SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ મૂળશુદ્ધિ ભાગ-૨ વિશેષથી એવું કરશે, તેથી ઉપરના પૂર્વ મારી પાસે જ રહેવા દો.' (૨૨૯, ૨૩૦) તેથી સંઘ આગ્રહ કરવા લાગ્યો ત્યારે ઉપયોગ મૂકે છે અને જાણ્યું કે મારાથી ૧૪ પૂર્વનો ઉચ્છેદ નથી પણ આનાથી છે, (૨૩૧) (ત્યારે) તેથી આ ૪ પૂર્વો અન્યને ન દેવા એ પ્રમાણે નિબંધન-પ્રતિજ્ઞા કરીને-કરાવીને એમ પાકા બાંધીને સ્થૂલભદ્રને વાચના આપવાની શરૂઆત કરી. જયાં સુધી તે પૂરો તૈયાર થયો ત્યાં સુધી વાચના ચાલુ રાખી. (૨૩૨) ત્યારે સૂરિપદ ઉપર સ્થાપન કર્યા, ભવ્ય સંઘ સમૂહને પ્રતિબોધ કરીને ભગવાન્ સ્થૂલભદ્ર દેવલોકને પ્રાપ્ત થયા (૨૩૩) સ્થૂલભદ્ર દેવલોક ગયે છતે બે વસ્તુ અધિક ચાર પૂર્વો વિચ્છેદ પામ્યા, શેષ પૂર્વે પાછળના (સાધુઓએ) અનુસર્યા. (૨૩૪) આ પ્રસંગોપાત કહ્યું, અહીં કાર્ય - પ્રયોજન તો તેનું છે કે દુષ્કર તપથી જેણે કાયા શોષવી દીધિ છે, (૨૩૫) જેમણે સિંહને પણ ઉપશાંત કરી દીધો. મહાસત્ત્વવાળા ગુણોના સાગર એવા સિહગુફાવાસીને પણ દુર્ધર થયું, તો અન્યને કેમ દુર્ધર ન બને ? (એટલે બ્રહ્મચર્યવ્રત પાળવું ઘણું જ મુશ્કેલ છે.)(૨૩૬) એ પ્રમાણે ૧૨૩ શ્લોકનો અર્થ થયો. સ્થૂલભદ્ર મહામુનિ ઉપર મત્સરવાળા ઋષિની કથા. | સમાસ | देवा य दाणवा जक्खा गंधव्वाकिन्नरा नरा । कं कं तं जं न कुव्वंति जे धरंति इमं वयं ॥१२४॥ ગાથાર્થ – તેથી જેઓ આ વ્રતને ધારણ કરે છે તેઓનું દેવો, દાનવો યક્ષો, ગાંધર્વ કિનારો અને માણસો તે શું શું છે જે નથી કરતાં (૧૨૪) દેવો - વૈમાનિકો, દાનવો - ભવનપતિ યક્ષ : - ગાન્ધર્વ, કિનર, આ વ્યંતર વિશેષો તેથી, “દેવા ય” આમાંથી ચકાર નરા અહીં જોડવો જેથી વિદ્યાધરો પણ સમજી લેવા, તે શું શું છે જે નથી કરતા, અર્થાત્ તે કંઈ નથી જે નથી કરતા, જેઓ આ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરે છે. (૧૨૪ો. શું આ બ્રહ્મચર્ય જ દુર્ધર હોવાથી ગુણનું કારણ છે કે અન્ય બીજું પણ ? એથી કહે છે.. मोक्खावहं अणुट्ठाणं सव्वं सव्वण्णुदंसियं । भिक्खुणीणं कुणंतीणं संभवंति धुवं गुणा ॥१२।। ગાથાર્થ – સર્વજ્ઞ તીર્થંકર પ્રતિપાદન કરેલ દરેક અનુષ્ઠાન-ક્રિયાકલાપ મોક્ષ આપનાર છે તે આવશ્યકાદિ ક્રિયાને કરનારી સાધ્વીઓને ચોક્કસ જ્ઞાનાદિગુણો સંભવે છે. (પ્રાપ્ત થાય છે.) ૧૨પા જો ગુણો સંભવે છે તો તેથી શું ?... गुणाणं किलहीलाए एगाहारगयाण वि । सन्नाण-चरणाईणं सव्वे सव्वत्थ हीलिया ॥१२६॥
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy