SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૫ ચંડપુત્ર કથાનક આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં લક્ષ્મીમંદિર નામનું નગર છે અને જ્યાં દેવકુલો અને કુલપુકુલો ઉંચા-ઉચ્ચ કોટીના વંશ૨ક્ષક કુલો છે, ધવલગૃહો અને સત્પુરુષોના ચરિત્રો નિર્મલ છે. વ્રીહિ-ચોખા સ્નિગ્ધ૨સની પ્રધાનતાવાળા છે, અને સજ્જનોની પ્રીતિ સ્નેહ પ્રધાનતાવાળી છે, બહારની વાવડીઓ સ્વભાવથી ઊંડાણવાળી છે. અને ઘરમાં ખાઈ અને ઘરવાળી-ગૃહીણી સ્વભાવથી ગંભીર છે, કિલ્લો, કિલ્લાના દ્વારની ભીંત અને સ્ત્રીઓ રત્નોથી શોભનારી છે. અને વળી - જ્યાં રતિના રૂપને જિતનારી સ્ત્રીઓ વસે છે, અને પુરુષવર્ગ કામદેવના રૂપશોભાને પણ પરાસ્ત કરનારો છે. આ બાબતમાં ઘણું કહેવાનો શો મતલબ ? જે જે શક્ય છે તે બધું જ અહીં છે. સમસ્તનગર શોભાના સમુદયના સારમાંથી જાણે આ નગર બનાવેલ ન હોય ? ।।૨। અને ત્યાં અભિમાની શત્રુરૂપી હાથીઓના કુંભસ્થલને વિદારવા ફાડવા માટે સિંહસમાન સકલ કલામાં કુશલ જિતારી નામનો રાજા છે. ગા આખાયે રાણીવાસમાં પ્રધાન તારા નામની તેની રાણી છે, તેને ચંડપુત્રનામે પુત્ર છે. II૪ તે સ્વભાવથી જ અતિશય ગરમ-પ્રચંડ, નિર્દય, દાક્ષિણ્ય વગરનો બીજાનો અપકાર કરનાર, જેનું મન પ્રાણીઓનો નાશ કરવામાં જ ૨મે છે. અને વળી..... બધા જ દોષનું નિવાસ સ્થાન, સમસ્ત જીવોને મારવામાં ઉત્સુક, વિષવૃક્ષની જેમ તે ચંડપુત્ર કુમાર વૃદ્ધિ પામી રહ્યો છે. પા સમાનરૂપ યૌવન-લાવણ્ય ગુણોથી ભરપૂર એવી ચંડશ્રી નામની કન્યા સાથે પરણાવ્યો, તે પણ ભરતારના અનુરૂપ ગુણવાળી છે. કેવી રીતે તે દર્શાવે છે... કુર, પ્રચંડ-ગરમ મગજવાળી, જીવોનો વધ ક૨વામાં રસ ધરાવનારી, ભયંકર સ્વભાવવાળી, મધ મદિરા માંસમાં લાલસાવાળી, અનેક શાકિની મંત્રને જેણે શીખ્યા છે, IIII તેઓ બન્ને એક સરખા સ્વભાવવાળા હોવાથી અરસ પરસ અનુરાગવાળા તેઓનો સમય પસાર થાય છે. એક દિવસ પોતાના આયુષ્યકર્મનો ક્ષયથવાથી રાજા મરણ પામ્યો ત્યારે મંત્રીમહામંત્રી સામંતોએ તે ચંડપુત્રને જ રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પ્રચંડ શાસનવાળો રાજા થયો. રાજ્ય લક્ષ્મીનું પરિપાલન કરતો શિકાર ખેલે છે. ખોટું બોલે છે, ચોરીનું ગ્રહણ કરે છે. ચોરી કરે છે, પરના૨ીઓને ભોગવે છે, રાત્રે ખાય છે, દ૨૨ોજ પોતાની ગોત્ર દેવી ચામુંડાને એક એક પશુ અર્પણ કરે છે. મદિરા દ્વારા તૃપ્ત કરે છે, જાતે પણ સતત મદિરા પીએ છે. એ પ્રમાણે તે જ ચંડશ્રી રાણી સાથે ભોગ ભોગવતા તે રાજાને એક પુત્રી થઈ. તે ગર્ભમાં હતી ત્યારે માતા શાંત થઈ તેથી તેનું શાંતિમતિ નામ પાડ્યું. તે મોટી થતા સર્વ ગુણનો ભંડાર બની. અને વળી.... શરમાળું, વિનીત, પ્રશાંત ચિત્તવાળી, સુરૂપાળી દઢશીલ અને સત્ત્વવાળી, પ્રિય બોલનારી, નમ, દક્ષ નિષ્કપટી, સુશોભિત, સર્વપ્રકારની શુદ્ધિવાળી, સૌભાગ્ય- ભાગ્યવાળી, ઘણું કહેવાથી તે બધા ગુણોનું ઘર છે. ।।૮। આ બાજુ તે જ નગરમાં ધનપતિ નામે શેઠ વસે છે, તે મિથ્યાત્વી છે. તે મિથ્યાત્વથી મુગ્ધ બનેલ બુદ્ધિવાળો, પાપી, ભયંકર રૌદ્રપરિણામવાળો છે, ત્યાં બીજો પણ એક જિનપાલનામનો પ્રખ્યાત શેઠ છે. ।।૪। તે કેવો છે...
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy