SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ મૂળશુદ્ધિ ભાગ-૨ તેની વચ્ચે શ્રેષ્ઠ કુંડલમુકુટથી ભૂષિત રમણીય વિદ્યાધરનું મસ્તક પડેલું દેખીને લક્ષ્મણ એકાએક જેટલામાં બરાબર દેખે છે, તેટલામાં ઉંચા બંધાયેલ પગવાળું ધૂઆડો પીવાની તૃષ્ણા-લાલસાવાળું મસ્તક વગરનું કોઈકનું ધડ દેખે છે. તે દેખીને કુમાર પોતાના ભુજબળને ઘણુ નિદે છે, “હા ! હા ! અહો ! મારા વડે અકાજ થઈ ગયું” એમ બોલીને. તેથી તે તલવારને લઈને રામની પાસે જઈને જેવું બન્યું તેવું કહી દે છે, રામ પણ કહે છે, –“હે કુમાર ! તે યોગ્ય નથી કર્યું, આના કારણે આપણે અતિરૌદ્ર સંગ્રામ થશે,” જેટલામાં એ પ્રમાણે રામ બોલે છે, તેટલામાં તે મરનારની માતા ભાત લઈને આવી પહોંચી, જેને લક્ષ્મણે હણ્યો તે રાવણની બેન સૂર્ણનખાનો પોતાનો સંબુદ્દ નામનો પુત્ર હતો, તેને મરેલો દેખી વિલાપ કરતી શત્રુને શોધવા લાગી. રજા. લક્ષ્મણના પગલે પગલે કેટલામાં તેની પાસે પહોંચી, તેટલામાં તેના રૂપને દેખી કામને પરવશ થઈ ગઈ. એરપો યુવાન વયવાળી પ્રૌઢ નાયિકાનું યૌવનરૂપ કરી તેઓની પાસે પહોંચી ગઈ, ઘણા પ્રકારે પ્રાર્થના કરે છે, રાઘવ સ્વીકાર કરતો નથી. ર૬ll તેથી તે રીસાઈને જલ્દીથી પોતાને નખોથી વિદારીને ખરદૂષણ પોતાના પતિની આગળ એમ આક્રોશ કરે છે. અને બુમરાણ કરવા લાગી હે ! સ્વામી તમે નાથ હોવા છતાં પ્રાણીઓએ મારા પુત્ર સંબુકને હણી નાંખ્યો અને ભૂમિ ઉપર ફરનારા તેઓએ મારી આ દશા કરી . ૨૮. હે સ્વામી ! નહીં ઈચ્છતી મને નખોવડે નિર્દય રીતે વિદારી નાંખી, તે સાંભળી રાજા પ્રલયકાળના અગ્નિની જેમ ભડકે બળ્યો. રિલા અત્યારે જ તે દુષ્ટ પુરુષોના સમસ્ત અભિમાનને દળી નાંખુ છું, એમ બોલી એકાએક ઘણા સુભટો સાથે તૈયાર થાય છે. ૩ ત્યારે આકાશતળથી વિદ્યાધરોના આવતા તે સૈન્યને દેખી રામે લક્ષ્મણને એ પ્રમાણે કહ્યું: ||૩૧ાા . “વત્સ ! તે જેનો વધ કર્યો તેનો બદલો લેવા આ આવ્યું લાગે છે' એવું હું માનું છું. તેથી તું સીતાનું રક્ષણ કર, જેટલામાં હું એઓને પરામુખ કરીનાંખુ - દૂર ભગાડી દઉં.' li૩રા તેથી લક્ષ્મણ પણ કહે છે, “હે સ્વામી ! તમે અહીં સીતાની પાસે રહો એમને હું જ-એ સૈન્યને દૂર ભગાડી દઈશ-ઊંધુ મોટું કરાવી દઈશ. ૩૩ રામે કહ્યું ત્યાં ગયેલા તને જો કોઈ પણ રીતે સંદેહ થાય (મુશીબત આવે, તો સિંહનાદ મૂકવો. એ પ્રમાણે થાઓ', એમ સ્વીકારી લક્ષ્મણ તેમની સામે ભીડાય છે. ઘણા ભટોને હણીને કુમારે ખરદુષણને હણ્યો. રૂપો બાકીના રાજાઓ પણ હવે લક્ષ્મણને શરણે આવી ગયા. નાયક હણાઈ જવાથી શૂર્પનખા પણ રડતી રાક્ષસપતિ રાવણને કહે છે, તે સાંભળી તે (રાવણ) પણ ક્રોધે ભરાયેલો ત્યાં આવે છે, વનમાં સીતા સાથે રામને જુએ છે. ૩ સીતાના રૂપને દેખી તે કામદેવના બાણથી વીંધાયો. સીતાને હરવા ઈચ્છે છે, પરંતુ રામ પાસે હોવાથી હરી શકતો નથી, ૩૮
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy