SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૧ વિચારણા કરી તેઓએ ત્રીજુ શિખર ફોડ્યું અને ત્યાં તો રત્નરાશિ જોયો. અને વળી. ફેલાતા = ઝગારા મારતા પોતાના કિરણોના સમૂહથી સૂર્ય કિરણના પ્રસારને રોકનાર, ઘણા વર્ણવાળો રત્નનો ઢગલો તેઓએ ત્યાં પ્રાપ્ત કર્યો. (૯૧) તેથી ઘણું સોનું છોડી રત્નના ગાડા ભર્યા. સ્વસ્થ બનેલા ચોથીવાર બોલવા લાગ્યા. કે... પહેલામાં પાણી બીજામાં સોનું, ત્રીજામાં રત્નો મેળવ્યા તેથી ચોથા શિખરને પણ ભેદીએ કે જેથી વજાદિ મેળવીએ. ત્યારે તેમાંથી એક બુદ્ધિશાળી, પરિણત વયવાળા વણિફ - વ્યાપારીએ કહ્યું કે “ભો ! ભોળાભાઈઓ ત્રીજાથી જ તમારું બધું પુરતું થઈ ગયું છે. તેથી આ ચોથા શિખરને ન ભેદો, પ્રાય: કરીને તે વિદ્ધવાળું થશે', તેઓ “બોલ્યા અરે ! મૂર્ખ શું તું આટલું પણ નથી જાણતો કે જયાં ત્રણમાં આવા પ્રકારની સુંદર વસ્તુઓ મળી તેથી ત્યાં ચોથામાં બીજી જ કંઈક શ્રેષ્ઠતર વસ્તુ હશે. બુદ્ધિથી તું ભ્રાંત થઈ ગયો છે.” તે બોલ્યો કે જો એવી શ્રેષ્ઠ વસ્તુઓ મળવા છતાં તમે તૃપ્ત ન થયા હો, મારા હિતકારી વચન પણ માનવા તૈયાર ન હો, તો હું તમારા ભેગો નથી.' ત્યાંથી સરકીને પોતાના ગાડામાં બેસી ગયો. બીજાઓ પણ તેના વચનને ગણકાર્યા વિના ચોથા શિખરને ભેદવા પ્રવૃત્ત થયા/જેટલામાં એક ક્ષણ માત્ર ભેદે છે તેટલામાં કોદાળી વડે દષ્ટિવિષ સાપને ઝાટકો લાગ્યો અને વળી... જાણે અંજનનો ઢગલો ન હોય, રાતિ આંખોવાળો, ચપળ બે જીભવાળો, ફુટ વિકટ કુટિલ ઉત્કટ અતિભીષણ ફણાટોપવાળો ઉગ્રવિષ અને પ્રચંડ વિષવાળો, લુહારની ધમણ સમાન ઘોષવાળો અતિ લાંબી કાયાવાળો, વિષથી ભરેલ દાંત અને નયન યુગલવાળો, ભૂમિ રૂપી સ્ત્રીના વેણીભૂત, કુટિલ ગતિવાળો, પોતાના સુખાસન ઉપર બેઠેલો એવા દષ્ટિવિષ સાપને જલ્દીથી કોદાળી વડે ઝટકો લાગે છે. (૯૩, ૯૪, ૯૫) ત્યારે તે સાંપ તેઓ વડે કોદાળીથી મરાતા ક્રોધે ભરાણો અને સર સર કરતો રાફડાના શિખર ઉપર ચડે છે, સૂર્યમંડળને જુએ છે. ત્યાર પછી તે વ્યાપારીઓ તરફ જુએ છે. ત્યાં તેની નજર પડતા જ તેઓ ગાડા અને બળદો સાથે ભાંડ વગેરે તમામ ઉપકરણો સાથે ભસ્મસાત્ થઈ ગયા અને એકલો વ્યાપારી જે તેઓને હિત ઉપદેશ આપનારો હતો તેને દેવતાએ અનુકંપાથી પોતાના ભાંડ માત્ર ઉપકરણવાળો–માલ સામાન સાથે જલ્દી પોતાના નગરમાં પહોંચાડયો. તેથી ભો આનંદ ! જેમ તે વ્યાપારીઓ ઉદાર ભોગસાધનો મળવા છતાં સંતોષ નહીં પામતા ચોથા શિખરને ભેદવા તત્પર બન્યા અને ક્ષણ માત્રમાં નાશ પામ્યા, તેમ તારા ધર્માચાર્ય પણ ઉદાર બીજાને ન હોય તેવી ઋદ્ધિ, દેવદાનવ મનુષ્યની સભા મળવા છતાં સંતુષ્ટ થતા નથી. પરંતુ મારી સામે પડે છે અને “આ ગોશાળો મેખલીપુત્ર છે, મારો શિષ્યાભાસ છે” એમ બોલે છે. તેથી જો એ બોલતા બંધ નહીં થાય તો હું પોતાના તપના તેજથી પરિવાર સહિત ભસ્મસાત્ કરી દઈશ. તેથી તું જા, પોતાના ધર્માચાર્યને કહે. હિત બોલનાર જાણી એક તને છોડી મૂકીશ. જેમ તે વ્યાપારીને તે દેવતાએ છોડી મૂક્યો. ત્યારે આનંદ ગોશાળાના આ વચન (અર્થ) સાંભળી ગભરાયેલો ગોશાળા પાસેથી પાછો ફરી જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી વાંદે છે. અને વંદન કરી એ પ્રમાણે બોલે છે કે “હે ભગવન્! હું આપની અનુજ્ઞાથી શ્રાવસ્તીનગરીમાં પ્રવેશ કરું છું, ગોશાળાની નજીક જાઉં છું. ત્યારે ગોશાળો મને બોલાવી એ પ્રમાણે કહેવા લાગ્યો કે “હે આનંદ ! મારું એક કથાનક સાંભળ” ઈત્યાદિ માંડી ભસ્મસાત્
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy