SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શાંતસુધારસ સુખી થાઓ. અર્થાત્ સમપરિણામમાં વર્તનારા થાઓ. આ=બુ લોકો, શિવરૂપી સુખના ગૃહમાં જવાના મનવાળા પણ થાઓ. Jપા. ભાવાર્થ : વળી, મહાત્મા આત્મામાં વિવેકપૂર્વકના મૈત્રીભાવને નિષ્પન્ન કરવા અર્થે અને નિષ્પન્ન થયેલા મૈત્રીભાવને સ્થિર કરવા ભાવન કરે છે કે જે જીવો તેમના સ્વભાવથી મારા પ્રત્યે શત્રુબુદ્ધિને ધારણ કરનારા છે તે જીવોને તે પ્રકારના વિવેકચક્ષુ પ્રાપ્ત થાય કે જેથી મારા પ્રત્યેનો મત્સરભાવનો ત્યાગ કરીને જેમ હું સમભાવના સુખમાં અંતરંગ યત્ન કરીને સદા સુખી વર્તુ છું તેમ તેઓ તેવા ઉત્તમ સુખને પામનારા થાઓ. આ પ્રકારની નિર્મળ ભાવના કરવાથી પોતાના આત્મામાં સમભાવ પ્રત્યેનો પક્ષપાત વધે છે અને શત્રુ પ્રત્યે લેશ પણ શત્રુબુદ્ધિ રહેતી નથી. જેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થિર થાય છે અને તે જીવોની હિતચિંતા પણ અત્યંત વિવેકવાળી બને છે. તેથી તે મહાત્મા વિચારે છે કે હું શું કરું કે જેથી તેઓમાં મારા પ્રત્યે વર્તતો મત્સરભાવ દૂર થાય અને તેઓ પણ સમભાવના પરિણામના રહસ્યને જાણનારા બને અને તેવા સમભાવના પરિણામને પામીને સુખી થાય? વળી, મહાત્મા ચિત્તને અત્યંત મૈત્રીભાવનાથી વાસિત કરવા અર્થે ભાવન કરે છે કે ખરેખર મને મોક્ષનું સુખ જ અત્યંત સાર જણાય છે તેથી સદા મોક્ષસુખની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે ઉચિત યોગોમાં પ્રવૃત્તિ કરીને મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી આત્માને ભાવિત કરી રહ્યો છું તેમ મારા પ્રત્યે શત્રુબુદ્ધિને ધારણ કરનારા આ જીવો મોક્ષના સુખનાં રહસ્યોને પણ જાણે. તે સ્થાનની પ્રાપ્તિની ઇચ્છાવાળા બને જેથી મારી જેમ તેઓ પણ સંસારની વિડંબનાથી પોતાના આત્માને સુરક્ષિત કરીને શીધ્ર મોક્ષસુખને પામે. આ પ્રકારે ઉત્તમભાવનાથી આત્માને ભાવિત કરીને મહાત્મા પોતાનો મોક્ષ પ્રત્યેનો પક્ષપાત દઢ કરે છે. જગતના જીવો પ્રત્યેનો મૈત્રીભાવ પોતાના આત્મામાં સ્થિર કરે છે અને ઉત્તમ એવા મોક્ષસુખની કામનાવાળા તેઓ થાય એ પ્રકારની નિર્મળ ભાવનાના બળથી પોતાને જન્મજન્માંતરમાં અવિચ્છિન્ન મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય તેવું શ્રેષ્ઠ કોટિનું પુણ્ય બાંધે છે જેથી પોતે સુખપૂર્વક થોડાક જ ભવોના સંસારસાગરથી પાર પામી શકે. પા , શ્લોક : सकृदपि यदि समतालवं, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिं, स्वत एव वहन्ति ।।विनय० ६।। શ્લોકાર્થ : સંસારીજીવો એક વખત પણ જે હૃદયથી સમતાલવના=સમતાના અંશના, રસાસ્વાદને પામે તો વિદિત રસવાળા એવા તેઓ સમતાના સુખના રસાસ્વાદને જાણનારા એવા તેઓ, સ્વતઃ જ=અન્યની પ્રેરણા વગર, સતત સમતામાં રતિને વહન કરે છે. IIકા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy