SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ “મારું કામકાજ સિદ્ધ થઈ ચૂક્યું છે. કારણ કે કુમારો કળામાં તૈયાર થઈ ગયા છે. પરંતુ આ દુષ્ટ પાપી ભ્રષ્ટ થયેલો મારી પત્નીને ભોગવે છે. () તેથી અત્યારે આને મારી નાખું, જેથી રાજા દેશ પણ માન્ય કર્યો કહેવાશે.” તેનો વધ કરવાના પરિણામવાળો તે ચંડાલ અવસર જોતો રહેલો છે. (૯). તે વાતને કુમારોએ જાણી. આ અમારા ખરેખર ઉપાધ્યાય છે. એમ વિચારી એકાંતમાં રહેલા તે મંત્રીને ભૂતદિનના કાર્યને–વિચારને કહે છે. (૧૦) તે જ સમયે મરણથી ગભરાયેલો મંત્રી પણ ગુપ્ત રીતે નીકળીને પલાયન થયો છતો હસ્તિનાપુર પહોંચ્યો. (૧૧) અને ત્યાં નમસ્કાર કરતા ૩૨,૦૦૦ મુકુટબદ્ધ રાજાઓની મસ્તક માલાથી શોભિત ચરણ યુગલવાળો, ભરતના છ ખંડનો સ્વામી સનકુમાર ચક્રી વસે છે, અને નમુચિના બુદ્ધિમાહાસ્યથી ખુશ થયેલ તે ચક્રિએ નમુચિને મંત્રીપદે સ્થાપિત કર્યો. અને આ બાજુ તે ચિત્ર અને સંભૂતિ ચંડાલપુત્રો ઉત્કૃષ્ટ રૂપ યૌવન કલાકૌશલ્ય વગેરે ગુણોથી ઘણી જ પ્રસિદ્ધિને પામ્યા. એક વખત બધા નરનારીના કામને ઉત્કટ કરનાર-વધારનાર વિવિધ શૃંગારના પ્રકારથી પ્રચુર યુવાન યુવતીને ક્રીડા રસ શિખવવામાં વિશેષ ઉપાધ્યાય સમાન એવો વસંતમાસ આવ્યો. અને ત્યારે રમવા માટે સમસ્ત યુવાન વર્ગ પ્રવૃત્ત થયો. અને વળી... આંબાની કળી-પુષ્પમાં આસક્ત મનોહર કોયલના મધુર આવાજથી રમણીય, કામના અભિમાનને વશ બનેલા કામિની અને કામુકો જયાં રમણીય ક્રીડા કરી રહ્યા છે, વિકસિત પુષ્પમાં લાલચુ એવા ભમરાઓ જેમાં ઝંકારનું સંગીત કરી રહ્યા છે, સુરભિસુગંધ શીતલ મલય પર્વતના પવનથી કામને પ્રદીપ્ત કરવામાં આવી રહ્યો છે. (૧૨) વિયોગી જીવોને આધીન કરનાર આવા પ્રકારની વસંતઋતુ પ્રાપ્ત થયે-આબે છતે પોતપોતાની ઋદ્ધિ સમૂહથી ભરપૂર ધર્મનો વિલોપ કરવા (કરનાર) નગરજનો ક્રીડા માટે નીકળ્યા. (૧૩) નગરજનો બહાર નીકળી રહ્યા છે, યુવાનો સેંકડો હર્ષ-ક્રીડા કરી રહ્યા છે, યુવતિઓ ઝુલાહિંચકા રમી રહી છે. (૧૪) તંત્રીતાલ અને વીણાના શબ્દથી મિશ્રિત કાનને સારું લાગે તેવું સંગીત-ગાન ગાઈ રહી છે, અને મૃત્યુ વિશેષ કરનારી ટોળકી મૃદંગના શબ્દની સાથે નાચે છે. (૧૫). કામિની સ્ત્રીઓ ઉત્કંઠિત બને તે રીતે ચિત્ર નાચે છે અને સંભૂત ગાય છે, અને ક્યારેક સંભૂત નાચે છે અને વળી ચિત્ર ગાય છે. (૧૬) એ પ્રમાણે નાચતા તેઓ નગરમધ્યે આવ્યા, અને ક્ષણવારમાં નગરવાસીઓના નાટક ભાંગી પડ્યા અને તે બન્નેના ગીત વાજિંત્ર અને નૃત્યનાં રંગથી પ્રાય:કરીને બધા નગરજનો આસક્ત થઈ ગયા, તેથી ચતુર્વેદ - બ્રાહ્મણ લોકો વિચારવા લાગ્યા કે આ અનાર્યોએ આખી નગરી ભ્રષ્ટ - નાશ કરી, તેથી રાજાને જણાવીને નગરીમાં પ્રવેશનો નિષેધ કર્યો. (૧૯) તેથી હતાશ અને ઉદાસ મનવાળા તેઓ બન્ને પોતાના ઘેર ગયા. ફરીવાર ક્રીડારસથી ભરપુર વસંત મહોત્સવ આવે છતે ઘેર નહી રહી શકવાથી રાજાજ્ઞાને ગણકાર્યા વિના, લોક વિરુદ્ધની આલોચના કર્યા વિના, પોતાનું નીચપણ - વિચાર્યા વિના નગરમધ્યે પ્રવેશ્યા. અને ત્યાં વિવિધજાતની ક્રીડાને દેખતા એવા તેઓના મોઢાને તોડીને-પહોળુકરીને ગીત નીકળી ગયું, જેમ શિયાળિયાને બીજા
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy