SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યાં રાજાઓમાં પ્રખ્યાત અગ્નિસેન નામનો રાજા છે, તેને વિજયદેવી રાણીથી આઠ પુત્ર થયા. રા. બધાયે રાજયભાર વહન કરવા માટે ધીરેય-ઋષભસમાન, યુદ્ધમાં પ્રચંડ – ઉગ્ર ધીર, તેમાં પહેલો દુર્મુખ અને છેલ્લો શ્રીસેન છે, તેમાં શ્રીસેન યોગ્ય હોવાથી રાજાએ રાજય ઉપર સ્થાપન કર્યો, તેઓએ નતમસ્તકે તેનો સમ્યફ પ્રકારે સ્વીકાર કર્યો, તેની (શ્રીસેનની) પટ્ટરાણી અભયશ્રી અનેક ગુણથી સંપન્ન મહાસતી હતી, તેને પણ સુભદ્રા નામની શ્રેષ્ઠ બેનપણી હતી. //પો. શ્રેષ્ઠ શ્રાવિકા વ્યાપારીની પુત્રી હતી, તે રાણીની પાસે તે દરરોજ-નિતનિત જાય છે. તે રાણીને તેણીએ જિનેશ્વરનો મત સમજાવ્યો અને, જિનમતમાં શ્રદ્ધાવાળી બનાવી. IIી. હવે એક દિવસ ક્યારેક રાણી અનુપમ પુત્રને જન્મ આપે છે. તેના દાદાના નામ પ્રમાણે “અગ્નિસેન” એવું નામ પાડ્યું. II તે જેટલામાં કંઈક મોટો થયો તેટલામાં તેને એકને મૂકી પોતાના ભાતૃવંદને દુર્મુખ કહે છે કે હવે દુર્મુખ રાજા, “પિતાની પાછળ પુત્ર રાજયપાલન કરે છે”, આ રાજયસ્થિતિ (મર્યાદા) છે. આ કારણથી રાજય તમારું નથી. લા ત્યારે બીજા ભાઈઓએ કહ્યું હે દુર્મુખ !, આવું બોલ નહીં, શ્રીસેનની પાછળ જે યોગ્ય હશે તેને (રાજા) કરશું. ૧૦ના ત્યારે દુર્મુખે કહ્યું જે બોલશે તેનું આગળ આ પ્રમાણે થશે. તે જલ્દી યમરાજના ઘરનો પરોણો થશે. ૧૧. અને આ તેના કુમંત્રને સાંભળી એક મંત્રીએ ધાવમાતાને કહ્યું. ૧૨ ત્યાર પછી અભયશ્રીને બધુ કહ્યું. તેણે પણ પતિને કહ્યું, તે પણ વિચાર કરીને તેની - દેવીની સાથે મારે નીકળી જવું યોગ્ય છે. એમ હૃદયમાં નિશ્ચય કરે છે. [૧] અભયશ્રી પણ પુત્રને લઈ સખીની પાસે જાય છે. ગદ્ ગદ્ સ્વરે બધો વૃતાંત કહે છે. તે પણ ત્યારે કહે છે. તે બેન ! અતિ કર્કશ સ્પર્શવાળી ભૂમિ ઉપર તું પગે કેવી રીતે ચાલીશ? પરંતુ પોતાના કર્મના વશથી જીવો સુખ દુઃખ પામે છે. I૧પ. ત્યારે કેટલામાં ગુપ્ત વેશે રાજા આવ્યો, ત્યાર પછી તેઓ નગરથી નીકળી દુઃખથી માર્ગમાં ચાલે છે..૧દા. અનુમતિ (જવાની) આપવા છતાં સુભદ્રા પણ ચાલે છે, તેઓ પણ અનુક્રમે રાત્રે મહાજંગલમાં પહોચ્યા. ૧૭ના ઉનાળો હોવાના લીધે તેઓ ભૂખ તરસથી ઘણાં જ પીડાયા. તેથી દુઃખપૂર્વક કુમારને વારાફરતી ઉપાડે છે. ૧૮. એ આંતરામાં જાણે તેના ઉપચાર વિનયના નિમિત્તે સૂર્ય ઉદય પામ્યો. અથવા એમાં શું આશ્ચર્ય ? કારણકે અહીં વટેમાર્ગનું મિત્ર ગૌરવ કરે છે. તેના હવે તે જ ક્ષણે તેઓ જંગલમાં સાર્થ જુએ છે, જેમ મિત્ર ચિત્તસુખ આપનાર પોતાનું ઘર પ્રકાશિત કરે છે. જેના
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy