SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ગયું, જેમ વર્ષાકાળમાં વાદળો, (૩૧૦) ધન્ ધર્ આવાજ કરતો સોવન વર્ણવાળો અગ્નિ બળી રહ્યો છે. ગાઉપ્રમાણ જયોત્સનાથીપ્રકાશથી આકાશને પ્રદીપ્ત કરે છે. (૩૧૧) શું સેંકડો સૂર્ય ઉગી નીકળ્યા છે ? કે શું ધરણિતળને ભેદી શ્રેષ્ઠ દુસ્સહ પ્રતાપ તેજવાળો જાણે ઉત્પાદપર્વતરાજ (જવાળામુખી) બહાર નીકળ્યો છે ? (૩૧૨). અતિશય શ્વેત અને ચપલ જવાલાઓ ચોતરફ ફરફરે છે. જાણે આકાશતલમાં ઉગ્રતેજવાળી વિજળી ચમકી રહી છે. (૩૧૩). આવા પ્રકારની આગ ભડકે બળતા સીતા ઉભી થઈ કાઉસગ્ગ કરી ઋષભદેવ વગેરેની સ્તવના કરે છે. (૩૧૪) સિદ્ધ તથા આચાર્ય, સાધુ જગતમાં પ્રસિદ્ધ ઉપાધ્યાયને વિશુદ્ધ હૃદયવાળી સીતા પ્રણામ કરે છે, વળી મસ્તકથી મુનિસુવ્રતસ્વામીને નમે છે. (૩૧૫) એઓને નમસ્કાર કરીને ત્યારપછી બોલે છે સત્યથી બધાને સંભળાવાય છે, તે લોકપાલો અને શાસનદેવો મારાં વચન સાંભળો. (૩૧૬). જો મન વચન કાયાથી રામને છોડી બીજા કોઈ પુરુષને સ્વપ્નમાં પણ ઇશ્યો હોય તો આ અગ્નિ મને બાળો. (૩૧૭) હવે વળી જો પોતાના પતિને મૂકી અન્ય કોઈ હૃદયમાં ન વસ્યો હોય તો, જો શીલગુણનું માહભ્ય હોય તો અગ્નિ બાળો નહીં.” (૩૧૮) તે સીતા એ પ્રમાણે બોલીને દઢશીલથી સંપન્ન અને શુદ્ધ સીતા અગ્નિમાં પ્રવેશી, જવાલા સુવિમલ જલ થઈ ગઈ. (૩૧૯). લાકડા નથી, ઘાસ નથી, અગ્નિના અંગારા નથી, પરંતુ સર્વત્ર વાવડી પાણીથી ભરેલી દેખાય છે. (૩૨૦) જમીનને ભેદી ગુલગુલ કરતું વિષમ ગંભીરઆવર્તવાળુ, ટકરાવથી ઉભાથતા ફેણના સમૂહવાળું પાણી બહાર ઉછળવું. (૩ર૧). ક્યાંય ઝઝ ઝઝ શબ્દ કરતું, બીજે દિલિદિલિ શબ્દ કરતું, ઉન્માર્ગમાં જેની ઉર્મિઓ ફેલાઈ રહી છે, આડું અવળું ઉછળતું એવું ભયંકર પાણી વહેવા લાગ્યું. (૩૨૨) એક પળવારમાં સાગર શોભાયમાનઃખળભળ્યો હોય તેમ પાણી કેડ સુધી આવી ગયું, ત્યારપછી માણસોની ઉપર અને ત્યાર પછી લોકો પાણી સાથે વહેવા લાગ્યા. બધા વિદ્યાધરો પણ, જલ્દી આકાશમાં ઉપડી ગયા. (૩૨૪) શ્રેષ્ઠ શિલ્પિઓએ બનાવેલા હોવા છતાં માંચડાનો સમૂહ હાલકડોલક થવા લાગ્યો. ત્યારે નિરાશ માણસો પાણીના પ્રવાહમાં તણાતા વિલાપ કરવા લાગ્યા. (૩૨૫) હા દેવિ ! હા સરસ્વતી ! હે ધર્મવત્સલા ! પાણી દ્વારા તણાતા બાળ વૃદ્ધો સાથે દીન લોકોનું રક્ષણ કર. (૩૨૬). ત્યારે લોકોને તણાતા દેખી સતા હાથ વડે પાણીને સ્પર્શ કરે છે અને તેટલામાં વાવડી જેટલું પાણી એકાએક થઈ ગયું. બીજુ બધુ શાંત થઈ ગયું. (૩૨૭)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy