SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત | શ્લોક-૮ ભગવાન છે તેથી તમે તેમને પ્રણામ કરીને તમારા ભવનો ઉચ્છેદ કરો. આશય એ છે કે બાર ભાવનાઓ આત્મામાં શાંત એવા અમૃતરસને પ્રગટ કરનાર છે તેથી જે મહાત્મા ભાવનાઓના પરમાર્થને સ્પર્શે તે રીતે બાર ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે તેનું ચિત્ત મોહના વિકારથી પર થઈને શાંતરસના પરિણામવાળું બને છે. એટલું જ નહિ તે જીવો ભગવાનના પારમાર્થિક ગુણને અભિમુખ ધારણ કરાયેલા વિનયના પરિણામવાળા બને છે તેથી તેઓનું ચિત્ત સદા ભગવાનના પારમાર્થિક ગુણોને અભિમુખ જ પ્રવર્તતું હોય છે. આવા જીવોનું ભગવાન અવશ્ય ભવભ્રમણથી રક્ષણ કરે છે. તેથી તેવા ગુણસંપન્ન એવા તીર્થંકરોના સ્વરૂપને સ્મૃતિમાં રાખીને તેમના ગુણો પ્રત્યે ચિત્ત અત્યંત અભિમુખભાવ થાય તે રીતે તેમને તમે નમસ્કાર કરો કે જેથી શીઘ્ર ભવભ્રમણનો નાશ થાય. ભગવાનને કરાયેલી નમસ્કારની ક્રિયા ભગવાનના ગુણો પ્રત્યેના આકર્ષણને કારણે જીવને વીતરાગતુલ્ય બનવાનું કારણ બને છે અને વીતરાગ થયેલો જીવ ફરી જન્મને પ્રાપ્ત કરતો નથી અને ભવભ્રમણની કદર્થનાથી સદા મુક્ત થાય છે. III II અગિયારમો પ્રકાશ પૂર્ણ ॥
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy