SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ જ પૂનમ ) આ ભરતક્ષેત્રમાં ડુંગરા, સરોવર અને વનખંડોથી શોભિત દેશવાળા, વિસ્તૃત વિવિધ દેશવાળા, જેમાં ઠેરઠેર મોટા મોટા અનેક પ્રકારની રમણીયતાથી રમ્ય ઉપવનો છે મનુષ્યતિર્યંચના સમૂહથી વ્યાપ્ત પ્રદેશવાળા (મગધ દેશમાં) (૧) શ્રેષ્ઠ કિલ્લાથી સારી રીતે રક્ષણ કરાયેલ, ઘણા પ્રકારના રક્ષાના પ્રયોગો જેમાં કરવામાં આવ્યા દેવકુલિકા અને હવેલીઓથી યુક્ત, ઘણા ધાન્યની સંપદાવાળું (૨) ગુણ સમૂહને ધારણ કરનારા સુશ્રાવકો જેમાં વસે છે, હંમેશા ઓચ્છવ મહોત્સવના વિયોગ વગરનું, પરચક્રના ભયની વાર્તા પણ જ્યાં થતી નથી એવું શ્રેષ્ઠ પાટલીપુત્ર નગર છે, ત્યાં જેણે શત્રુના સમૂહનો નાશ કર્યો છે, પોતાના ઋદ્ધિના ભારથી ઇંદ્ર સાથે તુલના કરનારો, માણસોના મનને આનંદ પેદા કરનારો, દુર્જન-દુષ્ટ ઝાડના કંદ-મૂળનું નિકંદન કાઢનારો, કાંતિથી ચંદ્રને જિતનારો, ઉત્તમ જીવનવાળા રાજાઓના સમૂહથી પરિવરેલો, સદાકાળ શત્રુ યુદ્ધવિનાનો નંદ નામનો મોટો રાજા છે. (૫). તેને ઘણા દોષ વગરની નિર્દોષ દેવી સમાન, રાજાના ચિત્તમાં આવાસ કરનારી ચંદ્રહાસાનામની પ્રિયા છે (૬) શત્રુપક્ષનો ક્ષય કરવા માટે કાલ-મસમાન, પોતાની ભૂમિનું રક્ષણ કરવામાં અજોડ - ઉત્તમ કિલ્લાસમાન, અષ્ટમીના ચંદ્ર સમાન ભાલ-લલાટવાળો, પોતાના અતિમહાભ્યથી શોભનારો, (૭) મિથ્યાત્વના મોટા કંદનો નાશ કરવા માટે કુહાડી સમાન, કુશ્રુતિની જાલથી રહિત, દોષરૂપી ઝાડને ઉખેડવા માટે હાથી સમાન (2) પોતાના વંશને વિકસિત કરવા વાદળા સમાન, દીન અનાથ માટે કલ્પવૃક્ષની શાખા સમાન, ગુણથી વિશાલ એવો શકટાલ નામનો તે-નંદરાજાનો મંત્રી છે. (૯) તે મંત્રીને પણ થયો છે પ્રગટ ગુરુશબ્દ જેનો = “ગુરુ-મહાન છે” એવા શબ્દથી પ્રસિદ્ધિ પામેલ મોટી વાહવાહ જેની થતી હોય તેવો આગામી સુંદર કલ્યાણવાળો, કલા-શાસ્ત્રરૂપી સમુદ્રને પાર પામેલો સ્થૂલભદ્ર નામનો પુત્ર છે, (૧૦) જે રૂપથી કંદર્પ-કામદેવ સમાન, નિરભિમાની, ત્રણ જગતમાં પ્રગટ માહાલ્યવાળો, ચાર પ્રકારની બુદ્ધિના અતિશયવાળો, ઘણા ગુણરૂપી ધાન્યસમૂહની વાવણી કરવામાં શ્રેષ્ઠ ખેડૂત સમાન છે. (૧૧) તે જ નગરીમાં ઉભટ શૃંગાર કરનારા વેશવાળી, દેશ-વિદેશની ભાષાને જાણનારી, કામુક માણસને ઘણું હાસ્ય આપનારી, (ઉત્પન્ન કરનારી) (૧૨). કુણા, કાળા અને વાંકડીયાવાળવાળી, સમસ્ત રતિગુણવિશેષને જાણનારી, વેશ્યાશાસ્ત્રના નિવાસરૂપ, રુપકોશા નામની વેશ્યા છે. (૧૩) તેણીની સાથે શક્રાળ મહામંત્રીનો મોટો પુત્ર આસક્ત બનેલો, અતૃપ્ત બની નિશ્ચિતપણે કોઈ પણ જાતની ચિંતા-ફિકર કર્યા વિના બાર વરસથી ભોગો ભોગવે છે. (૧૪).
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy