SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ૧૫. કરુણાભાવના-ગીત | શ્લોક-૩-૪ હિત સાધી શકે તે રીતે જ તેને અવશ્ય દિશા બતાવે છે. તેથી આત્માની ભાવકરુણાના અર્થે મહાત્મા વિચારે છે કે જો તારા આત્માની હિતની ચિંતા હોય તો પ્રમાદ વગર સદ્ગુરુનો નિર્ણય કરી તેમના વચનાનુસાર તત્ત્વને જાણવા યત્ન કર અને ચારગતિની કદર્થનામાંથી તું સુખપૂર્વક સદા માટે મુક્તિને પ્રાપ્ત કર. II3II શ્લોક ઃ कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् । दधिबुद्ध्या नर जलमन्थन्यां, किमु निदधत मन्थानं रे । ।सुजना० ४।। શ્લોકાર્થ : કુમત રૂપી અંધકારથી ભરાયેલા મીલિત નયનવાળાને માર્ગનું શું પૂછવું અર્થાત્ ભગવાનના માર્ગમા રહેલા પણ અવિવેકી ગુરુ જ્યારે પરિહરણીય હોય ત્યારે જે માર્ગને બતાવનારા અન્ય દર્શનવાદીઓ છે તેઓને જિનવચનાનુસાર માર્ગાનુસારી બુદ્ધિ મળી નથી. તેઓના માર્ગના વિષયમાં શું પૂછવું ? અર્થાત્ તેઓનો માર્ગ અવશ્ય ત્યાજ્ય છે. મનુષ્યો જલમન્થનીમાં=જલથી ભરેલ ભાજનમાં દધિની બુદ્ધિથી મન્થાનને=રવૈયાને, શું સ્થાપન કરે ? અર્થાત્ કોઈ બુદ્ધિમાન કરે નહિ. [૪] ભાવાર્થ: વળી, મહાત્મા આત્માની ભાવકરુણાને અત્યંત સ્થિર ક૨વા અર્થે એ રીતે ભાવન કરે છે જેથી આ ભવમાં તો નહીં પરંતુ અન્ય ભવમાં પણ કોઈ કુમત પ્રત્યે પક્ષપાત ન થાય તેવા દૃઢસંસ્કારનું આધાન થાય. શું ભાવન કરે છે તે કહે છે જે દર્શનકારોને સર્વજ્ઞના વચનની જ પ્રાપ્તિ નથી તેથી દૃષ્ટ અનુભવથી વિરુદ્ધ એવા એકાંતવાદ સ્વરૂપ કુમતરૂપ અંધકારથી ભરાયેલા હોવાને કારણે તત્ત્વને જોવા ાટે જેમની ચક્ષુ બંધ થયેલી છે તેઓના માર્ગને ગ્રહણ કરવા વિષયક શું પૂછવું ? અર્થાત્ જેમ ભગવાનના શાસનને પામેલા પણ અવિવેકી ગુરુઓ પરિહ૨ણીય છે તેમ કુમાર્ગને પામેલા એવા તેઓના મતનો તો અત્યંત પરિહાર કરવો જોઈએ. જેઓના વિવેકરૂપી ચક્ષુ પ્રગટ થયેલ નથી તેથી પ્રત્યક્ષથી દેખાતા નિત્યાનિત્યરૂપ પદાર્થને પણ એકાંત અનિત્ય સ્વીકારીને ઉન્માર્ગમાં પ્રવર્તી રહ્યા છે તેવા ઉન્માર્ગગામી પુરુષો બુદ્ધિમાન હોય તોપણ તેમના પાસેથી ક્યારેય તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે તેવા અન્યદર્શનીઓના માર્ગનો અત્યંત પરિહાર કરવો જોઈએ. આ પ્રકારે ભાવન કરીને અવિવેકી તેવા ગુરુની જેમ અન્યદર્શનના માર્ગ પ્રત્યે પણ તત્ત્વની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવાને અભિમુખ પોતાનો ભાવ ન થાય તે પ્રકારે પરિણામને સ્થિર ક૨વા અર્થે દૃષ્ટાંતનું ભાવન કરે છે. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય જલથી ભરેલા ભાજનમાં દહીંની બુદ્ધિ કરીને રવૈયાનું વલોવણ કરે નહીં તેમ જે દર્શનના પથમાં એકાંતવાદ હોવાથી ધર્મ જ નથી તેવા ધર્મ વગરના પથમાં ધર્મની બુદ્ધિથી તત્ત્વને જાણવા માટેનો શ્રમ ક૨વાથી
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy