SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. કરણાભાવના-ગીત | શ્લોક-૧-૨ ૧૯૯ સુંદર પુરુષો ! તમે પ્રમોદથી ભજો આશ્રય કરો, હે સુંદર પુરુષો ! તમે ભજો તેવા ભગવાનને પ્રમોદથી આશ્રય કરો. II૧II ભાવાર્થ : ભગવાન વીતરાગ થયા હોવાથી હવે અન્ય જીવોની કરુણા કરીને પણ કોઈ ફળની અપેક્ષા નથી તેથી ભગવાન નિષ્કારણ કરૂણાવાળા છે. મહાત્માઓ અન્ય જીવોની કરુણા કરે છે ત્યારે જાણે છે કે અન્ય જીવોની કરુણા કરવાથી પરમાર્થથી તો પોતાના આત્માની જ કરુણા થાય છે; કેમ કે કરુણાભાવનાથી ભાવિત થયેલું ચિત્ત પોતાના આત્માને જ દુર્ગતિનાં પાપોથી રક્ષણ કરે છે અને સુગતિમાં સ્થાપન કરે છે. પરંતુ ભગવાન તો વીતરાગ સર્વજ્ઞ થયેલા હોવાથી કોઈ ફળની અપેક્ષા વિના નિરપેક્ષપણે જગતના જીવોના ઉપકાર અર્થે પ્રવર્તે છે. વળી, જેઓ ભાવથી ભગવાનને શરણાગત થાય છે તેઓનું ભગવાન અવશ્ય રક્ષણ કરે છે; કેમ કે ભાવથી ભગવાનને શરણાગત જીવો ક્યારેય દુર્ગતિમાં જતા નથી, પરંતુ સદ્ગતિઓની પરંપરા દ્વારા ભગવાન તુલ્ય થાય છે. તેથી તેવા ઉત્તમપુરુષરૂપ ભગવાનને બે સુંદર બુદ્ધિવાળા જીવો ! તમે પ્રમાદપૂર્વક સેવો ! આ પ્રકારે બે વખત કહીને મહાત્મા તે ભાવને અત્યંત સ્થિર કરવા પ્રયત્ન કરે છે અને વિચારે છે કે જગતના જીવોની કરુણા પણ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાની પ્રેરણાથી થાય છે અને પોતાનો આત્મા પણ તે ઉપદેશથી પ્રેરાઈને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરે તો જ પોતાની કરુણા થાય છે. અહીં વિશેષ એ છે કે ભગવાન વીતરાગ છે અને વીતરાગનું દરેક વચન પોતપોતાની ભૂમિકા અનુસાર વીતરાગતાને અભિમુખ ઉદ્યમ કરાવે તે પ્રકારનું છે. આથી જેઓમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટેલી છે તેઓ જિનવચન કઈ રીતે વીતરાગતામાં વિશ્રાંત થાય છે અને મારી ભૂમિકા અનુસાર કયું જિનવચન મારા માટે ઉપાદેય છે તેનો ઉચિત નિર્ણય કરવા યત્ન કરે તો આ વિષમકાળમાં પણ સચેતન એવો તે જીવ પોતાના હિતનો નિર્ણય કરી શકે છે અને જિનવચનનું દૃઢ અવલંબન લઈને અવશ્ય કલ્યાણને પ્રાપ્ત કરે છે. એવા શ્લોક : क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारम् । कापथघटनाविकृतविचारं, त्यजत कृतान्तमसारं रे ।।सुजना० २।। શ્લોકાર્ચ - સ્થિરતામાં ક્ષણભર મનન કરીને જિનાગમના સારનું તું પાન કર, કુત્સિતમાર્ગની રચનાથી વિકૃત થયેલા વિચારરૂપ અસાર એવા કૃતાંતનો પાપનો, તું ત્યાગ કર. રાાં ભાવાર્થ : વળી મહાત્મા પોતાની કરુણાને સ્થિર કરવા પોતાના આત્મા પ્રત્યે કહે છે કે હે આત્મન્ ! તું ક્ષણભર મનની સ્થિરતાને કર અને વિચાર કે આ જગતની સ્થિતિ શું છે ? અને જે સ્થિતિમાં ચારેય ગતિઓમાં તું
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy