SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી હું તાલપુવિષને જીભ ઉપર મૂકીને રાજાના ચરણમાં પડીશ, તો મરી ગયેલા એવા મારું માથું છેદજે. (૬૬) તેથી યુક્તિયુક્ત આ જાણીને સ્વીકાર કરીને શ્રીયકવડે તે પ્રમાણે કરવાથી રાજા એકદમ સંભ્રાંત થઈ ગયો= હચમચી ગયો. (૬૭) ૧૨ અરે પુત્ર ! આવું અકાર્ય કેમ કર્યું ? શ્રીયક પણ બોલ્યો આ તમારો વૈરી હણાયો, હે મનુષ્યના સ્વામી ! જે (તમારો વૈરી હોય) તેવા બાપ વડે મારે કોઈ કામ નથી. (૬૮) તેથી આ નિષ્કપટ સેવક છે” એમ વિચારીને શોકથી પીડિત રાજાએ મૃત-કાર્ય કર્યું. તેના પછી શ્રીયકને મંત્રીમુદ્રા આપવા લાગ્યો. (૬૯) તે શ્રીયકે કહ્યું મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે, જે બાર વર્ષથી વેશ્યાના ઘેર રહે છે. (૭૦) તેને આપો-બોલાવો; કારણ કે તે પિતા સમાન હોવાથી આમાં તે જ અધિકારી છે, તેથી રાજાએ જલ્દી તેને બોલાવ્યો, એ આવ્યો. (૭૧). પિતાનું મૃત્યુ જણાવીને રાજાએ ત્યાર પછી મંત્રીમુદ્રા આપી, ત્યારે સ્થૂલભદ્ર બોલે છે, ‘હે દેવ! વિચાર કરીને ગ્રહણ કરીશ'. (૭૨) રાજાએ કહ્યું ! ‘આ અશોકવાટિકામાં જા અને વિચાર કર' ત્યાં રહેલો તે સ્થૂલભદ્ર વિચારે છે કે ખરેખર રાજાના કાર્યમાં ગૂંથાયેલાને આ દુનિયામાં ભોગો કેવા છે – એટલે ક્યાંથી હોય ? (૭૩) વળી (બીજું) રાજ્ય કરીએ તો સંસારમાં ભમીએ ભમવું પડે, તેથી મારે આ મંત્રીમુદ્રાથી સર્યું. (૭૪) = “મુનિ સમૂહથી સેવાયેલી શ્રમણ દીક્ષાને હું ગ્રહણ કરીશ” એમ વિચારીને દ્રઢ રીતે પાંચ મુઠીથી તરત જ વાળ ખેંચ્યા = દૃઢ મનોબળથી પંચમુષ્ટિ લોચ કર્યો. (૭૫) કંબલરત્ન પ્રાપ્ત કરીને, છેદીને, તેના છેડાની દશીઓથી રજોહરણ બનાવીને રાજાની પાસે આવ્યો. (૭૬) અને કહે છે કે રાજન ! આ વિચાર્યું, ‘તમને ધર્મલાભ થાઓ’ એ પ્રમાણે બોલીને તે મુનિભગવન નીકળી ગયા, જેમ ગુફામાંથી સિંહ. (૭૭) રાજા બોલે છે કે ‘જુઓ કપટ કરીને વેશ્યાઘેર જાય છે', “આ શું કરે છે” તેનો વિશ્વાસ ન બેસતો હોવાથી જાતે ગવાક્ષમાં - ઝરૂખામાં જોવા માટે ચડ્યો. જેટલામાં જુએ છે કે મરેલા જીવોના કોહવાયેલા શરીરોની મધ્યે નાસિકાને ઢાંક્યા વિના જતા તેને દેખે છે, તે દેખીને રાજા બોલે છે (૭૮) આતો વીતરાગ થયો, આ તો ભગવાન બન્યા તેથી એમનાથી સર્યું, ત્યાર પછી મહા આડંબરવિભૂતિથી શ્રીયકને મંત્રીપદે બેસાડે છે. (૮૦) ‘ભાભી છે' એવા સ્નેહથી મોહિત બનેલો શ્રીયક પણ દરરોજ તે રુપકોશાના ઘરમાં જાય છે, તે વેશ્યા પણ તેને દેખીને (૮૧) શ્રી સ્થૂલભદ્રના વિરહઅગ્નિથી પીડાયેલી સંતપ્ત દુખ સાથે રડે છે. શ્રીયક એ પ્રમાણે વચનો બોલતો તેને શાંત કરે છે : (૮૨) હે ભાભી ! શું કરીએ ? આ પાપી વચવડે અમારા પિતા નાશ કરાયા અને તારો પ્રિય
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy