SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૭ પુરુષત્વ સમાન હોવા છતાં જે સ્વામીની આજ્ઞા કરે તે બધું પ્રત્યક્ષમાં અધર્મનું ફળ દેખાય છે. ૧૧૪. ઇન્દ્રિયોમાં આસક્ત થયેલા પુરુષો ધિક્કાર હો ! જે અકાર્યને કરે છે. મૃત્યપણું (નોકરી કરે છે. પરંતુ) શુભના ઘર એવા ધર્મને કરતા નથી. આ અને બીજા વિલાપ કરીને સેનાપતિ તે જંગલમાં સીતાને મૂકી અયોધ્યા ભણી ચાલ્યો. અને સીતા તે કૃતાંતવદન ગયે છતે ક્ષણવાર રડે છે, ક્ષણમાં મૂચ્છ પામે છે. થોડીવારમાં પાછી મોટા શ્વાસનિસાસા લેવા માંડે છે. ક્ષણવાર પછી મોટા અવાજે વિલાપ કરે છે, (૧૧૭) હા ! પદ્મ નરોત્તમ હાલિક-ખેડુત ઉપર વાત્સલ્યવાળા, ગુણોના સમૂહ, સ્વામી ! ભોળી એવી મને શું દર્શન નહી આપો ? (૧૧૮) હે મહાયશસ્વી ! એમાં તમારો થોડો પણ દોષ નથી = તમારા થોડા દોષનો પણ સંદેહ નથી, તે સ્વામી ! અતિ દારુણ મારા પૂર્વ કર્મોનો દોષ છે. (૧૧) દુ:ખે અનુભવી શકાય એવું કર્મ આવી પડ્યું, એમાં બાપ શું કરે ? પતિ શું કરે ? અને મારા બાંધવજન પણ શું કરે ? (૧૨૦). ખરેખર અન્ય ભવમાં પણ વ્રત લઈને ફરી મેં ભાંગી નાંખ્યું હશે, તેના ઉદયથી આ અતિ દારુણ દુઃખ થયું છે. (૧૨૧) અથવા પહેલા પાપી મેં પદ્મ સરોવરમાં રહેલ સુપ્રીતિવાળા ચક્રવાકયુગલને છૂટું પાડ્યુંચકવો-ચકવી છૂટા પાડ્યા હશે તેનું જ આ ફળ છે. (૧૨૩) અથવા પુણ્ય વગરની મેં પરભવમાં સાધુઓની દુર્ગછા કરી હશે, તેને અનુરૂપ આ મહાદુઃખ ભોગવવાનું છે. (૧૨૪) અથવા અતિશય નિર્દય એવી મેં પહેલા ભવમાં કમળવનમાં હંસયુગલને વિખુટું પાડ્યું હશે. અત્યારે તેનું જ ફળ ભોગવવાનું છે. (૧૨૩). હા ! પદ્મ ! ઘણા ગુણના ભંડાર ! હા ! લક્ષ્મણ ! શું તું યાદ નથી કરતો. હા ! તાત ! અહીં જંગલમાં પડેલી મને જાણતા નથી ? (૧૨૫). હા ! વિદ્યાધર રાજા ભામંડલ ! પાપિણી હું અહીં જંગલમાં શોકમાં ડૂબેલી છું, તું પણ શું મને યાદ નથી કરતો ? (૧૨૬). અથવા આવા જંગલમાં ફોગટ રડવાથી શું? જો મેં પૂર્વ કર્મ કરેલ હશે તે અનુભવવું જ પડશે.” (૧૨૭) એ પ્રમાણે તે સીતા જેટલામાં રહેલી છે તેટલામાં તે વનમાં પહેલાથી ઘણી સાધન-સેનાવાળો વજજંઘરાજા પ્રવેશેલો હતો. તે પુંડરિક નગરાધિપતિ હાથી બાંધવા-પકડવા જંગલમાં આવેલો હતો. શ્રેષ્ઠ હાથીને પકડીને સમગ્ર સાધનથી નીકળી રહ્યો છે. (૧૨૮-૧૨૯). તેટલામાં જેઓ શસ્ત્ર અને વરણાઓ લઈને તેની આગળ રહેલા હતા, તેઓ એકાએક રોવાનો આવાજ સાંભળી ક્ષોભ પામેલા વિચાર કરવા લાગ્યા. (૧૩) હાથી, ભેંસા, શરભ, સિંહ, ભુંડ, હરણ, ચમરી ગાયથી આશ્રિત એવાં જંગલી જાનવરો
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy