SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ભદ્રા કથા હિંસા, નિંદા, ગર્હા, છેદન, વધ વગેરેનું વર્જન કરવું જોઈએ. એ પ્રમાણે આત્મા ઈર્યાસમિતિથી ભાવિત બને છે. અને “બીજું પાપી એવા મનથી અધમ દારુણ નિર્દય વધુ બંધ રિફ્લેશની બહુલતાવાળું થવું, ભય મરણ ક્લેશથી સંલિષ્ટ થવું” આવું પાપ મનથી ક્યારેય ન આચરવું. આ પ્રમાણે મન સમિત થાય છે. ત્રીજું પાપી એવી વાણીથી ક્યારેય પાપકારી કશું ન બોલવું. ચોથું આહાર એષણાથી શુદ્ધ, અજ્ઞાત-અહીં શું શું મળશે કે શું બનાવ્યું છે તેની જાણ વગરનો, અથવા સ્વજન વગેરે સાથે જ્ઞાન=પરિચય નહીં કરનાર, આસક્તિ વગરનો, વૃદ્ધિવગરનો, દીનતા વગરનો વૈમનસ્યવગરનો ક્લેષતા વગરનો વિષાદ વિનાનો, ખેદ વગરનો યોગી એવો ભિક્ષુ ભિક્ષા લાવીને ગુરુ પાસે ગમના-ગમનાદિનું પ્રતિક્રમણ કરતો નૃત્ય, ચંચલતા, વળવું - ઊંચા નીચા થવું ઈત્યાદિનો ત્યાગ કરવા પૂર્વક આલોચના કરીને ફરીથી પણ અણેસણા પદોને પ્રતિક્રમીને સુખપૂર્વક બેસી મુહૂર્ત પ્રમાણ ધ્યાન સ્વાધ્યાયથી સુરક્ષિત કરેલ મનવાળો શ્રદ્ધાસંવેગથી ભરેલ મનવાળો ઊઠીને હષ્ટતુષ્ટ-પ્રસન્ન બની રત્નાધિક પ્રમાણે નિયંત્રણ કરી ભાવથી જાગૃત બનેલ ગુરુજનદ્વારા બેસાડ્યે છતે પ્રમાર્જના કરી સ્વશિષ્ય અને કાયા ઉપર મૂર્છા વિના ઉતાવળ વિના દાણા વગેરેનીચે પાડ્યાવિના આલોક - પ્રકાશમાન પાત્રમાં સંજોગ, ઈંગાલ, ધૂમ, અનુલેપ =વારંવાર પાત્રને આહાર ચારે બાજુ લગાડીને લેપે નહીં, અથવા ચટણી વગેરેથી આહારને ન લેપે, ખેલશ્લેષ્મ માટે તથા ભોજનમાં કોઈ અસ્થિ-કાંટા વગેરે આવ્યા હોય તેને મલ્લકમાં નાંખે, પણ નીચે નાંખી જમીન લેપવાળી ન કરે (૫૬૭ ઓ.નિ.) એમ બધા દોષને દૂરકરી ભોજન કરવું જોઈએ. પાંચમું - પીઠ ફલક શય્યા સંથારો, વસ્ત્ર પાત્ર કાંબલ, રજોહરણ, મુહપત્તિ વગેરે આ પણ સંયમની પુષ્ટિ માટે રાગ દ્વેષ વિના ઉપકરણને ગ્રહણ કરે. દિવસે રાત્રે અપ્રમત્તભાવે સતત ઉપકરણની પડિલેહન પ્રમાર્જના કરવી જોઈએ. આ પ્રમાણે ક૨વાથી અહિંસાનું સૂંપર્ણ રીતે પાલન થાય છે. તીર્થંકરના મુખથી નીકળેલા યતિધર્મને સાંભળી ધન્ય તૈયારી પૂર્વક ઉભો થયો. ભગવાનને વાંદીને કહે છે - ‘જેટલામાં માતાને પૂછીને તેટલામાં તમારા ચરણમૂળમાં દીક્ષા ગ્રહણ કરવા દ્વારા મનુષ્ય અવતારને સફળ કરીશ' એમ બોલીને માતા પાસે ગયો, પગ પકડીને કહેવા લાગ્યો કે હે માતા ! ‘આજે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મ સાંભળ્યો. તે’ માતાએ ‘કહ્યું સારું' કર્યું. તે ધન્યે કહ્યું ‘જો એમ છે’ તો હું સંસારથી ઉદ્વિગ્ન થયેલો શ્રમણ ભગવાનની પાસે દીક્ષા લેવાને ઈચ્છુ છું.' ૧૯૯ ત્યારે તે અનિષ્ટ પૂર્વે નહીં સાંભળેલું વચન સાંભળી કુહાડીથી કપાયેલી ચંપાની વેલની જેમ, ઉત્સવ પૂરો થયા પછી ઇંદ્રધ્વજની જેમ, સર્વ અંગના સાંધા ઢીલા પડી જવાથી ધર્ દઈને જમીન પર પડી. ત્યારપછી વાયુદાન-પવન વગેરે નાંખવાથી સ્વસ્થ થયેલી વિલાપ કરવા લાગી.... તું મારે એક પુત્ર થયો છે. ઈષ્ટ કાંત, પ્રિય, મનોજ્ઞ, ઘરેણાની પેટી સમાન છે (જે) (ઉમરડાના ફળની) ઉંબરાના ફૂલની જેમ કાનથી સાંભળવો પણ મુશ્કેલ છે, તો પછી જોવાની વાત જ શું કરવી ? તેથી ત્યાં સુધી રહે જ્યાં સુધી જીવું છું.' ધન્યે કહ્યું ‘આ એમ જ છે. પરંતુ મનુષ્યભવ અસ્થિર અશાશ્વત છે, દુ:ખ ઉપદ્રવથી અભિભૂત થયેલ-કોળીયો કરાયેલ છે, વિજળીની જેમ ચંચલ છે, સંધ્યાકાળના વાદળ સરખા, પાણીના પરપોટા સમાન, તણખલા ઉપર રહેલા પાણીના બિંદુની જેમ ચંચલ, સ્વપ્ન દર્શન સમાન, સડવું, પતન વિધ્વંશ - નાશ પામવાના સ્વભાવવાળો મનુષ્ય ભવ છે. તેથી કોણ જાણે પહેલા કોણ જવાનું છે, અને કોણ પાછળ જવાનું છે ? -
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy