SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ થયો, મગધદેશના સીમાડે રહેલા એક ગામમાં પહોચ્યો. તેને ત્યાં પ્રવેશ કરતા સભામાં રહેલા ગામ ઠાકુરે દેખ્યો. આ કોઈ સામાન્ય પુરુષ નથી એમ વિચારતા પોતાના ઘેર લઈ ગયો. આવાસસ્થાન આપ્યું. બેસેલા કુમારને ઠાકુરે પૂછયું “હે મહાનુભાવ ! તું શોકગ્રસ્ત કેમ દેખાય છે ?” બ્રહ્મદત્તે કહ્યું, “આ આમ જ છે, કારણ કે મારો ભાઈ ચોરોની સાથે યુદ્ધ કરતો હતો. જણાતું નથી કે તેનું શું થયું તેથી મારે તેને શોધવા ત્યાં જવાનું છે.” ઠાકુરે ખેદથી કહ્યું જો આ જંગલમાં હશે તો હું (માહિતી) મેળવી લઈશ.” એમ કહીને પોતાના માણસો મોકલ્યા. જઈને પાછા ફરેલા તે માણસોએ કહ્યું કે અમે કોઈને ક્યાંય પણ સાક્ષાત જોયો નથી. માત્ર પ્રહારથી પડેલું આ બાણ મળ્યું છે. તેમના વચન સાંભળવાથી “ખરેખર તેને મારી નાંખ્યો છે.” એમ પરિકલ્પના કરી ઘણા શોકથી વ્યાકુલ થયેલા મનવાળા તેની ઉપર રાત્રિએ આક્રમણ કર્યું (એટલે રાત્રિભયાનક બની તેને દુઃખ દેવા લાગી) પત્ની સાથે રહ્યો. તેટલામાં એક પહોર રાત બાકી રહેતા એકાએક તે ગામમાં ચોરોએ ધાડ પાડી. કુમારના પ્રહારથી પીડાયેલી તે ભગ્ન થેયલી (ચોરવાડ) ઊંભી પૂંછડીએ ભાગી. સમસ્ત ગામના અધિષ્ઠિત- ગામના સ્વામી દ્વારા કુમારને અભિનંદન અપાયા. સવારે ગામઠાકુરને પૂછી રાજગૃહનગરી તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે (ત્યાં) પહોંચ્યો ત્યાં નગરની બહાર પરિવ્રાજિકાના આશ્રમમાં રત્નપતીને રાખીને જેટલામાં ત્યાં પ્રવેશ કરે છે, તેટલામાં એક મોટા મહેલમાં તપ્ત સુવર્ણના પૂંજ સરખા ઉજ્જવલ શરીરવાળી નવયૌવનથી ભરપૂર (શોભતી), સોળે શણગાર સજેલી બે સ્ત્રી જોઈ. અને તેઓ બોલી ભરતારમાં અનુરાગી માણસને મૂકીને એમ ભમવું કંઈ યોગ્ય નથી. એમ કહેવાથી કુમારે કહ્યું “અનુરક્ત ભર્તા કોણ છે ?” અથવા ક્યાં કોને છોડ્યો, અથવા હું કોણ છું ? તેઓ બોલી “આવો અને મુહૂર્ત-ઘડીકવાર વીસામો લો.” ત્યારે કુમારે તેમાં પ્રવેશ કર્યો. સ્નાન ભોજન વગેરે બધા વ્યાપાર કરીને સુખેથી બેઠેલા તે કુમારને તે બને કહેવા લાગી હે મહાભાગ ! અહીં જે કહેવાનું છે તે સાંભળો – રત્નમય ઊંચાશિખર ઉપર રહેલ જિનાલયથી ભૂષિત, દેવયુગલ, મંત્રસિદ્ધ ઈત્યાદિના યુગલને રમવાનું સ્થાન, બધા વિદ્યાધરોનું નિવાસસ્થાન, રજતમય વૈતાઢય પર્વત છે. અને તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામનું નગર છે. અને તેમાં વસતા મોટા વિદ્યાધર રાજાઓના મુકુટની માલાથી ચમકાવવામાં આવ્યા છે ચરણ યુગલ જેના, એવો જુવલનશિખ નામનો રાજા છે. તેને હૃદયની અત્યંત હાલી વિદ્યુતશિખા નામની રાણીના નષ્ટઉન્મત નામના પુત્રની પાછળ ઉત્પન્ન થયેલી નાની બહેનો) અમે બન્ને પુત્રી છીએ. યૌવનને પામ્યા છીએ. એક દિવસ અમારા પિતા શ્રેષ્ઠ હવેલીના તળીએ (ઉપરી ભાગમાં) અગ્નિવાત, અગ્નિશિખ નામના વિદ્યાધર મિત્રો અને અમારી સાથે વિવિધ કથા કરતા રહેલા છે. તેટલામાં પોતપોતાની દેહ પ્રભાના સમૂહથી ઉજવલિત કર્યું છે આકાશ આંગણું જેમણે, વિવિધયાન-વિમાનમાં આરુઢ થયેલ એવા સુરસમૂહને અષ્ટાપદ પર્વત તરફ પ્રસ્થિત થયેલું જોયું. અને તે દેખી “આપણે પણ ચૈત્યવંદન કરવા જઇએ” એમ બોલતો રાજા અમારી અને વિદ્યાધર મિત્રોની સાથે વિમલ તલવાર સરખા સ્વચ્છ આકાશમાં ઉપડ્યા. ત્યાર પછી અષ્ટાપદ પર્વતે પહોંચ્યા. વિવિધ રત્નમણિ શિલાના સંઘાતથી નિર્માણ કરાયેલ સિદ્ધાયતન જોયું. ભગવાનની પ્રતિમાઓ વાંદી. દેવો દ્વારા કરાયેલ સ્નાનપ્રક્ષાલન પૂજન નાટક વગેરે દેખીને તે પ્રભુપ્રતિમાની સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે....
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy