SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. કરુણાભાવના-ગીત | શ્લોક-૮ શ્લોક ઃ शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत कृतसुखशतसन्धानं, शान्तसुधारसपानं रे ।। सुजना० ८ ।। શ્લોકાર્થ : ૨૦૫ હે વિનય !=હે નિર્જરાના અર્થી એવા આત્મા ! તું નિયતઆયતિના હિતને કરનાર=નક્કી ભવિષ્યના હિતને કરનાર, એવું એક ઉદિતવચન=સર્વજ્ઞ વડે કહેવાયેલું વચન, સાંભળ, કર્યા છે સેંકડો સુખના સંધાનવાળા એવા=આત્મામાં સેંકડો સુખોના યોજનને કરે એવા, શાંતસુધારસના પાનને તું કર. તા ભાવાર્થ: - વળી, મહાત્મા પોતાના આત્માની કરુણાભાવનાને અત્યંત સ્થિર કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહે છે – કર્મના વિનયનના અર્થી એવા હે આત્મન્ ! ભગવાન વડે કહેવાયેલું એક વચન તું સાંભળ અર્થાત્ તારી શ્રોત્રેન્દ્રિયને જગતના અન્યવચનને સાંભળવા પ્રત્યે ઉદાસીન કરીને માત્ર એક જિનવચનને તું સાંભળ; કેમ કે ભગવાનનું વચન નક્કી ભવિષ્યના હિતને કરનારું છે અર્થાત્ જેમ જેમ તું ભગવાનના વચનને સાંભળીશ અને તેનાથી આત્માને ભાવિત કરીશ તેમ તેમ તે ભગવાનના વચનથી નક્કી ભવિષ્યમાં કલ્યાણને ક૨ના૨ એવું પુણ્યાનુબંધીપુણ્ય અને આત્માના ગુણોનાં અવરોધક એવાં ઘાતિકર્મોનો નાશ થાય છે. આનાથી ભવિષ્યમાં ઉત્તમગુણોની પ્રાપ્તિપૂર્વક અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થશે માટે સર્વ શક્તિથી એક જિનવચનને તું સાંભળ. વળી, કહે છે કે સેંકડો સુખો પ્રાપ્ત થઈ શકે તેમાં પ્રબળ કારણ શાંતઅમૃતરસનું પાન છે. માટે હે આત્મન્ ! તું જિનવચનને તે રીતે સાંભળ કે જેથી તારા આત્મામાં શાંતરસ નિષ્પન્ન થાય જે શાંતરસ તારાં સેંકડો સુખોની પ્રાપ્તિનું કારણ બનશે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાની ભાવકરુણાને તે પ્રકારે સ્થિર કરવા યત્ન કરે છે કે જેથી કરુણાભાવના જીવની પ્રકૃતિરૂપ બને. III II પંદરમો પ્રકાશ પૂર્ણ ॥
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy