SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા ૨૩૫ ઘર તરફ પ્રયાણ કરતા રાજાએ જતા એવા શંખને કહ્યું કે “આજે તમે અમારા મહેમાન થાઓ. શંખે કહ્યું એ પ્રમાણે હો, પરંતુ બેન સાથે મારું વાહણ શૂન્ય થઈ જશે. તેથી કોઈ વિશ્વાસુ માણસને ત્યાં મોકલો. ત્યારે રાજાએ તે બંને કુંવરોને મોકલ્યા (જવો) “આદેશ” એમ બોલી જલ્દી તે વાહણમાં ગયા. ll૧૩પી. કૌતુકવશથી જેટલામાં તે વાહણમાં ચઢે છે તેટલામાં અભયશ્રી તેઓને દેખીને ઉભા થયેલ પ્રશ્નવાળી વિચારે છે.... ખરેખર આ વેશે છુપા આ મારા પુત્રો હોવા જોઈએ. એટલામાં રાત પડી. ૧૩છા લાકડાની રુમ-ઓરડામાં રાણી રહેલી છે. કુંવરો તેના દ્વારે બેઠા. ત્યારે નાના કુંવરે મોટા ભાઈને કહ્યું કે એક વાર્તા કહે, “આપણા સંબંધી વૃતાંતને કહું કે અન્ય વાર્તા કહું ?” ત્યારે બીજાએ કહ્યું “આપણી જ બિના કહે ને, મને ઘણું કૌતુક છે.' તે કહે છે રત્નપુર નગરમાં શ્રીલેણ રાજાની પટ્ટરાણી અભયશ્રીના આપણે પુત્રો છીએ, હે વત્સ ! તું સાંભળ હું અગ્નિસેન અને તારું નામ પુષ્પચૂલ છે, '/૧૪૧૫. હે વત્સ ! તારા જન્મ પહેલા રાજયથી ભ્રષ્ટ થયેલા અમે નંદપુરમાં પહોંચ્યા. ત્યાં માતા માલણપણે કરતી હતી. ૧૪૨ી. તાત વળી વ્યાપાર કરતા હતા.ત્યાં રહેતા અનુક્રમે તું જળ્યો. ત્યારે માતાનું કોઈએ અપહરણ કર્યું અમે જાણતા નથી. ૧૪all ત્યારપછી આપણે લઈને પિતા પણ તેમને શોધવા જંગલમાં જતા તને નદી ઉતારિયો. I૧૪૪. જ્યારે મને લેવા આવે છે, ત્યારે નદી તેને-પિતાને લઈ ગઈ, ગોવાળના પુત્રોએ આપણને ધનસેનાને સોંપ્યા. ૧૪પા જેટલામાં તે કુમાર એ પ્રમાણે બોલે છે ત્યારે ખડી થયેલી રોમરાજીવાળી દેવી કહે છે... હે પુત્રો ! ‘તે જ હું તમારી માતા અભયશ્રી છું.’ ||૧૪૬ll ત્યારે એ પ્રમાણે સાંભળીને તેમના ગળે વળગીને આ બંને રડ્યા. અગ્નિસેન કહે છે તે મા ! કોણે તારું અપહરણ કર્યું હતું. ?” ||૧૪૭ી. આ કહે છે “જે આ વાહણનો સ્વામી શંખ છે તેણે મારું અપહરણ કર્યું, તે સાંભળી કોપાયમાન થયેલો તે કુંવર કહે છે “હે માતા ! આજે રાજાની આગળ અતિશય મોટા ક્લેશને કરાવનાર આ પાપકર્મવાળાનું માથું લઈશ, તે સાંભળી આ કહે છે” હે પુત્ર ! આવું ના બોલ, કારણ કે આ તમારો અજોડ મામા થાય છે. કારણ કે આણે મને બેન તરીકે સ્વીકારી છે, અને શીલ ખંડન કર્યું નથી.' કુંવર પણ માતાના ભાવ જાણી શાંત થયો. ૧૫૧ી. રાણી પણ મનમાં વિચારે છે કે કુંવરો મળ્યા, પણ હજી રાજા નથી મળ્યો. એ અંતરામાં રાત્રિ પૂરી થઈ અને સૂર્યોદય થયો. ૧૫રો. ત્યારે માતાને લઈને તેઓ પણ નગરમાં પ્રવેશ કરે છે, એ વખતે તે ચંપકનું ઝાડ એકાએક ફાલ્યું ફૂલ્યું. ૧૫૩ તે દેખીને રાજા વિચારે છે.... ખરેખર આ નિમિત્ત - નિશાની તો પૂર્ણ થઈ, છતાં પણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy