SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા ૨૩૩ જો એઓને છૂટા પાડ્યા ત્યારપછી જ્યાં જીવવાનો પણ સંદેહ છે એ પ્રમાણે નદીમાં મને કેમનાંખ્યો ? ।।લ્ગા એ પ્રમાણે પોતાના મનમાં ઘણી રીતે શોક કરતાં શ્રીસેણને તે લાકડાએ લઈને દ્મિની ખંડ નગરમાં નાંખ્યો ।।૯૮।। ત્યાં કુલ ઉપર કાષ્ઠ લાગ્યું-અટકયે છતે જંઘા છુડાવીને નગરની બહાર બગીચામાં ઝાડ નીચે આરામ કરે છે. ૧૯૯લ્લા આ બાજુ તે નગરમાં અપુત્ર રાજા મરણ પામ્યો, તેથી મંત્રીઓએ પાંચ દિવ્યો અધિવાસિત કર્યા. ૧૦૦ ૩૨ લક્ષણને ધારણ કરનાર રાય યોગ્ય માણસની શોધ કરતા દિવ્યો તે સ્થાને આવ્યા જ્યાં શ્રીસેણ આરામ કરતો હતો. ૧૦૧।। ત્યારે તે દિવ્યોએ અર્ધ્ય આપ્યું અને વળી હાથીએ જાતે ઉપાડીને પોતાની હોદ ઉપર એકાએક (બેસાડ્યો) ચડાવ્યો ।।૧૦૨।। ત્યાર પછી રાજા બનેલ તે નંદિઘોષ સાથે નગરમાં પ્રવેશે છે, અને રાજસભામાં સિંહાસન ઉપર દુઃખીમનવાળો બેસે છે. ૧૦૩ તે દેખીને મંત્રી બોલે છે ‘હે રાજન્ ! તમે દુ:ખી મનવાળા કેમ છો ? કારણ કે સવારે તમારો રાજ્યાભિષેક થશે' ।।૧૦૪ ત્યારે રાજા કહે છે ‘હે મંત્રી ! મારે રાજ્યથી કશું કામ નથી,' મંત્રીએ પુછ્યું ‘શું કારણ ? ત્યારે તે બધી બીના કહે છે. ૧૦૫॥ તે સાંભળી મંત્રી બોલે છે, દેવ વડે દારુણ દુ:ખ અનુભવાયું, અત્યારે હું માનું છું કે તે ક્ષીણ થયું છે. ૧૦૪॥ જેથી રાજ્યશ્રી (રાજ્યઅધિષ્ઠાયિકા દેવીએ) તમને જ અહીં રાજા બનાવ્યો છે, તે તેને જ રાત્રિમાં પૂછજો, બીજા ઉપાયથી શું ? | ૧૦૭ના રાજાએ પણ હે મંત્રી ! તમે વિચારેલું યુક્તિ યુક્ત છે. એમ કહી રાત્રે શ્રીદેવીને પૂજી પ્રણિધાન એકાગ્રચિત્તે ધ્યાન કરે છે. II૧૦૮। પ્રગટ થઈને દેવી કહે છે ‘તું વિષાદ કરીશ મા, રાણી અને પુત્રો સાથે તારે મિલન થશે એમાં કોઈ શંકા નથી.' ||૧૦૯|| “જ્યારે તારો મેળાપ થવાનો હશે ત્યારે આ ચંપાનું ઝાડ દ્વાર ઉપર રહેલ છે તે ફાલશેફૂલશે”, એમ કહી દેવી ગઈ. ।।૧૧૦ રાજાએ પણ તે બધુ સવારે મંત્રીને કહ્યું, મંત્રી કહે છે, જો એમ છે તો આને સતત સિંચો 1199911 જેથી અકાળે ફાલે-ફૂલે, રાજાએ તે વાત સ્વીકાર્યો છતે રાજ્યાભિષેક કર્યો, એમ તે રાજ્ય ભોગવે છે. ૫૧૧૨૦ આ બાજુ તે બંને કુમારો વિલાપ કરે છે ત્યારે ક્ષણવારમાં ગોવાળિયા આવ્યા અને નાના
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy