SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. પ્રમોદભાવના | શ્લોક-૫-૬ ૧૮૩ ભાવાર્થ : પ્રમોદભાવનાના અર્થી મહાત્માઓ અત્યંત ગુણગ્રાહી દૃષ્ટિવાળા હોય છે. તેથી અત્યંત ગુણસંપન્ન એવા તીર્થકરથી માંડીને શ્રાવક-શ્રાવિકા આદિ સર્વના ગુણોની અનુમોદના કર્યા પછી પણ ગુણના પક્ષપાતના ભાવની વૃદ્ધિ કરવા વિચારે છે કે સ્વદર્શનમાં કે અન્યદર્શનમાં જેઓ સમ્યક્ત પામ્યા નથી પરંતુ પ્રકૃતિથી ભદ્રક છે તેમાં પણ જે પરોપકારનો પરિણામ વર્તે છે તે તેમનો માર્ગાનુસારી ભાવ છે. જેમ મેઘકુમારના જીવને હાથીના ભવમાં મિથ્યાત્વ અવસ્થામાં પણ સસલાના પ્રાણરક્ષણનો સુંદર પરિણામ થયો. વળી, કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો પણ ભદ્રક પ્રકૃતિને કારણે સંતોષ પરિણામવાળા, સત્યભાષી અને સ્વભૂમિકા અનુસાર તત્ત્વને જાણવા માટે યત્ન કરનારા હોય છે. તે સર્વ ગુણોનો પ્રસાર માર્ગાનુસારી છે. વળી, મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ કેટલાકમાં વદાન્યતા અર્થાત્ ઉદાર પ્રકૃતિ હોય છે તેથી તેઓમાં ક્ષુદ્રતા આદિ ભાવો નાશ પામતા હોય છે તે તેઓનું માર્ગાનુસારીપણું છે. વળી, કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો પ્રકૃતિથી વિનયના પરિણામવાળા હોય છે તેથી ત્યાગી, તપસ્વી પ્રત્યે બહુમાનભાવ ધરાવે છે તે તેઓનો માર્ગાનુસારીભાવ છે. તેથી મિથ્યાત્વ અવસ્થામાં પણ મિથ્યાત્વની મંદતાને કારણે તેઓમાં જે ઉત્તમગુણો પ્રગટ થયા છે તે ધર્મ-પ્રાપ્તિનું પ્રબળ કારણ છે માટે અમે તેની અનુમોદના કરીએ છીએ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા મોક્ષમાર્ગને અનુકૂળ પ્રારંભિક કક્ષાના ગુણોથી માંડીને તીર્થંકર સુધીના સર્વ ગુણોનું પ્રસંગે પ્રસંગે સ્મરણ કરીને તેઓની સ્તુતિ કરે છે જેથી ગુણગ્રાહી દૃષ્ટિનો સતત વિકાસ થાય અને પોતાનામાં પ્રગટ થયેલો ગુણોનો પક્ષપાત સદા પોતાના આત્માને તેવા ગુણોની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ બનાવે. માટે કલ્યાણના અર્થી જીવે તે તે ગુણોના સૂક્ષ્મ ઉપયોગપૂર્વક તે તે ગુણોની અનુમોદના કરવી જોઈએ. જેથી પ્રમોદભાવના માત્ર શબ્દ રૂપ ન બને પરંતુ કલ્યાણની પરંપરાનું કારણ બને. આપણા શ્લોક - "जिवे प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसत्रा, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णो सुकर्णो । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ।।६।। શ્લોકાર્થ : હે જિલ્લા, સુપ્રસન્ન એવી તું સુકૃતિના સુચરિતના ઉચ્ચારણમાં સુંદર કૃતિવાળા પુરુષોના ઉત્તમ ચરિત્રના ઉચ્ચારણમાં વલણવાળી થાઓ, મારા બે કણ અન્યની કીર્તિને સાંભળવાના રસિકપણાથી આજે સુકર્ણ થાઓ. મારાં બે લોચનો અન્યની પ્રોઢ લક્ષમીને જોઈને શીઘ રોચનપણાને પ્રાપ્ત કરો. એ આ અસાર સંસારમાં તારા જન્મનું મુખ્ય જ ફલ છે. IIકા.
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy