SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૩ ખાખ કરી દે છે. આ૩૯૮ પાણીના પૂરથી કાંઠે રહેલા જહાજ ભંગાવાથી સાગરમાં, ઘણા પૈસાવાળા પાપી આત્માના ધનનો સમૂહ નાશ પામે છે. |૩૯લા વ્યસનમાં જકડાયેલાનું ધન વેશ્યા વિગેરે વ્યસન દ્વારા ઘરથી નીકળી જાય છે. તથા - વેશ્યા, ધૂત - જુગાર, મદિરા વગેરે વ્યસનથી ઉપહત ચિત્તવાળા આવા વ્યસન પાછળ ગાંડાતૂર બનેલ પાપબુદ્ધિવાળા માણસનું બધું ધન નાશ પામે છે. ૧૪૦૦ તથા મોહથી આંધળા કરાયેલ, સ્પર્શ(નાસુખ)માં વ્યગ્ર-ડુબેલા મનવાળા કેટલાકની ધન રાશિ વેશ્યાભવનમાં જાય છે. //૪૦૧ એ પ્રમાણે શ્લોકનો અર્થ થયો ./૧૯૪ો भूमीसंगोवियं चेव, हरंती वंतरा सुरा । उज्झित्ता जाइ सव्वं पि, मरंतो वा परं भवं ॥१९५।। ગાથાર્થ = ભૂમિમાં છૂપાવેલ ધનને વ્યંતરદેવો હરી લે છે-અદશ્ય કરી દે છે, અથવા મરતા માણસ બધું પણ છોડીને પરભવમાં જાય છે. તથા - ભૂમિમાં રક્ષણ કરેલું, અનેક જાતની નિશાનીથી યુક્ત કરેલ પુણ્યહીનના ધનસમૂહને વ્યંતરો અધિઠિત કરી લે છે, ત્યાં વાસ કરે છે. - તેના ઉપર પોતાની સત્તા જમાવી લે છે. પછી આને હાથ લગાડે એનું આવી બન્યું સમજો . ૪૦રો જો કોઈ પણ રીતે સર્વ ઉપદ્રવથી રક્ષણ કરી લેવામાં આવે તો પણ આખરે છોડીને અન્ય ભવમાં માણસ જાય છે, ઘણું કહેવાથી શું ? ll૪૦૩ એમ /૧૯૩, ૧૯૪, ૧૯પા શ્લોકના અર્થ થયા. પાપાનુ બંધી પુણ્યવાળાઓનું આવા સ્થાનોમાં ધન જાય છે, પરંતુ પુણ્યાનુબંધી પુણ્યવાળાનું ધન સુસ્થાનમાં જાય છે. એથી શ્લોક કહે છે. पुण्णाणुबंधिपुण्णाणं, पुण्णमंताण काणइ । पडिमाइसु संघे वा, सुट्ठाणे जाइ संपया ॥१९६।। ગાથાર્થ – કેટલાક પુણ્યાનુબંધી પુણ્યવાળા તથા ભાગ્યશાળીઓની સંપત્તિ પ્રતિમા વગેરેનાં અથવા સંઘમાં-શુભસ્થાનમાં જાય છે. તથા કહ્યું છે... કેટલાકનું દુઃખે મેળવેલ ધનને રાજાઓ હઠથી હરી લે છે, બીજાઓનું એકાએક અગ્નિ બાળી નાખે છે, વિષયલુબ્ધોનું વેશ્યાઘરમાં ધન જાય છે. જિન, દેવાધિદેવ અરિહંતના બિંબમાં, સ્નાત્રમાં, કે ભવનમાં, સત્સાધુ સંઘમાં વસ્ત્ર વગેરેમાં ઉપયોગ માટે પુણ્યશાળીઓનું ધન જાય છે. Al૪૦૪ો. ઇતિ શ્લોકાર્થ ||૧૯દી. સ્થાન કૃત્યનો નિચોડ કાઢતા અને ઉપદેશને શ્લોકથી કહે છે... सरूवं सत्तठाणाणमुत्तं सुत्ताणुसारओ । किंची गुरूवएसेणं, कायव्वं तु जहारिहं ॥१९७॥ ગાથાર્થ – ગુરુ ઉપદેશથી સાત સ્થાનના કંઈક સ્વરૂપને સૂત્રાનુસારે કહ્યું છે, એટલે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy