારણે તેના આત્મામાં અનાદિથી સ્થિર થયેલા રાગ, દ્વેષ વગેરે શત્રુઓ સતત ભય પામતા હોય છે તેથી તે મહાત્મા અંતરંગ રીતે સતત શત્રુના ઉપદ્રવથી મુક્ત-મુક્તતર થઈ રહ્યા છે અને જ્યારે તે શત્રુઓનો નાશ થશે ત્યારે તેનાં કુપિત થયેલાં કર્મ સ્વયં તે મહાત્માનો ત્યાગ કરશે અર્થાત્ તે મહાત્માએ કર્મોની વૃદ્ધિને અનુકૂળ કોઈ યત્ન કર્યો નહીં તેથી તે કર્મ તે મહાત્મા પ્રત્યે કુપતિ થઈને સ્વયં તે મહાત્માનો ત્યાગ કરશે. અને સિદ્ધિના સામ્રાજ્યની લક્ષ્મી પ્રતિદિન વશ્ય થતી જાય છે. આવા ઉત્તમ મહિમાવાળી આ સોળ ભાવનાઓ હોવાથી મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – ગુણો પ્રત્યેના વિનયના પરિણામથી થયેલ પવિત્રબુદ્ધિવાળા એવા હે આત્મા ! તું તે ઉત્તમ ભાવનાઓનો આશ્રય કર. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા ગુણો પ્રત્યેના પક્ષપાતવાળા થયા છે અને આ સંસારનો અવશ્ય ઉચ્છેદ કરવો જોઈએ અને તેના માટે ગુણસંપન્ન મહાત્માઓનું અવલંબન લઈને ગુણની વૃદ્ધિ કરવી જોઈએ એવી નિર્મળ બુદ્ધિ થઈ છે તેવા મહાત્માઓ ગુણસંપન્ન પુરુષોનું અવલંબન લઈને જેમ ગુણોમાં યત્ન કરવો આવશ્યક છે, તેમ પ્રસ્તુત સોળ ભાવનાઓનો સતત આશ્રય કરવો આવશ્યક છે જેથી અનાદિની મોહશક્તિ ક્ષીણ-ક્ષીણતર થાય. આ કારણથી જ મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – તું ભાવનાઓનો આશ્રય કર. આશા શ્લોક : श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ । श्रीसोमविजयवाचकवाचकवरकीर्तिविजयाख्यौ ।।३।। तत्र च श्री कीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन । शान्तसुधारसनामा संदृब्धो भावनाप्रबन्धोऽयम् ।।४।। શ્લોકાર્ચ - શ્રી હીરવિજય સૂરીશ્વરના શિષ્યો શ્રી સોમવિજય વાચક અને વાચકવર કીર્તિવિજય નામના સંસારી બે સગાભાઈઓ હતા. અને ત્યાં=સંસારી બે સગાભાઈ એવા હીરવિજયજી સૂરીશ્વરના બે શિષ્યોમાં, શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજય વડે શાંતસુધારસ નામનો આ ભાવનાનો પ્રબંધ પૂર્વમાં વર્ણન કર્યો એ ભાવનાનો વિસ્તાર, કહેવાય છે. ll૩-૪ll
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy