SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. પૈત્રીભાવના-ગીત / બ્લોક-૧-૨ G ભાવાર્થ :- . મહાત્મા મૈત્રીભાવનાને સ્થિર કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહે છે – હે વિનય ! કર્મનાશ માટે તત્પર થયેલા એવા હે જીવ ! તું ત્રણે જગતમાં રહેલા જીવો પ્રત્યે મિત્રતાનું ભાવન કર. તે ત્રણ જગતમાં રહેલા જીવો કેવા છે? તેને સ્પષ્ટ કરવા અર્થે કહે છે – કર્મની વિચિત્રતાને કારણે વિવિધ ગતિઓમાં જનારા છે તે સર્વ જીવો પ્રત્યે મિત્રતાનો પરિણામ થાય તે રીતે આત્માને અત્યંત ભાવિત કર, જેથી નિર્મળ થયેલા એવા તારા ચિત્તથી કર્મનું વિનયન થાય. આ પ્રકારનું ભાવન કરવાથી કર્મોની વિચિત્રતાને કારણે જીવો કઈ રીતે ચારગતિમાં વિડંબના પામે છે તેની ઉપસ્થિતિ થાય છે અને પુણ્યકર્મના ઉદયવાળા જીવો પ્રત્યે પક્ષપાત અને પુણ્યહીન તેવા પાપપ્રકૃતિવાળા જીવો પ્રત્યે દ્વેષ કરીને જે ભાવો કરવાની વૃત્તિ છે તે દૂર થાય છે અને જગતના જીવોના પારમાર્થિક હિતના ચિંતવનનું કારણ બને તેવો મૈત્રીભાવ સ્થિર થાય છે. આવા શ્લોક : सर्वे ते प्रियबान्धवा, न हि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो, निजसुकृतविलोपि ।।विनय० २।। શ્લોકાર્ચ - સર્વ જીવો તારા પ્રિયબંધુઓ છે. અહીં સંસારમાં કોઈ તારો શત્રુ નથી જ. તેથી પોતાના સુકૃતનું વિલોપન કરે એવું કલિથી કલુષ=બીજા જીવો સાથે કલહ કરાવે એવું કલુષ, મન તું કર નહિ. IIT. ભાવાર્થ : - વળી, મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે આ સંસારચક્રમાં ભમતા બધા જીવો તારા પ્રિયબંધુઓ છે; કેમ કે સંસારચક્રમાં બધા જીવો સાથે રહેલા છે. જેમ એક મકાનમાં વસતા જીવો સાથે પરસ્પર બંધુબુદ્ધિ થાય છે તેમ સર્વ જીવો સંસારરૂપી એક સ્થાનમાં વસતા હોવાથી તેઓ તારા પ્રિયબંધુઓ છે. આ સંસારમાં તારો કોઈ શત્રુ નથી. આ પ્રકારે અત્યંત ભાવન કરીને આત્માને અનુશાસન આપતા મહાત્મા કહે છે કે તું જે સુકૃત કરી રહ્યો છે તેનો વિલોપ કરવાનું કારણ બને અને લોકો સાથે કલહ કરાવે એવા કલુષિત મનને તું કર નહીં. આ પ્રકારે ભાવન કરવાથી પોતાને ન ફાવે તેવી છે તે જીવોની વિલક્ષણ પ્રકૃતિને કારણે ચિત્તમાં જે કાલુષ્ય થાય છે તે કાલુષ્ય પરમાર્થથી તો પોતે સુકૃત સેવીને જે ઉત્તમ સંસ્કાર નાખ્યા છે તેનો નાશ કરનાર છે, તેવી સ્થિર બુદ્ધિ થાય છે. તેથી પોતાના સેવાયેલા સુકૃતના ઉત્તમ સંસ્કારના રક્ષણ અર્થે પણ મારે કોઈની સાથે કલહ થાય તેવું કલુષિત મન કરવું નથી એવો નિર્ણય થાય છે અને જીવોની હિત કરવાની પરિણતિરૂપ મૈત્રીભાવના સ્થિર થાય છે. શા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy