SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શાંતધારસ ૧૪. પ્રમોદભાવના અવતરણિકા - આત્માને ગુણ પ્રત્યેનો પક્ષપાત નિષ્પન્ન કરવા અર્થે મહાત્માઓ ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના ગુણો પ્રત્યે હૈયામાં પ્રમોદ થાય તે રીતે આત્માને ભાવિત કરવા અર્થે પ્રમોદભાવતા કરે છે. જેનાથી ગુણનિષ્પતિનાં પ્રતિબંધક કર્મો શિથિલ-શિથિલતર થાય છે અને ગુણ પ્રત્યેનો વધતો જતો રાગ પોતાનામાં તે પ્રકારના ગુણલા આવિર્ભાવનું પ્રબળ કારણ બને છે. તેથી ગ્રંથકારશ્રી તીર્થકરના ગુણોનું સ્મરણ થાય તે રીતે પ્રમોદભાવનાનું ભાવન કરે છે – શ્લોક : धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्ध्या सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ।।१।। શ્લોકાર્ધ : ક્ષપકશ્રેણીના પથમાં ગમનથી ક્ષીણ કર્યો છે કર્મનો ઉપરાગ જેમણે એવા, ત્રણ લોકમાં ગંધનાગ જેવા, સહજ સમુદિત થયેલા જ્ઞાનને કારણે જાગ્રત વૈરાગ્યવાળા, સકલ શશિકલાથી અધિક નિર્મલ ધ્યાનધારા પર આત્મશુદ્ધિથી અધ્યારોહણ કરીને, કરાયેલા સુકૃતશતથી ઉપાર્જિત અરિહંતલક્ષ્મીને પામેલા, મુક્તિના કિનારા પર રહેલા, એવા તે વીતરાગ ધન્ય છે. આવા ભાવાર્થ - તીર્થકરો અંતિમભવમાં ગુણના, પુણ્યના, અને ઉપકારકતાના પ્રકર્ષવાળા હોય છે અને તેઓ કઈ રીતે સાધના કરીને મોક્ષના કિનારાને પામ્યા છે તેવા સ્વરૂપે તીર્થકરોનું સ્મરણ કરીને “આવા તીર્થકરો ધન્ય છે” એ પ્રકારે મહાત્મા પ્રસ્તુત શ્લોકથી ભાવન કરે છે. તીર્થકરો સાધનાકાળમાં કેવા પ્રકારના છે તે બતાવતાં કહે છે – જેઓએ ભૂતકાળની આરાધનાને કારણે જન્મથી માંડીને સહજ નિર્મલ કોટિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે જે જ્ઞાન આત્માને સતત હિતમાં જાગ્રત રાખે તેવી કોટિનું નિર્મલ છે તેથી તીર્થકરો જન્મથી જ વિરાગવાળા છે અને સંયમગ્રહણ કરે છે ત્યારે તેમનો વૈરાગ્ય વિશેષ પ્રકારનો ઉલ્લસિત થાય છે તેવા ઉત્તમપુરુષ છે. વળી ત્રણ લોકમાં ગંધનાગ જેવા છે અર્થાત્ ગંધહસ્તિને જોઈને અન્ય હાથીઓના મદો ઝરી જાય છે તેમ પ્રબળ પણ કર્મનો મદ ભગવાનના પરાક્રમ આગળ ઝરી જાય છે તેથી પ્રબળ કર્મોને પણ જેઓએ ગંધહસ્તિની જેમ લીલાપૂર્વક નિર્બળ કર્યો છે તેથી ત્રણ લોકમાં ગંધનાગ જેવા છે. વળી, સંયમની
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy