SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ નિર્જરાભાવના-ગીત | શ્લોક-પ પરિણતિ ઉલ્લસિત થાય એવી ઉચિત ક્રિયા જેમ જે ભાવોથી જે પાર્ષો થયાં છે તે ભાવોથી વિરુદ્ધભાવો કરવા અર્થે તે તે પાપોની સમ્યફ આલોચના કરવામાં આવે છે. જે પ્રાયશ્ચિત્ત રૂપ છે. જેનાથી તે ભાવો પ્રત્યે જુગુપ્સા થાય છે. અને તે જુગુપ્સા તે પાપસેવનકાળમાં થયેલા પરિણામથી અધિક તીવ્ર થાય તો આલોચનાકાળમાં જ તે પાપ નાશ પામે છે. કદાચ આલોચનાથી તેવો તીવ્ર પરિણામ ન થયો હોય તો ગુરુ આગળ ઉચિત વિધિથી તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી જો તીવ્ર પરિણામ થાય તો તે પાપ નાશ પામે છે. તેથી પાપનાશના અર્થી એવા મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે અનંતકાળમાં તેં જે કંઈ પાપો કર્યા છે તે સર્વ પાપોની શુદ્ધિ અર્થે તું પ્રાયશ્ચિત્ત કર, જેથી તે પાપો નાશ પામે. વળી, વિશેષ નિર્જરા અર્થે આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે કે તું વૈયાવચ્ચ તપ કર. વૈયાવચ્ચ એટલે ગુણવાન પુરુષની ઉચિત ભક્તિ કરીને ગુણવૃદ્ધિને અનુકૂળ અંતરંગ વ્યાપાર. જેનાથી ગુણવૃદ્ધિ થવાને કારણે સંવરભાવ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વૈયાવચ્ચ તપ કરવાની ભાવનાથી મહાત્માને ગુણસંપન્ન એવા તીર્થંકર આદિની ભક્તિ કરવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. વળી, મહાત્મા ભાવના કરે છે કે તું સ્વાધ્યાય કર. સ્વાધ્યાય એટલે સુંદર અધ્યયન જેનાથી આત્મા ઉત્તમભાવોથી વાસિત બને છે. ઉચિત સ્વાધ્યાય કરવા અર્થે મહાત્મા વાચના, પૃચ્છના, આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉચિત યત્ન કરે છે જેનાથી મોક્ષને અનુકૂળ એવો સંવરભાવ પ્રગટે છે. જેનાથી કર્મની નિર્જરા થાય છે. વળી, મહાત્મા ભાવન કરે છે કે તું વિનય કર. વિનય એટલે જેનાથી કર્મનું વિનયન થાય તે વિનય, તેને તું કર. વિનય એ અંતરંગ ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો જીવનો પરિણામ છે જેનાથી કર્મનો હ્રાસ થાય છે. આથી જ જ્ઞાનવિનય, દર્શનવિનય ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે. તેથી જે મહાત્મા શક્તિ અનુસાર સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્રમાં યત્ન કરે છે તે વિનયની પરિણતિ છે અને રત્નત્રયીની પરિણતિવાળા મહાત્માઓ પ્રત્યે ભક્તિને અભિવ્યક્ત કરે તેવી ઉચિત પ્રવૃત્તિ કરે તે ઉપચારવિનય છે. જેનાથી કર્મનો હ્રાસ થાય છે. આ પ્રકારે વિનય કરવાની આત્માને પ્રેરણા કરીને મહાત્મા નિર્જરાને અનુકૂળ પોતાનું સદ્વર્ય ઉલ્લસિત કરે છે. વળી, મહાત્મા આત્માને કહે છે કે તું કાયોત્સર્ગ કર. કાયોત્સર્ગ એટલે કાયાને સ્થિર રાખીને મન-વચન-કાયાના યોગો દ્વારા આત્માને શુભ ચિંતવનમાં વ્યાપારવાળો કરવો તે કાયોત્સર્ગ છે. આ રીતે કામ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને સ્થિરમુદ્રામાં રહીને કાયોત્સર્ગને અનુકૂળ શક્તિ સંચય કરવા અર્થે આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે કે કાયોત્સર્ગ કર. જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. વળી, મહાત્મા ભાવન કરે છે કે તું શુભધ્યાન કર. શુભધ્યાન એટલે સંસારના વાસ્તવિક સ્વરૂપને એકાગ્રતાપૂર્વક અવલોકનનો વ્યાપાર અથવા સર્વકર્મ રહિત શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવાને અનુકૂળ એકાગ્રતાપૂર્વકનો વ્યાપાર. આ પ્રકારના શુભધ્યાનના શુદ્ધસ્વરૂપનો વિચાર કરીને મહાત્મા પોતાની શક્તિ અનુસાર શુભધ્યાન કરવા માટે આત્માને ઉત્સાહિત કરે છે જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. આ છ પ્રકારના પ્રાયશ્ચિત્ત આદિ તપ જો કે આચરણાત્મક હોવાથી બાહ્યતપ રૂપ છે તો પણ સામાન્ય રીતે અન્યદર્શનમાં આ આચરણા તરૂપે પ્રસિદ્ધ નથી, માત્ર ભગવાનના શાસનમાં જ તારૂપે પ્રસિદ્ધ છે તેથી
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy