SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦. શાંતસુધારસ સમુદાયને ધારણ કરનાર પવિત્ર એવા બ્રહ્મવ્રતને તું અંગીકાર કર. આ પ્રકારે આત્માને ઉદ્દેશીને ભાવન કરવાથી અનાદિની કામસંજ્ઞાની વૃત્તિ પર આત્માનો વિજય થાય છે. જેથી સંવરની પ્રાપ્તિ થાય છે. વળી, બ્રહ્મચર્યવ્રત જેઓને પ્રકૃતિગત થયેલું છે, એવા મહાત્માઓને અન્ય સર્વ ઇન્દ્રિયો વશ કરવી અતિસુગમ પડે છે તેથી બ્રહ્મચર્યવ્રત ગુણોના સમુદાયને કરનાર છે તેવા બ્રહ્મવ્રતને તું ધારણ કર. વળી, જેઓનું ચિત્ત વિકાર વગરનું છે તેવા મહાત્માઓ યોગમાર્ગમાં સુખપૂર્વક યત્ન કરી શકે છે, માટે બ્રહ્મવ્રત પ્રત્યેના પક્ષપાતને અતિશય કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે તું વિમલ એવા બ્રહ્મવ્રતને ધારણ કર. વળી, જેમ રત્નનો સમુદાય સુખનું કારણ છે તેમ ગુરુના વંદનથી કહેવાયેલો ઉપદેશ સુખનું કારણ છે માટે તે તેનો સંગ્રહ કર. આ પ્રકારે ભાવન કરીને ગુણવાન ગુરુના જિનવચનાનુસાર ઉપદેશને સાંભળીને તેને સ્થિર કરવા માટેનો દઢ યત્ન થાય તેવું સદ્વર્ય ઉલ્લસિત કરવા માટેમહાત્માઓ યત્ન કરે છે. આવા બ્લોક : संयमवाङ्मयकुसुमरसैरतिसुरभय निजमध्यवसायम् । चेतनमुपलक्षय कृतलक्षणज्ञानचरणगुणपर्यायम् ।।शृणु० ७।। શ્લોકાર્ચ - સંયમરૂપ વાણીમય કુસુમના રસ વડે પોતાના અધ્યવસાયને તું અતિ સુગંધિત કર. કરાયેલા જીવના લક્ષણવાળા એવા જ્ઞાન, ચારિત્રરૂપ ગુણના પર્યાયવાળા ચેતનને તું જાણ. IIછના ભાવાર્થ વળી, મહાત્મા સંવરભાવને અતિશય કરવા અર્થે આત્માને કહે છે –સંયમરૂપી વાણીના કુસુમરસ વડે તું તારા અધ્યવસાયને અતિ સુગંધિત કર. તેથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાના યોગોને સંવરભાવથી સંવૃત કરીને આત્માના અસંગભાવની વૃદ્ધિ થાય એ પ્રકારના સંયમના પરિણામના સ્વરૂપને કહેનાર જે શાસ્ત્રવચન છે તે ઉત્તમ કુસુમની જેમ સુંગધને આપવાવાળાં છે. તેના રસથી તું આત્માને તે રીતે વાસિત કર કે જેથી તારો અધ્યવસાય સદા મોહના મલિન ભાવોને છોડી અતિ સુંગધમય આત્માના સંવરભાવને પ્રાપ્ત કરે. આમ કહીને મહાત્મા પોતાનું સર્વીર્ય મુક્તિને અભિમુખ ઉલ્લસિત કરે છે. વળી, પોતાને ઉદ્દેશીને કહે છે કે તારો જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ જે ગુણપર્યાય છે તે સ્વરૂપ તારો આત્મા છે. તેને તું સ્મૃતિમાં લાવ જેથી જ્ઞાન અને ચારિત્રના પરિણામ સ્વરૂપ આત્માને છોડીને અસાર એવા પુદગલના ભાવમાં તારું ચિત્ત જાય નહીં. આ પ્રમાણે આત્માને કહીને પોતાના જ્ઞાનસ્વભાવને અને જ્ઞાનસ્વભાવમાં વિશ્રાંતિ કરવા સ્વરૂપ ચારિત્રસ્વભાવને સ્મૃતિમાં લાવીને તેમાં તન્મય થવા મહાત્મા યત્ન કરે છે. જેથી ચિત્ત સંવરસંવરતર અવસ્થાને પામે. IIળા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy