SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદકની કલમે.. પરમાત્માનું શાસન નિર્મલ બનવા માટે છે. તેમાં સર્વપ્રથમ મલિન બનાવવામાં મૂળભૂત કારણ છે મિથ્યાત્વ. તે જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી પવિત્ર થવાની સંભાવના પણ ન કરી શકાય. “મારે નિર્મલ થવું છે' એ ભાવ-ઝંખના જગાડવી જરૂરી છે. તેનાં માટે મિથ્યાત્વની ભયાનકતા અને નિર્મલતાનો ફાયદો સામે દેખાવો જરૂરી છે. આ બંનેનાં આબેહુબ દર્શન કરાવતાં એવાં અનેક શાસ્ત્રીય દાખલા આ પ્રકરણમાં ટાંકવામાં આવ્યા છે. નિર્મલતા-આત્મશુદ્ધિ કરવાનો ઉપાય અને શુદ્ધિ પછી તે વિશુદ્ધિ સદા ટકી શકે એનાં માટે અતિ ઉપયોગી છે– સાતક્ષેત્રની સેવાભક્તિ. હવે તે તે ક્ષેત્રની યથાયોગ્ય ભક્તિ થાય તો જ તે પરિપૂર્ણ ફળ આપનારી બને છે. આ પ્રકરણ બે ભાગમાં વિભાજિત છે. તેમાં પ્રથમ ભાગમાં ચાર સ્થાન દર્શાવ્યા છે. શેષ બીજા ભાગમાં, તેમની સેવા ભક્તિ કેવી રીતે કરવી. તેનું શું શું ફલ મળે ? તે બધુ અહીં દર્શાવવામાં આવ્યું છે. વિશેષ જ્ઞાનતો ગ્રંથ વાંચવાથી પ્રાપ્ત થશે. મારે વાત કરવી છે અનુવાદની, મારા જીવનની સાહિત્ય યાત્રાનો પ્રારંભ આજ ગ્રંથના પ્રથમ ભાગથી વિ. સં. ૨૦૫૧માં થયેલો. એના પછી વિ.સં. ૨૦૫૮માં રાજનગરમાં પંડિતવર્ય શ્રી જીતુભાઈનો સમાગમ થવાથી મૂળગ્રંથનાં પ્રકાશનની વાત કરી. ગુરુદેવશ્રી આચાર્ય રત્નાકર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મંદ પડેલું પ્રકાશન કાર્ય વેગવંતુ બન્યું અને વાચકવર્ગ સામે તે પ્રકાશિત થયું. તે ગ્રંથના બીજા ભાગને વાંચતા જ મને અંતર પ્રેરણા સ્તૂરી અને તેનો અનુવાદ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં હજી આ ભાગ અપ્રગટ હોવાથી અનુવાદ કાર્ય ધીમું ચાલ્યું. વચ્ચે આવશ્યક નિર્યુક્તિનું કામ આવી જતાં સમય ઘણો લંબાઈ ગયો. પણ પાછા અમદાવાદ આવતાં સાધ્વીજી શ્રી મૌલિકરત્નાશ્રીજીએ પૂરો ગ્રંથ જોવાનું માથે લીધું. તેથી વેગ આવ્યો. અને નિરંજનાબેને સંશોધન કામ હાથમાં લઈ ઉત્સાહ વધાર્યો. પ.પૂ.આ.વિ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની સતત વરસતી અમીવૃષ્ટિથી આ સાહિત્ય યાત્રા આગળ વધી રહી છે. .પૂ. ગુરૂદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મંદગતિમાં વેગ આવ્યા કરે છે. અને ગુરૂભ્રાતા મુનિશ્રી રત્નત્રયવિજયજી મ. દરેક કાર્યમાં સહાયક બની મારા કાર્ય ભારને હલકો કરી દે છે. તે બધાનાં ફળ સ્વરૂપ આ અનુવાદ આપની સમક્ષ પ્રગટ થઈ રહ્યો છે. આની ભાષા પ્રાકૃત હોવાથી કથાનકનાં તાત્પર્યનો વાચકવર્ગને શીઘ બોધ થવો મુશ્કેલ પડે. તે વાચક વર્ગને બોધમાં સરળતા પડે એ જ ઉદ્દેશથી આ ગ્રંથનો અનુવાદ કરવામાં આવ્યો છે. અનેક શાસ્ત્રીય દાખલા અને તાત્વિકવાતોનાં વાયુને હૈયારૂપી ફુગા(ટ્યુલ)માં ઉતારી આ ભવસાગરથી પાર ઉતરીએ એજ શુભેચ્છા.... મુનિરત્નજયોતવિજય ૨૦૬૦ સાતારા (મહારાષ્ટ્ર)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy