SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા '૨૦૭ કરતા પણ તારું વ્રત અધિક છે ? અનુરાગવાળી અતિશય ભક્ત સુરતક્રીડામાં વિદગ્ધ (નિપુણ) સુંદરયૌવનવાળી સુરૂપાળી મને તે સ્વામી ! તું માન (મારી વાત માન) દેવોને પણ જે દુર્લભ છે (કૃમિયુક્ત શરીરવાળાને તો શું પૂછવું) ? ૩૮ હે સુંદર ! મારા દર્શનને સામાન્ય માણસતો કોઈ પણ હિસાબે પામે એમ નથી. હે સુભગ ! આલિંગન અને સુરત સુખ તો સ્વપ્નમાં પણ તેમને ન થાય. /૩ તારા ઉપર અનુરાગવાળી હું ઈચ્છા મુજબ તે બધું તને સતત આપું છું. તેથી વિલંબ ના કર, આવી મારી પ્રાર્થનાને માન. ૪૦ના તું શ્રાવક છે બધા ઉપર દયાવાળો છે, તેથી મહેરબાની કરી મારું ઈષ્ટ કર. નહીંતર મારા મરણથી તને સ્ત્રીહત્યા લાગશે.” I૪૧ એ પ્રમાણ એ ભિન્ન – જુદી જુદી રીતે કહેવાયેલો સુદર્શન જયારે કશું બોલતો નથી ત્યારે કોમલ કમળના પાંદડા સરખા હાથો વડે સ્પર્શ કરે છે. II૪રા કોમલ કમળની નાલ સરખી લાંબી ભુજા દ્વારા અતિગાઢ રીતે કંઠમાં પકડીને ઉચાપીનગોળ સ્તનો દ્વારા છાતીને પીડે છે. II૪all પાપ હૃદયવાળી તેણીએ તેના પ્રત્યે-ઉપર તેવા પ્રકારની સુરત ક્રિયાઓ કરી કે જે પ્રમાણે કરતા લોહમય પુરુષ પણ એકાએક ગળી (ઢીલો પડી) જાય ઘણું કહેવાથી શું ? //૪૪ો પરંતુ તે મહાનુભાવ જેમ જેમ તે ઉપસર્ગ કરે છે. તેમધર્મધ્યાનમાં વધારે નિશ્ચલ થાય છે. I૪પા અને વિચારે છે જો કોઈપણ રીતે આ ઉપસર્ગથી છૂટુ તો કાઉસગ્ગ પારીશ, નહીંતર આ જ મારું અનશન. ||૪૬ો તેથી રીસાઈને દેવી બોલે છે “ભો ! જો તું મારી વાત નહીં માને તો તારું જીવન નથી.તારુ આવી બન્યું. આ બાબતમાં ઘણું કહેવાથી શું ? ૪૭ી. તેથી જો પોતાના જીવનથી નિર્વિણ ન થયો હોય તો મારા વચન કર', એ પ્રમાણે કહેવા છતાં તે ધર્મધ્યાનમાં ચઢતો રહે છે ૪૮ એમ આખી રાત્રી ત્યાં સુધી કદર્થના કરી જેટલામાં ક્ષોભ પામ્યો નહીં. સવારનો સમય દેખી નખો દ્વારા પોતાને ફાડે છે, બરાડા પાડવા લાગી “અરે ! દોડો દોડો આ અનાર્ય, પુરુષ મારું બળાત્કારે શીલ ખંડન કરવા ઈચ્છે છે. //૫૦ના. તે સાંભળી પ્રાતિહારિઓ દોડીને જેટલામાં તે ઠેકાણે આવે (જાય) છે, તેટલામાં કાઉસગ્નમાં રહેલ સુદર્શનને દેખે છે,. //પ૧ ત્યારે “આ તો અસંભવ છે” એમ માનતા તે દ્વારપાલોએ રાજાને નિવેદન કર્યું. રાજા પણ સંભ્રમ સાથે જલ્દી ત્યાં આવ્યો. તે રાણીને પૂછ્યું “આ શું છે ?” તે બોલી “હે નાથ ! સાંભળો શારીરિક કારણે તમને વિનંતી કરીને જેટલામાં અહીં રહેલી છું તેટલામાં અચાનક નહિ વિચારેલો આ કોઈ આવી ગયો. આણે ઘણા પ્રકારે મને કહ્યું, ત્યારે મેં કહ્યું “હે મૂઢ ! શું આ ભણાતું પણ તે સાંભળ્યું નથી... અને વળી..“મરણ નહી પામેલા જીવતા સિંહના કેશરા, સતી સ્ત્રીના સ્તન, સુભટના હાથમાં રહેલું શસ્ત્ર. સાપના મસ્તકે રહેલ મણિ ન જ લઈ શકાય”. //પરા ત્યારે મેં જેટલામાં એ પ્રમાણે તિરસ્કાર કર્યો તેટલામાં બળાત્કાર કરતા મેં (દ્વારપાલને) દોડાવ્યા. તેથી રાજાએ પણ ચંદ્રબિંબમાંથી અંગારાની વૃષ્ટિ ન થાય તેમ સુદર્શનથી આવું અસંભવ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy