SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨ ૧૯ જયારે પ્રધાન અનુકૂલ પવનના યોગે સાગરમાં જાય છે, તેટલામાં ત્યાં કોઈએ મીઠા શબ્દોમાં ગીત ગાયું. II૭૮ તે સાંભળી બાલા (નર્મદા) સ્વરલક્ષણને જાણનારી હસમુખી કહે છે “હે પ્રિયતમ ! આ કોઈ કાળીકાંતિ (ચામડી)વાળો પુરુષ ગાય છે. I૭. અતિશય જાડા હસ્તયુગલવાળો, વાળ ગૂંથેલો-બર્બર કેશરચનાવાળો, લડાઈમાં દુર્જય, ઉન્નત વક્ષસ્થલવાળો, સાહસિક, ૩૨ વર્ષનો, ગુહ્ય પ્રદેશમાં રાતા મસાવાળો, આના સાથળ ઉપર કાળી રેખા છે. એ પ્રમાણે સાંભળી સ્નેહ વગરનો બનેલો ભરતાર એ પ્રમાણે વિચારે છે. ૧૮૧ ખરેખર આની સાથે આ વસે છે જેથી આ પ્રમાણે જાણે છે, તેથી ચોક્કસ આ પાપિચ્છ અસતી છે. ૮૨ ‘પહેલા મારા હૃદયમાં આ મારી પ્રિયા મહાસતી શ્રાવિકા છે.” એમ હતું. પરંતુ આણે બંને કુલ ઉપર સ્યાહીનો ધબ્બો આપ્યો. ૮૩ તેથી શું આને સાગરમાં નાખી દઉં, અથવા ડોક મરડી નાંખુ અથવા આરટન કરતી આને છૂરિના ઘાતવડે મારી નાખું. એ પ્રમાણે જેટલામાં ઘણા પ્રકારના ખોટા વિકલ્પથી પરિવરેલો આ વિચાર કરે છે તેટલામાં જહાજના વચલા થાંભલા ઉપર રહેલ માણસ કહે છે હે વાહન વગેરે ધારણ કરો, આ રાક્ષસ દીપ છે, અહીં પાણી બળતણ વગેરે ગ્રહણ કરો,” તેઓ પણ તે પ્રમાણે સ્વીકારી ત્યાં જ વાહનને ધારણ કરે - રોકે છે. ૮all તે દ્વીપને દેખે છે, બળતણ વગેરે બધુ ગ્રહણ કરે છે. તે મહેશ્વરદત્ત પણ માયાથી એ પ્રમાણે બોલે છે. I૮૭ી હે સુંદરી ! અતિશય રમ્ય દ્વીપ છે, તેથી ઉતરીને આપણે જોઈએ. તે પણ ઘણા ખુશ થયેલા મનવાળી તેની સાથે દ્વીપમાં ભમે છે. બીજા બીજા વનમાં (ભમતા) ઉંચીપાળ ઉપર વિવિધ જાતના ઝાડવાળું, ૮૯ અતિ સ્વચ્છ સ્વાદિષ્ટ ઠંડા પાણીથી ભરેલું, બધા જલચર જીવોવાળું એક સરોવર જુએ છે, તેને દેખી તેમાં ઉતરીને બંને જણ સ્નાન કરે છે. હવા ત્યાર પછી જેટલામાં તે ગહનવનમાં ભમે છે ત્યારે એક ઠેકાણે રમણીય લતાગ્રહને સાક્ષાત કરે છે, તેની મધ્યે શય્યા કરીને બંને પણ સૂઈ ગયા, નર્મદા બાલા ક્ષણવારમાં ઊંઘી ગઈ ત્યારે નિર્દય હૃદયવાળો તેનો ભરતાર વિચાર કરે છે કે અહીં આને મૂકી દઉં, જેથી પોતે જાતે જ એકલી રણમાં મરશે. એમ વિચારી ધીરે ધીરે સરકી જાય છે, ૯૧-૯૨-૯all તે માયાવી મોટા મોટા સાથે વાહનમાં આવી વિલાપ કરવા લાગ્યો, સાર્થમાં રહેલા મિત્રોએ પૂછ્યું “શા માટે રડે છે ?' એથી તે બોલે છે, “તે મારી પત્ની હે ભાઈઓ ! ભયંકર અને ભૂખ્યો એવો રાક્ષસ ખાઈ ગયો. તે દેખીને ડરનો માર્યો ભાગીને હું અહીં આવ્યો. II૯પા. તેથી જલ્દી વહાણો ભરો, રાક્ષસ અહીં ન આવી જાય, તેથી ભયભીત થયેલા તેઓ પણ જલ્દી વહાણો ભરે છે, I૯૬ો. તે મહેશ્વરદત્ત પણ દુઃખથી આકુલ થયેલ હોય તેમ આહાર વગેરે છોડી દે છે, ક્ષણવારમાં રડે છે, વિલાપ કરે છે, માયાથી છાતી, માથું વગેરે કૂટે છે. ૧૯૭ી
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy