SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૯૫ જે આને હાથથી ગ્રહણ કરે તે મારા સર્વમાં ઉત્તમ મંત્રી થાઓ' (બને). એ પ્રમાણે સાંભળી બધા લોકો તેને લેવા ઈચ્છે છે. પદો પરંતુ બુદ્ધિના અભાવે કેટલામાં કોઈ તેણે ગ્રહણ કરી શકતું નથી, તેટલામાં તે સ્થાને આવી પહોંચેલો અભય પૂછે છે આ શું છે ? તેઓએ ત્યારે બધુ તેનું સ્વરૂપ કહેતા તે બોલે છે તો કેમ લેતા નથી ? તે લોકો કહે છે કારણ કે અમે લેવા સમર્થ નથી.” પટા. “લઉં' એમ અભયે કહ્યું ત્યારે લોકો કહે છે “લો લો'. ત્યારે અભય તે વીંટી ઉપર જોરથી છાણ નાંખીને ચોંટાડે છે. પા. ઘાસના પૂળાના અગ્નિથી સૂકવીને નીકદ્વારા પાણીથી તે કૂવાને ભરીને કૂવા ઉપર તરતી વીંટીને એકાએક ગ્રહણ કરે છે. દા. ત્યારે આરક્ષકપુરુષો જઈને રાજાને નિવેદન કરે છે, તે શ્રેણિક રાજા પણ અભયકુમારને પોતાની પાસે બોલાવે છે. ૬૧ ત્યારે રાજાએ કહ્યું “હે વત્સ ! તું અહીં ક્યાંથી આવ્યો ?' અભયપણ કહે છે “બેન્નાતટથી હું આવેલો છું.” |દરા ત્યારે રાજા બોલે છે, “શું તું ત્યાં ભદ્રશેઠને જાણે છે ? અને તેની દીકરી નંદાને ઓળખે છે ?' તો અભય કહે છે “હે દેવ ! ઓળખું છું.” ||૬૩ રાજા કહે છે, તેને શું જમ્મુ કહે છે “હે પ્રભુ ! પુત્ર', તેનું નામ શું રાખવામાં આવ્યું ?' તે કહે છે “અભયકુમાર', 'દ૪ તે કેવો છે ? કહે તો ખરો, તેના ક્યા ગુણો છે? “રાજા એ પ્રમાણે પૂછે છે. તો અભય કહે છે “મને દેખીને સાક્ષાત્ તેને જ જોયો તેમ સમજો.” દિપા એ પ્રમાણે (એવું) ઈત્યાદિ ઉત્તર પ્રત્યુત્તરની સંકથામાં-શંકામાં ક્ષણવાર રહો- રાજા ભલે રહ્યા. હવે પછી અભય પોતાને પ્રકટ કરે છે. દા. ત્યારે પુત્રસ્નેહથી ઝરતા આંસુથી ભરેલ નેત્રવાળો રાજા કુમારને ખોળામાં બેસાડી માંથામાં સુંઘે છે. ૬૭ “હે પુત્ર તારી માતા કુશલ છે ?' એમ પૂછતા તે કહે છે “હે તાત. બહાર બગીચામાં કુશલ રહેલી છે.' ૬૮ - તે સાંભળી સંભ્રમ સાથે સ્નેહરસથી વિકસિત થયેલ રોમરાજીવાળો રાજા આજ્ઞા ફરમાવે છે કે દેવીને મોટા ઠાઠમાઠથી જલ્દી નગરમાં પ્રવેશ કરાવો. ત્યારે કેટલામાં સામગ્રી તૈયાર કરી તેટલામાં અભય પણ માતાની પાસે જાય છે, તે અભય શણગાર સજેલી માતાને દેખે છે, ત્યારે અભય કહે છે “હે મા ! પ્રવાસિપતિવાળી રાજાની પત્નીઓ જયાં સુધી ભરતારને દેખતી નથી ત્યાં સુધી શણગાર સજતી નથી ||૭૧ તેથી જલ્દી પ્રવાસિપતિવેશને તું રચ-ધારણ કર કારણકે સૈન્ય યુક્ત આ પિતા હે માતા ! તમારા સ્વાગત કરવા માટે આવે છે. પુત્રના આદેશ પ્રમાણે જેટલામાં તેણીએ તે પ્રમાણ કર્યું તેટલામાં રાજા ત્યાં આવી પહોંચ્યો. તે નંદાને જોઈ મોટા ઠાઠથી પ્રવેશ કરાવે છે. ૭૩ ૫00 મંત્રીઓનો અભયને સ્વામી સ્થાપીને નિશ્ચિત બનેલ રાજા નંદાની સાથે ભોગો ભોગવે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy