SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત | શ્લોક-૩-૪ ૧૪૧ છે. વળી, પુદ્ગલોના અનેક પ્રકારના ભાવો દેખાય છે. જેથી જે પુદ્ગલો અત્યારે અત્યંત સુંદર દેખાય છે તેના તે પુદ્ગલો ક્યારેક અત્યંત ખરાબ પરિણામવાળા થતા પણ દેખાય છે અને જે પુદ્ગલો અત્યારે અત્યંત ખરાબ પરિણામવાળા છે તેના તે જ પુદ્ગલો ક્યારેક અત્યંત સુંદર પરિણામવાળા થતા પણ દેખાય છે. આ પ્રકારે ભાવન કરવાથી પદાર્થને યથાર્થ જોવાની મધ્યસ્થબુદ્ધિ પ્રગટે છે જેનાથી ઘણા કર્મોની નિર્જરા થાય છે. II3II શ્લોક ઃ एकरूपमपि पुद्गलैः कृतविविधविवर्तम् । काञ्चनशैलशिखरोन्नतं क्वचिदवनतगर्तम् । । विनय० ४ । । શ્લોકાર્થ : એકરૂપવાળો પણ=પંચાસ્તિકાયમય સ્વરૂપે એક સ્વરૂપવાળો પણ પુદ્ગલોથી કરાયેલા વિવિધ વિવર્તવાળો=વિવિધ આકારવાળો, કાંચનપર્વતરૂપ, મેરુપર્વતના શિખરથી ઉન્નત અને કોઈક સ્થાનમાં અવનતગર્તાવાળો=ઊંડા ખાડાવાળો એવો શાશ્વત લોકાકાશ છે તેનું હે વિનય ! તું હૃદયમાં ભાવન કર. ૪ ભાવાર્થ: જિનવચન અનુસાર લોકના સ્વરૂપને ભિન્ન ભિન્ન પ્રકારે ભાવન ક૨વા અર્થે મહાત્મા વિચારે છે કે ધર્માસ્તિકાય આદિ પાંચના સમુદાયરૂપ અને અલોકથી વીંટળાયેલો એવો લોકાકાશ એક સ્વરૂપવાળો છે તોપણ તે લોકાકાશમાં વર્તતા ૫૨માણુ વ્યણુક આદિ માંડીને અનંત ૫૨માણુઓના સ્કંધોથી કરાયેલા વિવિધ પ્રકારના સ્વરૂપવાળો છે. વળી, લોકના મધ્યભાગમાં મનુષ્યલોક તેની મધ્યમાં જંબુદ્વીપ છે અને તે જંબુદ્વીપના મધ્યભાગમાં સુવર્ણના પુદ્ગલો છે પ્રચુર પ્રમાણમાં જેમાં તેવા માટી અને પત્થ૨ના પુદ્ગલોથી બનેલો મેરુપર્વત છે જેનાં ઊંચાં શિખરો છે. તે સિવાય અન્ય ખંડોમાં પણ ચાર મેરુ છે એ રીતે પાંચ મેરુથી શોભતો એવો આ લોકાકાશ છે. તો વળી, અન્ય ઘણાં સ્થાનોમાં ઊંડા ઊંડા ખાડાઓ પણ છે. આવા વિચિત્ર સ્વરૂપવાળો લોકાકાશ છે. આ પ્રકારના ભાવનથી પુદ્ગલોની વિવિધતા દેખાય છે. કોઈક સ્થાનમાં સુવર્ણ આદિ પરિણમનવાળા પુદ્ગલો દેખાય છે અને ઊંચાં શિખરો દેખાય છે. તો વળી કોઈક સ્થાનમાં અશુભ પુદ્ગલો અને ઊંડા ઊંડા ખાડાઓ દેખાય છે. જેથી પુદ્ગલની અત્યંત વિચિત્રતા જોઈ પુદ્ગલ પ્રત્યેના અનાદિના જે રાગાદિ ભાવો છે તે ક્ષીણ થાય છે અને જગતના યથાર્થ સ્વરૂપના ભાવનને કારણે પુદ્ગલના પક્ષપાતથી જોવાની અનિર્મળમતિ ક્ષીણ થાય છે અને પદાર્થનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપે જ જોવાની નિર્મળમતિ પ્રગટે છે. તેથી નિર્જરાના અર્થી એવા મહાત્મા પોતાના આત્માને હે વિનય ! એ પ્રમાણે સંબોધન કરીને લોકાકાશનું યથાર્થ સ્વરૂપ ભાવન ક૨વા અર્થે પ્રેરણા કરે છે. જેથી તે પ્રકારે લોકાકાશના ભાવન દ્વારા પોતાના આત્માને નિર્મળ કરીને કર્મોના વિનયનને પોતે પ્રાપ્ત કરી શકે. II૪l
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy