SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૧ કુમારે કહ્યું એમાં ચિંતા કરવાનું શું કામ છે ? અમે વારાણસી કટક રાજા પાસે જતા રહીશું. એમ બોલી તેઓ વારાણસી ગયા. નગરીમાં પેસી વરધનુએ બધી બિના (રાજાને) કહી સંભળાવી. તે સાંભળી ઉતાવળે પગલે સંમુખ નીકળી મોટા ઠાઠ-માઠથી કટકરાજાએ કુમારને પ્રવેશ કરાવ્યો. ચતુરંગ સેના સમેત પોતાની કન્યા કટકવતી આપી. દૂત દ્વારા જાણ કરાવતા પુષ્પફૂલરાજા અને કણેરુદત્ત રાજા મહામંત્રી ધનુની સાથે અને બીજા પણ ચંદ્રસિંહ ભગદત્ત, તુડિત્હત્ત. સિંહરાજ પ્રમુખ રાજાઓ આવ્યા. વરધનુને સેનાધિપતિ તરીકે નીમ્યો. દીર્ઘરાજા ઉપર મોકલ્યો. સતત પ્રયાણ કરવા દ્વારા એકદમ નજીક પહોંચી ગયો. તે જાણી દીર્ઘરાજાએ કટકરાજા ઉપર દૂત મોકલ્યો તેમની પાસે જઇ દૂત કહેવા લાગ્યો કે..... એક ગામના રહેવાસીને સજ્જનો ભાઈ જેવો માને છે. જ્યારે વળી આપણે તો સાથે જન્મેલા વગેરે ચાર પ્રકારની મિત્રતાથી મિત્ર છીએ ॥૧૪૨॥ તેને વળી પોતાની જાતિના દોષથી સરખુંસાથે રમેલા –જન્મેલા વગેરે બધુ ભૂલી જઇને એકાએક કેવી રીતે અત્યારે વૈરી થઈ ગયો ? ।।૧૪। આ સાંભળી કટકરાજા બોલ્યો કે..... બ્રહ્મરાજા સહિત આપણે ચારેય મિત્ર હતા એ વાત સાચી, કારણ કે આપણે સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે રમ્યા અને સાથે પરણ્યા. બ્રહ્મરાજા પરલોક સીધાવ્યે છતે હે દૂત ! તારા સ્વામીને યોગ્ય જાણી બ્રહ્મરાજાના પુત્રનું પાલન કરવા મૂક્યો. (૧૪૫) તે એકલા તેનું પાલન કરતા તારા સ્વામીએ રાજ્યને નહીં, પરંતુ અંતઃપુર, નગર,પોતાનું કુલ, સર્વને દૂષિત કર્યા. તેથી ભો દૂત ! સામાન્ય પણ પ૨ના૨ી વર્જવી જોઇએ, તો વળી મિત્રભાનું તો પુછવું જ શું ? વળી તે દીર્ધ પોતાની બધી ચેષ્ટાઓનો વિચાર કર્યા વિના અમને જ ઠપકો દેવા લાગ્યો. તો આ દૂતવ્યવહારનો શો. મતલબ ? અત્યારે પોતાના મનને જે ગમે તે કરો. એમ કહી દૂતને વિદાય કર્યો. સ્વયં પોતે સર્વસામગ્રી સાથે વરધનુ પાસે આવી પહોંચ્યો. દીર્ઘ પણ દૂત વચન સાંભળી બીજો કોઈ ઉપાય નથી એમ વિચારતો સામે ચાલ્યો. યુદ્ધ ચાલુ થયું. તે યુદ્ધનું વર્ણન..... તીક્ષ્ણ ખુરીથી ધરણીતલને ઉખેડનાર ઘોડાના સૈન્ય વડે, ગળાની ગર્જનાથી આકાશ બહેરું બનાવનાર હાથીના સમૂહવડે, ઉત્તમ કોટિના શસ્ત્રોના-સમૂહ શસ્ત્ર સરંજામથી ભરપૂર જપતાકા જેમાં ઘૂમરી ઘાલી રહી છે એવા રથસમૂહવડે, યુદ્ધ માટે આહ્વાહન કરવુ, હુંકાર કરવા, ગર્જના કરવી ઇત્યાદિ અનેક જાતના અવાજોથી પ્રચુર એવા પાયદળ વડે (૧૪૮) ચારે બાજુ ફેલાયેલ પ્રલયકાળના સાગર સરખા દીર્ઘરાજાની આવા પ્રકારની સેનાએ બ્રહ્મદત્તના સૈન્યને આવરી લીધું. હવે ક્ષણ-પલવારમાં ચિત્તનો ઉત્સાહ ભંગાયો નથી પણ મોટા ભારેખમ પ્રહારોથી હણાયેલ કુમારના સૈન્યને શ્રી દીર્ઘરાજાના સૈન્યે ભાંગી નાંખ્યું ૧૫૦ગા પોતાના સૈન્યને ભંગાતુ દેખીને યુદ્ધની ઉતાવળથી પુલકિત રોમરાજીવાળો કુમાર પોતાના સૈન્યને આશ્વાસન આપી બાણ સમૂહની ધારાથી વરસવા લાગ્યો: (૧૫૧) જલધારાથી હણાયેલ સ્થૂલ ધૂળના પડલની જેમ બાણાવલિની ધારાથી હણાયેલ દીર્ઘનું સૈન્ય નાશી ગયું. (૧૫૨)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy