SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નિંદા કથા ૧૯૩ તેથી ખુશ થયેલો રાજા તેનું ભંભસાર એ પ્રમાણે નામ કરે છે. એ પ્રમાણે પરીક્ષા કરી શ્રેણિકકુમારને મૂકી શેષ કુમારોને રાજય વગેરે આપે છે, એ આને મારી ન નાંખે માટે, આ વિચારથી તેના ઉપર કશી મહેરબાની કરતો નથી. ૧૮. તેથી શ્રેણિક અભિમાનથી ત્યાંથી નીકળી ગયો. જતાં જતાં અનુક્રમે બેત્રાટ નગરે પહોંચ્યો. /૧૯મા. ત્યાં પ્રવેશ કરી ભદ્રશેઠની દુકાને બેઠો. તે દિવસે નગરમાં મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી આવે તો, તેથી ત્યાં ઘણા ગ્રાહકો આવે છે, જેટલામાં શેઠ પહોંચી વળતા નથી ત્યારે કુમાર ઝટ દઈને પડિકા બાંધીને આપે છે. [૨૧] એ પ્રમાણે કુમારના કારણે ઘણું ધન તે કમાયો. (તેથી) ખુશ થયેલ શેઠ પૂછે છે “તમે અહીં કોના મહેમાન છો ?' રરો કુમાર પણ કહે છે “તમારો', તેથી શેઠ મનમાં વિચારે છે - “ખરેખર નંદાના વિવાહ માટે મારે ઘેર રત્નાકર આવ્યો છે.” ૨૩ મેં રાત્રે સ્વપ્નમાં જે જોયો તે આ જ હોવો જોઈએ. એમ વિચારી કહ્યું કે ઉઠો ભાઈ ઘેર જઇએ. ૨૪ો. દુકાન બંધ કરી બંને ઘેર ગયા, ત્યાં વિશેષ રીતે સ્નાન વગેરે બધું કુમારને આ (શેઠ) કરાવે છે. (આજ્ઞા ફરમાવીને કરાવે છે.) ૨પા. ત્યારપછી શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરાવી જમાડે છે, એ પ્રમાણે પરિપૂર્ણ સર્વ વ્યવસ્થા-સગવડથી સંપૂર્ણ થઈ રહેલો છે, એક દિવસ નંદાને ઉપસ્થિત-કરીને શેઠ તેને કહે છે કે, હે વત્સ ! આમારા આગ્રહથી ગુણયુક્ત આ કન્યાને પરણો. ૨૭ી. તે બોલે છે તે તાત ! અજ્ઞાત કુલવાળા મને કેવી રીતે દીકરી આપો છો? તે શેઠ કહે છેવિમલગુણોએ તારા કુલને મને કહી દીધું છે. ૨૮. તેથી કુમાર તેના વચન સ્વીકારી તે નંદાને પરણીને પંચપ્રકારના વિષયસુખને ભોગવતો ત્યાં રહેલો છે. ૨ લા. તે બધી વાત પ્રસેનજિત રાજાને વિશેષ રીતે ગુપ્તચર પુરુષોએ કહીં, તે સાંભળી રાજા પોતાના મનમાં ઘણો ખુશ થયો. ૩૦ના હવે એક દિવસ ભયંકર દારુણ રોગ ઉત્પન્ન થતા રાજાએ પોતાના આયુષ્યનો અંત જાણી લેખ મોકલે છે. ૩૧ શ્રી જિનવર, મુનિવરને નમસ્કાર કરી રાજગૃહથી રાજા પ્રસેનજિત બન્નાતટમાં કલ્યાણ ભાજન બનેલ શ્રેણિક કુમારને આદેશ ફરમાવે છે કે લેખ જોઈને તરત આવી જવું. શ્રેષ્ઠ વાહન ઉપર ચઢી મંત્રીઓ જઈને લેખ આપે છે. ૩૩ પરમાર્થને જાણી કુમારે પ્રિયા નંદાને કહ્યું કે હે ભદ્ર ! કુતુહલવાળા રાજગૃહ નગરમાં અમે ગોપાલ છીએ. /૩૪ જો અમારું કામ પડે તો તમારે ત્યાં આવવું. એ પ્રમાણે અક્ષરો લખી (પત્ર) તે નંદાને આપીને વરિકા ઉપર ચઢે છે.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy