SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ભદ્રા કથા ૧૯૭ વળી.... હંત ! જો સમાનકરવાની થાઉં તો મોટું માન ઘવાય. અન્યથા આ લોકો નગરમાં રહેવા નહીં દે. ૧૦ળા તેથી પૂર્વ મૈત્રીવાળા દેવને યાદ કરું, ઘણું (વિચારવાથી શું) ? “એમ વિચારી સંધ્યાટાણે પૌષધશાળામાં રહે છે /૧૨ ત્યારે પૂર્વમિત્રતાવાળા દેવની આરાધના માટે પૌષધ ગ્રહણ કરીને તે દેવને મનમાં ધારીને રહે છે, તેટલામાં તે પૂર્વસંગતિવાળો દેવ આવ્યો અને વળી... સુંદર ઘરેણાઓથી સુશોભિત શરીરવાળો પોતાના તેજથી દિશાચક્રને પ્રકાશિત કરનારો દિવ્યવસ્ત્રધારી,દેવ તેજ ક્ષણે આવ્યો. ||૧૨ા. તેણે કહ્યું ભદ્રા ! શા કારણે મને યાદ કર્યો? તેને દેખીને હૃષ્ટ તુષ્ટ (રાજીની રેડ) થયેલી ભદ્રા પણ કહે છે... “હે ભદ્ર ! મારા આ ભવનને નગરની બહારના દેશમાં લઈ જા,” તે દેવ પણ તેને સ્વીકારી તેના તે ભવનને ઉપાડે છે ૧૩ નગરની બહાર વિસ્તૃત મોટા ચૌટામાં તે મહેલને મૂકીને તેની બાજુમાં સોળ પ્રકારના રત્નના સમૂહથી મોટો મહેલ બનાવે છે. ૧૪ો. જે પોતાના કિરણોના સમૂહથી બધી દિશાચક્રને ઉદ્યોતિત કરતો-સોનાથી જડેલી કળાકૃતિવાળો, સેંકડો ચિત્રોથી વ્યાસ, ઉદાર-વિશાળ પાંચ પ્રકારના વિષય સુખની સાધન સામગ્રીથી સંપૂર્ણ વ્યાપ્ત દિવ્ય (દેવી વિમાન જેવો) છે. હું તો માનું છું જાણે ધન્યકુમારનો સાક્ષાત્ શ્રેષ્ઠ પુણ્યનો ઢગલો ન હોય અને બીજું ધન્ય કુમારની ક્રિીડા-સભાવાળો બગીચો બનાવે છે. જે સર્વઋતુના ફળ ફુલથી શોભાયમાન, લોકોને આશ્ચર્ય પમાડનાર છે. જેના એ પ્રમાણે કરીને ભદ્રાને બોલાવીને દેવ ગયો. સવારે તેવા પ્રકારનું અદ્ભુત-આશ્ચર્ય દેખીને રાજા વગેરે બધા લોકો કહેવા લાગ્યા... અને વળી આ જીવલોકમાં એક જ ભદ્રા ધન્યા છે જય પામે છે, માણસોને ચમત્કાર પેદા કરનારો આવો જેનો અતિશય છે. ૧૮ અરર ! આવા પ્રકારની આ મહાસતીને અમે કેવી રીતે હેરાન કરી ? - છંછેડી ? અમે પણ પુણ્યશાળી છીએ કે જેથી આણીએ (આપણો) નાશ ન કર્યો. ૧લા. ત્યારપછી એ પ્રમાણે સાધુકાર સારુ સારુ બોલતા - પ્રશંસા કરતા રાજાયુક્ત બધા દેશવાસીઓ ભદ્રાને સમજાવવા ગયાં. હે મહાસતી ! અત્યારે જે અજ્ઞાની એવા અમારા વડે જે અપરાધ કરાયો તેને ક્ષમા કરો, કારણ કે તમારા જેવા નમસ્કાર કરનાર ઉપર કરુણા કરે છે. મેરના ભદ્રાને એમ કહ્યું ત્યારે બધા ઉપર ઉપકાર કરીને - બધાનો વિનય ઉપચાર કરીને ભદ્રા કહે છે “મારા મનમાં તમારા પ્રત્યે જરીક પણ ક્રોધ નથી.” ૨૧. ત્યારે ભદ્રાના ચરિત્રની પ્રશંસા કરતા બધા લોકો પોત પોતાના ઘેર ગયા. ધન્યકુમાર પણ તે શ્રેષ્ઠ મહેલમાં સમસ્ત ઈચ્છિત વિષયની ઉપભોગ સામગ્રીના સમૂહને મેળવતો, અત્યભૂત રૂપ યૌવન લાવણ્ય વર્ણથી સંપૂર્ણ એવી પત્નીના સમૂહ મધ્યે રહેલો ઉદાર ભોગોને ભોગવતો રહે છે. એક દિવસ ક્યારેક ભગવાન વર્ધમાન સ્વામી તીર્થંકર ત્યાં સમોસર્યા,
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy