SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ મૂળશુદ્ધિ ભાગ-૨ એમ વિચારી સાગરના કાંઠે તેણીએ મોટી ધ્વજા ઊભી કરી. જે ભાંગેલ વાહનને જણાવવા પ્રકટ કરવામાં આવે છે. એ અરસામાં તેના ચુલ્લપિતા- વીરદાસ નામના કાકા બર્બરકુલ જઈ રહ્યા હતા તે તે પ્રદેશ ઉપર આવ્યા. ૧૩પો તે ચિહ્નને દેખી વહાણને લાંગરીને ઉતરીને પગના માર્ગે ત્યાં પહોંચ્યા. જયાં તે નર્મદા જિનેશ્વરની સ્તુતિ કરી રહી હતી. ૧૩૬ll તેનો અવાજ સાંભળી “શું આ નર્મદા છે?' એવી શંકાવાળો જયારે તે તેની નજરમાં આવે છે એકાએક બાલા ઊભી થાય છે. I/૧૩૭. કાકાને જોઈને ગળે વળગી ઘણી રડી, તે પણ તેણીને ઓળખીને આંખમાંથી આંસુ સારે છે. ૧૩૮. અને પૂછ્યું “હે ગુણની સાગર ! વત્સ ! અહીં જંગલમાં એકલી કેવી રીતે ? તે પણ જેવી બિના બની બધી કહી સંભળાવી.' ll૧૩લા. અહો વિધાતાના દુર્વિલાસને જુઓ,” એમ બોલી, તે નર્મદાને વહાણમાં લઈ જાય છે, સ્નાન વગેરે કરાવી લાડુ વગેરે જમાડે છે. ૧૪૦માં અને ત્યાંથી ચાલ્યો, ત્યાર પછી અનુક્રમે અનુકૂળ પવનના યોગે બર્બરકુલે પહોંચ્યો. ત્યાં રમ્ય તંબુઓ તણાવે છે, માલ સામાનને ઉતારી નર્મદાને તંબુમાં બેસાડી ભેટયું લઈને રાજા પાસે જાય છે, /૧૪રા રાજાએ સન્માન કર્યું છતે તે પોતાના સ્થાને જાય છે, એટલામાં કેટલાક દિવસ ત્યાં રહ્યો છે, ત્યારે શું થયું તે સાંભળો, ત્યાં હરિણી નામની સુંદર વેશ્યા વસે છે, જે બધી કલામાં કુશલ અને રાજાને માન્ય છે ||૧૪૪ll વેશ્યા લોકોમાં પ્રધાન, ઉભટ-સર્વોત્કૃષ્ટ લાવણ્ય યૌવનથી ઉન્મત્ત બનેલી સૌભાગ્યની શ્રેષ્ઠ પતાકા, ઘણી જ પ્રખ્યાત, ઋદ્ધિથી યુક્ત છે. ૧૪પી. રાજાએ તેને કહ્યું તું બધી વેશ્યાનું ભાડું લે, અને તું જે કમાય છે તે તારે મને દેવું. ૧૪૬ો. જો જયારે જે અહીં જહાજનો સ્વામી આવશે તો તે મારી મહેરબાનીથી તને ૧૦૦૮ સોનામહોર આપશે. આ ત્યાં – તે નગરમાં રાજાની સાથે વેશ્યાની આ વ્યવસ્થા રહેલી છે. તેથી હરિણીએ વરદાસ પાસે દાસી મોકલી. ૧૪૮ તે બોલી કે, “(કરજદારી) વેશ્યા - સ્વામિની તમોને બોલાવે છે, તે વીરદાસ પણ બોલ્યો જો તે રૂ૫ વગેરે ગુણોથી યુક્ત છે તો પણ હું પોતાની પત્નીને છોડી અન્ય સ્ત્રીને ભોગવતો નથી. તે પણ બોલી' તો પણ ત્યાં આવો તો ખરા.” ત્યારે તેના ભાવાર્થને જાણી ૧૦૦૮ દીનાર આપે છે, તે પણ તેને લઈ હરિણી પાસે જાય છે. }/૧૫૧ તે હરિણી તેને દેખી બોલે છે “આનાથી શું ? વણિપુત્રને આણ (લાવ),' તે પણ ફરીથી જઈને હરિણીએ જે કહ્યું તે કહે છે, તે સાંભળી વીરદાસ હૃદયથી વિચારે છે, “મારું શું કરશે? પ્રલયકાલે પણ હું શીલ ભાંગીશ નહીં તેટલામાં ત્યાં જાઉં, પાછળથી યથાયોગ્ય કરીશ”, એમ વિચારી અતિશય રમણીય તેના ભવનમાં જાય છે. ||૧૫૪ો.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy