SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ મૂળશુદ્ધિ ભાગ-૨ સુભદ્રા કથા શરણમાં આવ્યો છું. તેથી હે મહાયશસ્વી ! પોતાનો ધર્મ કહી મારું રક્ષણ કરો. ।૧૦। તેથી તેઓએ જિનેશ્વરે ભાખેલો ધર્મ તેને કહ્યો. તે પણ કપટથી ભવભયથી ડરેલાની જેમ તેનો સ્વીકાર કરે છે. ।।૧૧। હવે દ૨૨ોજ સાંભળવાથી અને દ૨૨ોજ-નિતનિત ધર્મની પરિભાવના (અનુપ્રેક્ષા) કરતા તેને જિનભાસિત ધર્મ એકાએક ચિત્તમાં પરિણત થઈગયો. ||૧૨॥ તેથી તે ગુરુને વાંદી કહે છે- હે ભગવન ! મારા વચન સાંભળો. કન્યા માટે આ ધર્મ મેં પહેલા સ્વીકારેલો હતો. ॥૧॥ અત્યારે આ જ ધર્મ ભાવસારપૂર્વક મારા મનમાં પરિણત થયો છે. મારા પુણ્યથી કપટ પણ સદ્ભાવરૂપે થઈ ગયું. ॥૧૪॥ તેથી હે સ્વામી ! અણુવ્રત વગેરે બધાં વ્રતો મને આપો અને આ જિનશાસનમાં જે કંઈ સારું છે તે શિખવાડો. ।।૧૫।। તેથી ગુરુએ બધુ શિખવાડ્યું. થોડાજ દિવસોમાં તે અભયકુમાર જેવો શ્રાવક થઈ ગયો અને વળી.... જિનાલયોમાં સ્નાન બલિ પૂજા - યાત્રાદિ કરાવે છે, પ્રાસુક દ્રવ્યો દ્વારા જિનમુનિઓને વહોરાવે છે. ।।૧૬।। તંબોલ ભોજનાદિ વડે સાધર્મિક ભક્તિ કરે છે. દીન-અનાથ વગેરેને ઈચ્છા મુજબ સતત દાન આપે છે. ૧૭ના આવશ્યક સ્વાધ્યાય સામાયિક પૌષધમાં ઉદ્યમી દેખીને જિનદત્ત જાતે જ તેને કન્યા આપે છે. ।।૧૮।। તેથી વિવાહના મુહૂર્ત (લગ્ન)ને જોવડાવે છે. બંને કુલમાં તૈયારી થવા લાગી. મોટા ઠાઠથી લગ્ન થયા. ત્યાર પછી જેટલામાં કેટલાક દિવસો પસાર થયા તેટલામાં જમાઈએ જિનદત્તને કહ્યું ‘હે તાત ! અત્યારે સુભદ્રાને વિદાય કરો, જેથી પોતાના ઘેર લઈ જાઉં.’ જિનદત્તે કહ્યું ‘હે પુત્ર ! આ યુક્ત છે. પરંતુ તારા મા-બાપ મિથ્યાત્વી હોવાથી ધર્મના વિરોધી હોવાના લીધે આને લંક આપશે. જમાઈએ કહ્યું' હે તાત ! જુદા ઘરમાં રાખીશું. ‘ત્યારે શેઠે તેને વિદાય આપી. તે બુદ્ધદાસે પણ જુદા ઘરમાં તેને રાખી. અને તેના ઘેર સતત ભક્તપાન ઔષધાદિ નિમિત્તે સાધુઓ પ્રવેશે છે. તેથી તેને સહન ન કરી શકતા મા-બાપે તેના પતિને કહ્યું કે' તારી પત્ની સારી નથી. દ૨૨ોજ સાધુઓ સાથે રહે છે.' તે બોલ્યો એમ ના બોલો, કારણ કે આ પ્રમાણે પ્રલયકાળે પણ ન સંભવે. અને વળી..... વિષમ રીતે પડતા અનેક પ્રકારના લાખો વિમાનોથી સંકુલ - વ્યાસ દેવલોકો આકાશમાંથી પડે તો પણ આ શીલથી ચલાયમાન ન થાય. વળી અસંખ્ય દુઃખોથી વ્યાપ્ત એવા બધા નારકીઓ સાથેની મોટી નરકો આકાશમાં જઈ વસે તો પણ આ શીલથી ચલિત ન થાય. ||૨|| પાણીમાં પર્વત તરે, અથવા ઘાસથી વજ્ર ભેદાય, આગમાંથી હિમ પડે, પહાડની જેમ પવન નિશ્ચલ બને, વળી સિદ્ધશિલા પડી જાય તો પણ આ શીલથી ચલિત ન થાય. ॥૨૨॥ એવા તેનાં વચન સાંભળીને દુ:ખી મનવાળા તેઓ સર્વે ચૂપચાપ રહ્યા. એક દિવસ ક્ષેપક તપસ્વી મુનિ ભિક્ષા માટે સુભદ્રાના ઘેર પ્રવેશ્યા. પવનથી ઉડેલું તણખલું તેમની આંખમાં જતું
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy