SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ મૂળશુદ્ધિ ભાગ-૨ હે મહાયશ શું કરવાનું ? ||૩૪પા અને લાખો યોનિમાં ભમી ભમીને સર્વથા ખિન્ન થઈ ગઈ છું. અત્યારે દુઃખથી મુકાવનારી જિનેશ્વરે પ્રરૂપેલી દીક્ષાને ઈચ્છું છું. ||૩૪૬ એમ કહીને શોક વગરની પરિગ્રહ આરંભનો ત્યાગ કરી સીતા પોતાના હાથે પોતાના માથાના શ્રેષ્ઠ કેશોને ઉખાડે છે. ૩૪૭થી મરકતમણિ અને ભ્રમર સમાન તેના વાળોને દેખી રામ મૂચ્છથી બિંડાયેલ આંખવાળો અચાનક જમીન પર પડી ગયો. ૩૪૧il. ચંદન વગેરે દ્રવ્યો દ્વારા જેટલામાં આશ્વાસન પમાડે છે તેટલામાં મુનિ સર્વગુપ્ત' (દીક્ષા આપીને સીતાને આર્યાને સોપે છે. ||૩૪૯માં પરિગ્રહ છોડી ઉપશાંત પાપવાળી તે મહાવ્રતધારી થઈ, મહત્તરિકાની સાથે મુનિના પાદ મૂળમાં ગઈ. /.૩૫ll ગોશીર્ષ ચંદન વગેરે દ્વારા સ્વસ્થ થયેલ રામ જોઈ રહ્યો છે. ત્યારે સીતાને ન દેખતા રોષે ભરાયેલ રામ મદોન્મત્ત હાથી ઉપર ચઢે છે. ૩૫૧ | ઊંચા કરેલા શ્વેત આતપત્રવાળો, અતિશય સુંદર હાલતા ચામર યુગલવાળો સુભટોથી પરિવરેલો જાણે દેવોથી પરિવરેલો ઇંદ્ર લાગે છે. ઉપરાં હવે બોલવા લાગ્યો - નિર્મલ શુદ્ધ ચરિત્રવાળી મારી પત્ની છે II શું અહીં પણ શઠ-ઠગી દેવતાઓ વડે સાંનિધ્ય કરાયું ? |૩૫૩. ખરી પડેલા વાળોવાળી સીતાને જો દેવો જલ્દી નહીં આપે તો દેવોનું દેવતાપણું નહીં રહે એમાં કોઈ સંદેહ નથી. ૩૫૪ો. કોણ મરવાને ઈચ્છે છે ? આજે કૃતાંત વડે કોણ યાદ કરાયો છે? કે જે પુરુષ ત્રણભુવનમાં મારા હૃદયને ઈષ્ટ એવી સીતાને ધારણ કરી રહેલો છે. ૩૫પી. કેશ વગરની જો તે આર્યા - સાધ્વીઓની વચ્ચે રહેલી હશે તો પણ સંગત – ઉચિત શરીરવાળી સીતાને હું જલ્દી લાવીશ. Iઉપદી: આવું બીજું પણ બોલતા રામને લક્ષ્મણે શાંત કર્યો. રાજાઓની સાથે રામ સાધુ પાસે પહોંચ્યો ૩પ૭થી. - શરદઋતુના સૂર્ય સમાન તેજવાળા સમસ્તલોકના ભૂષણ એવા તેમને દેખી રામ હાથીથી નીચે ઉતર્યો તેમને ત્રિવિધ પ્રણામ કરીને ૩૫૦ના તેમની પાસે ધર્મ સાંભળીને રામ સંવેગથી ભાવિત થયો. લક્ષ્મણ સાથે રામ જયાં સીતા સાધ્વી રહેલી છે ત્યાં ગયો. ૩૫ શ્વેતવસ્ત્રનું પરિધાન કરનારી સીતાને સાધ્વીઓની વચ્ચે રામે જોઈ, જેમ તારાઓ સાથે શશિલેખા. ૩૬૦ની આવા પ્રકારના સંયમ ગુણધારી દેખીને રામ વિચારે છે, આ સીતાએ દુષ્કરચારિત્ર કેવી રીતે સ્વીકાર્યું હશે ? ||૩૬૧| સીતા પોતાના કેશ રામના હાથમાં આપે છે, ત્યાંથી સીતા જયભૂષણ કેવલી પાસે જાય છે, તેઓ દીક્ષા આપીને સુપ્રભા ગણિનીને સોંપે છે. (ત્રિ ષષ્ઠી. ૫.૭ સ.૯)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy