SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા ૨૦૯ સાંનિધ્ય કર. / ૬૪. જો આમ નહીં કરે તો હું કાઉસગ્ગ પારીશ નહીં. એ પ્રમાણે મારો નિશ્ચય છે. નિશ્ચયથી મારે અનશન છે. ૬પી. સુદર્શન પણ નગરજનોના મુખમાંથી નીકળતું સાંભળતો હાહારવ સાથે શમશાન ભૂમિમાં લઈ જવાયો. શૂલિ ઉપર ચઢાવ્યો. શાસનદેવીના પ્રભાવથી તે શૂલિ સુવર્ણમય પદ્માસન થઈ બની) ગઈ. તેથી દંડપાશિક ડોક ઉપર તલવારનો પ્રહાર કર્યો, તે પણ શ્વેત પુષ્પની માલાના સમૂહ રૂપે થઈ ગયો. તે જોઈને ગભરાયેલા દંડપાશિકોએ રાજાને નિવેદન કર્યું. તેથી તે રાજા પણ સંભ્રમથી હાથિણી ઉપર ચઢીને મશાનભૂમિએ ગયો. ઘણા પ્રકારે ક્ષમા માંગીને કહ્યું “શું મને પણ ન કહેવું એ કંઈ યોગ્ય કહેવાય ? શું ક્યાંય પણ તારાવડે હું અભાવથી વ્યવહાર કરતો દેખાયો છું કે જેથી મૌનવ્રતનું આલંબન લીધું ?” એમ બોલતા રાજાએ પોતાના હાથે ઝાલીને હાથણીની હોટે ચઢાવ્યો. બહુમાનપૂર્વક રાજકુલમાં લઈ ગયો. મંગળકલશો દ્વારા નવડાવ્યો. ગોશીષ ચંદનવડે વિલેપન કર્યું. ઉત્તમ વસ્ત્ર અલંકારો પહેરાવ્યા. ઘણું શું કહેવાનું ? અનેક રીતે સન્માન કરીને વાસ્તવિકતા પૂછી, તેથી સુદર્શને કહ્યું હે દેવ ! આ વિષયમાં અભયદાન આપો. તને મનગમતું આપ્યું છે, વળી બીજું કયું અભય ? તેથી વિસ્તાર પૂર્વક રાત્રિનો વૃતાંત કહ્યો. રાજા અભયા ઉપર ક્રોધે ભરાયો. પગમાં પડી સુદર્શને રાજાને શાંત કર્યો. ત્યાર પછી શ્રેષ્ઠ હાથી ઉપર ચઢેલો વાગતા મંગલ વાજિંત્રો, પગના મૂળથી નાચતા નાચનારાઓ) કીર્તિ (સ્તુતિ ભણતા) ગાતા ભાટ ચારણોની સાથે મોટુ દાન આપતો, સમસ્ત- સઘળાએ નર-નારીઓના હૃદયના સંતાપને દૂર કરતો, મોટા ઠાઠમાઠથી નગરમાં ભમીને પોતાને ઘેર ગયો. ભાઈઓ આનંદિત થયા, મા-બાપ ખુશ થયા. મનોરમા હર્ષ પામી. તે કાલને (અવસરને) ઉચિત કાર્ય કર્યું. કેટલોક કાળ (ઘર) રહ્યો. અભયા પણ આ વૃતાંત સાંભલી ગળે ફાંસો ખાઈ મરી ગઈ. પંડિતા (ધાવમાં પણ નાશી ગઈ) ભાગતી પાટલીપુત્ર નગરમાં ગઈ. અને ત્યાં દેવદત્તા નામની વેશ્યાની પાસે રહી. દરરોજ દેવદત્તાની આગળ સુદર્શનના ગુણો વર્ણવે છે. દેવદત્તા પણ સુદર્શનના ગુણોથી પેદા થયેલ અનુરાગવાળી તેના દર્શનની ઉત્સુકતાવાલી રહે છે. સુદર્શન પણ વારંવાર દુરંત દારુણ કર્મ પરિણામની પરિભાવના કરતો, સંસારની અસારતાને જોતો, કામભોગથી નિર્વેદ પામેલો સુગુરુ પાસે દીક્ષા લે છે. ઉગ્રતપથી શરીરને સૂક્વી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારેલ વિચરતો પાટલિપુત્ર નગર આવી પહોંચ્યો. ગોચરી આવેલા તેને પંડિતાએ દેખ્યા. અને દેવદત્તાને કહ્યું કે “હે સ્વામિની ! તે આ સુદર્શન મહાત્મા જેના ગુણો હું દરરોજ તારી આગળ વર્ણવું છું. દેવદત્તા... “જો આ છે તો ભિક્ષાના બહાને મારા ઘેર લાવ'. તે પંડિતાએ પણ તેજ રીતે ત્યાં લાવી (મુનિને લાવ્યા). દેવદત્તાએ પણ દ્વાર બંધ કરી ઘણા પ્રકારની પ્રાર્થનાપૂર્વક આખો દિવસ કદર્થના કરી. તેથી જેટલામાં ક્ષોભિત-ચલિત ન થયો તેટલામાં સંધ્યાટાણે મુક્ત કર્યો. મુનિ ઉદ્યાનમાં ગયા. ત્યાં પણ તે અભયા વ્યંતરીએ જોયો. પ્રષવાળી તેણીએ ઘણા પ્રકારે હેરાન કર્યો. ભગવાન પણ તે પ્રમાણે કદર્થના કરાતા અપૂર્વકરણ ઉપર આરુઢ થયા. ક્ષપકશ્રેણીના ક્રમે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. એ અરસામાં દેવદાનવો ત્યાં આવ્યા. ભગવાને ધર્મ કહ્યો. ઘણા જીવો બોધ પામ્યા. વિશેષથી પંડિતાધાવમાતા, દેવદત્તા અને વ્યંતરી. કાલાંતરે ભવ્ય લોકોને
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy