SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૭ કુલોમાં ભમતો વિજયગાથાપતિના ઘેર ગયો. તે પણ મને દેખી ભક્તિભારથી ભરેલો ઊઠીને સામે આવ્યો અને વળી મને આવતો દેખી ભક્તિવશથી ઉલ્લસિત રોમરાજીવાળો સહસા જ ઊભો થાય છે, ત્યાર પછી પાદુકાયુગલનો ત્યાગ કરે છે. (૯૧) ૭-૮ ડગલા આગળ આવી ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિથી વાંદી ૨સોઈ ઘરમાં જાય છે, ત્યાંથી સર્વ ઈચ્છાને સંતોષનાર એવા વિવિધ જાતના આહારને લાવીને પ્રાસુક એષણીયદાન વડે પ્રતિલાભ આપે છે-સંતુષ્ટ થયેલ મને વહોરાવે છે. (૬૩) તેથી ત્યારે ગ્રાહક-દાયક અને દ્રવ્યથી વિશુદ્ધ એવા તે દાનના પ્રભાવથી વિજયશેઠના ઘે૨ અચાનક દિવ્યો પ્રગટ થયા (૬૪) આકાશતળમાં ગંભીર ઘોષવાળી દુંદુભી વાગી, “મહાદાનું મહાદાનં” એવી ઘોષણા થઈ, જલ્દી વસ્રની વૃષ્ટિ કરી, સુગંધી પાણી વર્ષાં આકાશમાંથી દેવતાઓએ ઘણા સુવર્ણરત્નથી યુક્ત કિરણોથી ઝગમતી એવી વસુધારા કરી (૬૫, ૬૬) અને આવા પ્રકારનું આ સાંભળી સર્વ નગરજનો પણ ત્યાં આવ્યા અને આશ્ચર્યથી વિકસિત લોચનવાળા માણસો અરસપરસ બોલવા લાગ્યા અને વળી... ગાથાપતિ વિજય ધન્ય છે, પુણ્યશાળી છે, શ્લાધ્યજન્મવાળો છે, સફળ જીવનવાળો છે કે જેણે ભગવાનને પારણું કરાવ્યું. (૬૭) જેના પ્રભાવથી ઘરમાં પાંચ દિવ્યો પ્રગટ થયા. સાંભળી કુતુહલથી પરિપૂર્ણ ગોશાળો ત્યાં આવે છે. (૬૮) વર્ણન પ્રમાણે જ તે વૃષ્ટિ (વિજયને) દેખે છે. અને તેના ઘરમાંથી નીકળતા મને દેખી હૃષ્ટ તુષ્ટ બને છે. ત્રણ પ્રદક્ષિણા કરી વાંદે છે . (૬૯) અને તે બોલે છે. “તમે હે ભગવન્ ! મારા ધર્માચાર્ય અને હું તમારો શિષ્ય” હું તેના વચન સાંભળતો નથી. (૭૦) ત્યાર પછી હે ગૌતમ ! હું તે જ દરજીની શાળામાં બીજું માસક્ષમણ સ્વીકાર કરું છું. અને પારણા માટે રાજગૃહમાં જ આનંદગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે પણ વિજયની જેમ સર્વકામગુણયુક્ત સર્વ૨સમય આહારવડે પારણું કરાવ્યું. એ પ્રમાણે ત્રીજા માસક્ષમણના પારણે સુનંદ ગાથાપતિએ ખાવિધિથી પારણું કરાવ્યું, ત્યાર પછી ચોથે માસક્ષમણે કાર્તિક પૂર્ણિમાના દિવસે દરજીની શાળાથી હું નીકળી જાઉ છું. રાજગૃહનગરના નજીકના કોલ્લાક ગામમાં હું જાઉં છું અને ત્યાં બહુલ બ્રાહ્મણના ઘે૨ મેં પ્રવેશ કર્યો, તેણે પણ વિજયની જેમ મધ-ઘીથી સંયુક્ત ખીરથી પારણું કરાવ્યું. તેજ પ્રમાણે પાંચ દિવ્ય વગેરે સર્વ વિભૂતિ થઈ. આ બાજુ તે ગોશાળો મંખલિપુત્ર મને તંતુશાળામાં નહીં દેખતો તે પોતાના બધા જ વાસણ કુસણ બ્રાહ્મણોને આપી માથું મુંડાવી મારી શોધ કરતો કોલ્લાક ગામમાં આવ્યો. તેજ પ્રમાણે લોક વાર્તાલાપ સાંભળી તે વિચારે છે કે અન્યને આવી ઋદ્વિ ન હોય જેવી મારા ધર્માચાર્યની છે. મને શોધતો જ્યાં હું છું ત્યાં આવે છે. મને જોઈ હૃષ્ટ તુષ્ટ - ખુશ ખુશ બનેલો ત્રણ પ્રદક્ષિણા કરી વાંદે છે, અને વાંદીને કહે છે હે ભગવન્ ! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો શિષ્ય છું, અને તે સાંભળી હું મૌન જ રહ્યો. ત્યાર પછી હું ગોશાળાની સાથે અનાર્ય ભૂમિમાં છ વર્ષ સુખ-દુ:ખ, લાભ-અલાભ, સત્કાર-અસત્કાર નવા
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy