SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ પિતાશ્રીને ચરણમાં વાંદવા ગઇ. પિતાએ પણ દેખીને મને કહ્યું હે પુત્રી ! મારે બધા રાજા વિરોધી છે, તેથી તે આ પલ્લીમાં સ્વયંવરા જે કોઈ પોતાને મનગમતો પુરુષને આવેલો દેખે તે મને કહેજે. તેથી હું પણ ત્યારથી માંડી સરોવર તટે રહેલી દરરોજ સરોવરતટે આવનાર (આવેલ) પુરુષોને જોઉં છું. જેટલામાં મારા ભાગ્યથી તમે પધાર્યા. તેથી આ બિનામાં આ કારણ છે. “એ પ્રમાણે ત્યાં સુખથી તે કુમાર રહે છતે પલ્લીનાથ ગામમાં ધાડ પાડવા ગયો. ત્યારે કુમાર પણ તેની સાથે ગયો. ત્યારે ગામ લુંટતા છતાં કમલ સરોવરની પાસે રહેલા કુમારને વિકટ વનમાંથી નીકળીને અને ઓળખીને વરધનુ કંઠે વળગ્યો, છુટા કંઠે રડતા વરધનુને શાંત-સ્વસ્થ કર્યો. એક ઠેકાણે છાયામાં સાથે બેઠા અને વરધનુએ પુછ્યું કે “હે કુમાર ! ત્યારે મારાવડે ભાગવાનો સંકેત કર્યો છતે તે શું શું અવસ્થાંતર પામી, - કેવી કેવી દશામાંથી પસાર થયો એ બધુ મહેરબાની કરી કહી બતાવો.” કુમારે પણ બધુ કહીને આ વરધનુને કહ્યું કે અત્યારે તું પણ પોતાનો વૃત્તાંત કહે. વરુધનુએ પણ જેવી તમારી આજ્ઞા એમ કહીને કહેવાની શરૂઆત કરી કે “હે કુમાર ત્યારે તમને વડ છાયામાં મૂકીને હું પાણી શોધવા ગયો થોડાક આંતરે મેં મોટુ સરોવર જોયું અને વળી .. . કારંડનામનું પંખી, સારસ, હંસ - ચક્રવાક્ર-ચકવોચકવી વગેરે પંખી વર્ગથી સતત સેવાતું મોટા સાગર જેવા વિસ્તારવાળું સરોવર હતું (૧૦૬) અને તે સરોવરને દેખી “હું જીવ્યો” એમ માનતો તારા નિમિત્તે પાણીના બે કમલદલના પડિયા ભરી “હું પણ પાણી પીલઉં” એથી હથેળી ઉપાડી અને તેટલામાં તમને યાદ કરીને વિચાર્યું... દુઃખ વ્યસનમાં પડેલા તૃષ્ણાથી અભિભૂત, શત્રુઓથી ઘેરાયેલા અશરણ એવા પોતાના સ્વામી હોતે છતે હે જીવ ! તને ધિક્કાર હો, તું કૃતઘ્ન છે કે સ્વામીના એ કરેલા સુકૃતને ભૂલી જઈ તે પ્રભુ વિના જ જલપાન દ્વારા જીવવા ઇચ્છે છે. એ પ્રમાણે તારી ચિંતાથી ઉપજેલ તીવ્ર સંતાપવાળો પાણી પીવાનું છોડી સરોવરથી નીકળ્યો ૧૦૦-૧૦૯ છે અને જેટલામાં તારી પાસે જવા પ્રવૃત્ત થયો તેટલામાં એકાએક કવચ વગેરેથી તૈયાર થયેલ યમરાજના દૂત સરખા દીર્ઘરાજાના સુભટોએ મને માર માર્યો, અને નિર્દયતાપૂર્વક બાંધ્યો. રે રે વરધનુ બ્રહ્મદત્ત ક્યાં છે? એ પ્રમાણે વારંવાર બોલતા તે સૈનિકો મને પોતાના સ્વામી પાસે લઈ ગયા. અને તે સેનાપતિ મને દેખીને ઊભો થઈ સંભ્રમ પૂર્વક “ભટ્ટ પુત્ર જય પામો” એ પ્રમાણે જયકાર કરી બંધન છોડાવી કહેવા લાગ્યો કે હે મહાભાગ! હું તારા પિતા પાસે ભણ્યો છું. તું મારો ભાઈ છે, હું કોશલાધિપતિની સેવામાં લાગેલો છું, તેથી તું કહે કુમાર ક્યાં છે? મેં કહ્યું હું જાણતો નથી. ત્યારે તે સેનાપતિએ રોકવા છતાં પણ તે સૈનિકોએ મને ઘણોજ માર માર્યો. પીડાતા એવા મેં કહ્યું કે જો તમારો ઘણો જ આગ્રહ હોય તો (સાંભળો) કુમારને વાઘ ખાઈ ગયો, તે સુભટોએ કહ્યું તે પ્રદેશ બતાવ, ત્યારે અસમંજસ-આડા અવળા ડગ ભરતો હું તારી નજરમાં આવ્યો. “તું ભાગી જા” એમ તને સંકેત કરી પરિવ્રાજક આપેલી ગુટિકા મેં મોઢામાં નાખી. તેના પ્રભાવથી નાશ પામેલી ચેતનાવાળો હું મરેલા જેવો થઈ ગયો. તેથી તેઓ આ તો મરી ગયો છે, એમ સમજી ચાલ્યા ગયા. હું પણ તેઓને ગયાને ઘણીવારલાંબો સમય થતા ઊઠીને તને શોધવા લાગ્યો. તને નહિ જોતા હું ઘણો જ પરિતાપ કરવા લાગ્યો, અને વળી કુમારનું કેવું થતું હશે, કોને બોલતો હશે, તેને બોલતા માત્ર (પાણી વિગેરે) કોણ આપતું હશે ? ક્યાં અને કોની પાસે રહેતો હશે, મુગ્ધ તે પોતાનું મોટું કોને બતાવતો હશે ?
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy