SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શાંતસુધારસ શ્લોક :बाह्येनाभ्यन्तरेण, प्रथितबहुभिदा, जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरङ्गा, भरतनृपत्तिवद् भावलब्धद्रढिम्ना । यस्मात् प्रादुर्भवेयुः प्रकटितविभवा, लब्धयः सिद्धयश्च, वन्दे स्वर्गापवर्गार्पणपटु सततं, तत्तपो विश्ववन्धम् ।।७।। શ્લોકાર્થ : બાહ્યથી અને અત્યંતરથી વિસ્તાર કરાયેલા, બહુભેટવાળા, ભાવથી પ્રાપ્ત થયેલ દઢતાવાળ, એવા, જેના વડે જે તપ વડે, ભરતરાજાની જેમ બાહ્ય અને અંતરંગ શત્રશ્રેણી જિતાય છે અને જેનાથી=જે તપના સેવનથી, પ્રગટ થયેલા વિભવવાળી લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાદુર્ભાવ થાય છે, સ્વર્ગ અને મોક્ષને અર્પણ કરવામાં પટુ વિશ્વવંધ એવા તે તપને હું સતત વંદન કરું છું. IIછો. ભાવાર્થ - નિર્જરાના કારણભૂત તપ પૂલથી છ બાહ્ય અને છ અત્યંતર મેદવાળો છે અને અવાંતર દૃષ્ટિથી વિચારીએ તો ઘણા ભેદવાળો છે. તેવા ભેદવાળો તપ જિનવચનાનુસાર કરવામાં આવે તો જિનનું સર્વ વચન વીતરાગતાને ઉલ્લસિત કરે તે પ્રકારે તે તે ક્રિયા કરવાનું વિધાન કરનાર હોવાથી વીતરાગતાને અનુકૂળ ભાવોથી નિયંત્રિત બને છે અને તેવા ભાવોથી પ્રાપ્ત થયેલ દઢતાવાળા એવા જે તપ વડે અંતરંગ અને બાહ્ય શત્રુશ્રેણી નાશ થાય છે. જેમ ભરતરાજાએ ભૂતકાળમાં સંયમનું સેવન કરી મહાતપ કર્યો તેના કારણે આ ભવમાં બાહ્ય શત્રુની શ્રેણી નષ્ટપ્રાય થઈ. તેથી સુખપૂર્વક ચક્રવર્તીપણાને પામ્યા અને અંતરંગ શત્રુની શ્રેણી પણ નષ્ટપ્રાયઃ થઈ, તેથી નિમિત્તને પામીને સુખપૂર્વક અરીસાભવનમાં કેવલજ્ઞાનને પામ્યા. આ રીતે ઉત્તમભાવોથી પ્રાપ્ત થયેલા દઢતાવાળા જે તપથી બાહ્ય અને અત્યંતર શત્રુશ્રેણી નાશ થાય છે તે તપને હું વંદન કરું છું એમ કહીને મહાત્મા તે તપ પ્રત્યેના પોતાના રાગભાવને અતિશયિત કરે છે. વળી, તે તપના સેવનથી પ્રગટ થયેલા વૈભવવાળી લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રગટ થાય છે જેમ ગૌતમસ્વામીને અનેક લબ્ધિઓ પ્રગટ થયેલી. વળી, તે તપ સ્વર્ગ અને મોક્ષ આપવામાં સમર્થ છે અને વિશ્વવંદ્ય છે; કેમ કે આત્માની નિર્મલ પરિણતિ સ્વરૂપ છે તેવા તપને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે કહીને મહાત્મા ઉત્તમફલને આપવા સમર્થ એવા ઉત્તમ અધ્યવસાયોથી સંવલિત બાર પ્રકારના તપ પ્રત્યેના પોતાના પક્ષપાતની વૃદ્ધિ કરે છે જેથી પોતે પણ તેવા ઉત્તમફલને આપનારા નિર્મલ તપને સેવીને સંસારસાગરના પારને શીધ્ર પ્રાપ્ત કરે. આવા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy