SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી રોષે ભરાયેલી હરિણી તેને ચાબુકના પ્રહાર વડે મરાવે છે. તેથી ક્ષણવારમાં આ વિકસિત કિંશુક (પલાશના ફુલ) સરખી થઈ ગઈ – સૂજીગઈ “હજી કંઈ વીત્યું નથી. મારાં વચન માની લે,” એ પ્રમાણે મેહરીએ (ગાવાવાળી વેશ્યાએ) કહ્યું છતે આ નર્મદા કહે છે જે ફાવે તે કર /૧૭ી . તેથી ઘણી જ ગુસ્સે થયેલી તે વેશ્યા જેટલામાં તીક્ષ્ણ દુઃખો આપવા તૈયાર થાય છે, ત્યારે બીજી (નર્મદા) પરમેષ્ઠિવરમંત્રનું સ્મરણ કરે છે. (૧૭૮ તેના પ્રભાવથી તડુ દઈને હરિણીના પ્રાણ છૂટી ગયા. રાજાને તેના મરણનું નિવેદન કરતા રાજા કહે છે. ૧૭૯ થોડાઘણા રૂપવાળી ગુણ સમૂહથી સંપન્ન બીજી કોઈને તેના સ્થાને સ્થાપન કરો. ભો મંત્રી ! મારી આ આજ્ઞાને જલ્દી કરો., ૧૮૦ની રાજાની આજ્ઞાથી મંત્રી ત્યાં જાય છે. ત્યાં એકાએક નર્મદાને દેખી તે (મંત્રી) મનમાં ઘણો જ હર્ષ પામ્યો. અને કહે છે હે ભદ્ર ! મેહરિપણું (વેશ્યાની મુખી) તને રાજાના વચનથી આપું છું. તે પણ નિર્ગમનનો ઉપાય વિચારી તેનો સ્વીકાર કરે છે, તેને મેહરી બનાવી તે મંત્રી પોતાના ઘેર જાય છે, તે (નર્મદા) પણ ખુશ થયેલી હરિણીના ધનને વેશ્યાઓને આપે છે. ૧૮૩ તે વાત કોઈએ રાજાને કરી, તે રાજા પણ એમ બોલે છે તેને અહીં લાવો,” તેથી રમણીય પાલખી (લેવા) જાય છે. ૧૮૪ - તેમાં આરોપણ કરી જયારે પુરુષો નગર મધ્યેથી લઈ જાય છે, ત્યારે તે વિચારે છે જીવતી એવી મારું શીલ કોણ ખંડણ કરી શકે ? ll૧૮પી. અહીં શું ઉપાય (કરવો) છે. એમ વિચારતી એક ઠેકાણે અતિશય કોહવાયેલું દુર્ગધવાળું વહેતું ઘરનું ગટર (ખાલ) જુએ છે. (૧૮૬ll. તેને દેખી બોલે છે ભો ! ભો! હું તરસથી ઘણી જ પીડાઉ છું. તેથી પાલખી મૂકો, પાલખી ઉપાડનારા વિનય દર્શાવીને જેટલામાં પાણી અણાવે છે, તેટલામાં પાલખીથી ઉતરીને આખાએ અંગે કાદવ લીંપેછે ||૧૮૮ તે દુર્ગધી પાણીને “આ તો અમૃત છે” એમ બોલીને પીએ છે, ભૂમિ ઉપર આલોટે છે, માંથામાં રેતી નાંખે છે, હાકોટા પાડે છે. ll૧૮થી. અને બોલે છે કે “અહો ! લોકો ! હું ઈંદ્રાણી છું મને જુઓ,' ગાય છે, નાચે છે, શીલના' ભંગથી ગભરાયેલી રહે છે. ૧૯૮ના - પુરુષોએ તે બધું રાજાને કહ્યું, તે રાજાએ ગ્રહ લાગ્યો હશે એમ માની મંત્ર તંત્રાદિવાદીઓને મોકલે છે, તેઓની ક્રિયાના આરંભથી લલાટની ભંગી - ભંવા ચઢાવીને નેત્રોને ફફડાવતી ગાઢ આક્રોશ કરીને વધારે પડતું ગ્રહ (ગાંડપણું) દેખાડે છે. ૧૯રા. ત્યારે તેઓથી છૂટી કરાયેલી નગરમધ્યે ભમે છે, છોકરાઓથી પરિવરેલી અને તેઓ દ્વારા કાંકરા, ઢેફા વગેરે પ્રહારને ખાતી ૧૯૩ ઇત્યાદિ બધું કપટ પૂર્વકનું ગ્રહ દર્શન, શીલનું રક્ષણ કરવા માટે, હૃદયથી ધર્મનું સ્મરણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy