SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શાંતસુધારણા માર્ગાનુસારી બુદ્ધિના બળથી તેઓ દ્વારા બનાવાયેલાં શાસ્ત્રવચનો જિનવચનાનુસારી છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ઉદ્યમ કરે એવા જિજ્ઞાસુ જીવો પ્રાયઃ હોતા નથી. ધર્મી જીવો માત્ર કંઈક સાંભળવાની બુદ્ધિથી ધર્મ સાંભળવા જાય છે અને પોતે ધર્મનું શ્રવણ કર્યું છે તેમ માનીને સંતોષ માને તેવા ઘણા જીવો હોય છે. આવા જીવોને પરમાર્થથી વિવિદિષાની પણ પ્રાપ્તિ નથી તેથી પરમાર્થથી ધર્મનું શ્રવણ પણ નથી. પરંતુ જે જીવોને નિર્મળ કોટીની વિવિદિષા પ્રગટી છે તે જીવો અવશ્ય યોગ્ય ગુરુની ગવેષણા કરે છે અને તે રીતે જ તેમની પાસેથી ધર્મશાસ્ત્ર પણ સાંભળે છે કે જેના બળથી શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર તેઓને હાથમાં રહેલા પદાર્થની જેમ સર્વજ્ઞનાં વચનોનું રહસ્ય સ્પષ્ટ દેખાય છે. જેના બળથી હિતાહિતની ઉચિત પ્રવૃત્તિ વિષયક નિર્મળ બોધ થાય છે જે બોધ જ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે. આ પ્રકારે પ્રસ્તુત શ્લોકથી ભાવન કરીને મહાત્મા પોતાનામાં વર્તતા નિરર્થક વિકથાદિના રસના આવેશશાંત કરવા યત્ન કરે છે. ચિત્તના વિક્ષેપોને દૂર કરવા યત્ન કરે છે અને યોગ્ય ગુરુ પાસેથી ધર્મશાસ્ત્ર શ્રવણ કરવા માટે ઉચિત યત્ન કરે તેવી દઢશક્તિનો સંચય કરે છે. આ પ્રકારના ભાવનના બળથી જ તે મહાત્મા પોતાને પ્રાપ્ત થયેલી વિવિદિષાને સફળ કરવા યત્ન કરે છે. પણ અવતરણિકા - વળી, તે મહાત્મા ધર્મના શ્રવણ પછી પણ અતિ દુર્લભ શું છે તેનું ભાન કરીને તેના માટેનું સદ્દવીર્ય ઉલ્લસિત કરવા યત્ન કરે છે – બ્લોક : धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम, कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको, बाधते निहतसुकृतप्रसङ्गः ।।बुध्यतां० ६॥ શ્લોકાર્ચ - ધર્મને સાંભળીને, સંબોધ પામીને ત્યાં=સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મના સેવનમાં. ઉધમને કરતા જીવને નિત કર્યો છે સુકૃતનો પ્રસંગ જેણે એવો રાગ, દ્વેષ, શ્રમ, આળસ, અને નિદ્રાદિકરૂપ અંતરંગ વેરી વર્ગ બાધ કરે છે. IIકા ભાવાર્થ કોઈક મહાત્માને દુર્લભ એવી વિવિદિષા પ્રગટે અને વિકથા આદિના રસોના આવેશનો પરિહાર કરીને સ્થિરતાપૂર્વક ગુણવાન ગુરુ પાસે અતિ દુર્લભ એવા તત્ત્વનું શ્રવણ કરે અને તત્ત્વનો સ્થિર નિર્ણય થાય ત્યાંસુધી પૃચ્છા આદિ કરીને પણ તત્ત્વને જાણવા યથાર્થ પ્રયત્ન કરે તો સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન કરવાથી પોતાના આત્મામાં ગુણોનું આધાર કઈ રીતે થાય તેનો યથાર્થ નિર્ણય તે મહાત્માને થાય છે. આવો નિર્ણય થવાને કારણે તે મહાત્મા વિચારે કે હવે ધર્મશાસ્ત્રના પરમાર્થને હું જાણનાર છું
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy