SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૫ એટલે મનનું દુપ્પણિધાન- દુષ્ટ ભાવ વગેરે અતિચારના અભાવથી નિર્દોષ, નહીંતર - જો મનદુષ્ટ હોય તો તે નિરર્થક થઈ જાય. જેથી કહ્યું છે... સામાયિક કર્યો છતે તે શ્રાવક આર્તધ્યાનને વશ બનેલ ઘરની ચિંતા કરે છે, તેનું સામાયિક નિરર્થક છે. II૪૦ ઈત્યાદિ - સામાયિક સમભાવરૂપ છે, કહ્યું છે... જે સર્વ ભૂતો ઉપર ત્રસ અને સ્થાવર ઉપર સમાનભાવવાળો છે, તેને સામાયિક હોય છે એ પ્રમાણે કેવળી ભગવંતનું કહેવું છે. I૪૦૮ જે પ્રતિમા પાલન કરાય છે એમ ક્રિયા સંબંધ છે, અપિ “અને” “ચ” થી પૂર્વપ્રતિમાના અનુષ્ઠાનથી યુક્તને આગળની પ્રતિમા હોય એમ પ્રતિપાદન કરે છે... કહ્યું છે.. - વર દર્શન અને વ્રતથી યુક્ત જે સંધ્યા સમયે સામાયિક કરે છે. ઉત્કૃષ્ટથી ત્રણ મહિના સુધી આ સામાયિક પ્રતિમા હોય છે. ૪૦થા अट्ठमीमाइपव्वेसु, सम्मं पोसहपालणं । सेसाणुट्ठाणजुत्तस्स, चउत्थी पडिमा इमा ॥२०१॥ ગાથાર્થ – આઠમ ચૌદસ પૂર્ણિમા અમાવસ્યા સ્વરૂપ પર્વ દિવસોમાં શેષ અનુષ્ઠાન યુક્ત આત્મા પૌષધનું પાલન કરે તેને ચોથી પ્રતિમા હોય છે. /૨૦૧ી શ્રાવકના વર્ણનમાં આગમમાં કહ્યું છે... ચૌદશ આઠમ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ સમ્યગ રીતે પૌષધનું પાલન કરે. સમ્યમ્ - અતિચારોને વર્જીને, પૂર્વ પ્રતિમાના સ્વરૂપથી યુક્તને ચોથી પ્રતિમા હોય. કહ્યું છે.. પૂર્વે કહેલી પ્રતિમાથી યુક્ત જીવ આઠમ ચૌદશ વગેરેના દિવસે સંપૂર્ણ પૌષધનું પાલન ચાર મહિના સુધી કરે તેને આ ચોથી હોય છે. निक्कंपो काउसग्गं तु, पुव्वुत्तगुणसंजुओ । करेइ पव्वराईसु, पंचमी पडिमा इमा ॥२०२॥ ગાથાર્થ – પૂર્વે કહેલ ગુણ (પ્રતિમા) થી યુક્ત કાયાએ કરી નિશ્ચલ પર્વ રાત્રિમાં કાઉસગ્ગ કરે છે. તેને આ પાંચમી પ્રતિમા હોય છે. ૨૦૨ા કહ્યું છે.. સમ્યક રીતે અણુવ્રત, ગુણવ્રત શિક્ષાવ્રતમાં સ્થિર હોય અને જ્ઞાની હોય તે આઠમ ચૌદસની રાત્રી એ પ્રતિમામાં-કાઉસગ્નમાં રહે છે. Il૪૧૧ાાં સ્નાન નહીં કરનારો, રાત્રે ભોજન નહીં કરનાર, છૂટા મુકેલ કછોટાવાળો, દિવસનો બ્રહ્મચારી. પોતાના દોષનો વિરોધી, પ્રતિમા સિવાયના દિવસમાં રાત્રે પણ પરિમાણ રાખનાર. (૧૧) પ્રતિમામાં રહેલો ત્રણ લોકમાં પૂજ્ય, કષાયને જિતેલ એવા જિનેશ્વરનું ધ્યાન કરે છે. શેષ દિવસોમાં પોતાના દોષનો વિરોધી હોય, આમ પાંચ મહિના સુધી કરે. ૪૧રો
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy