SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ મૂળશુદ્ધિ ભાગ-૨ નાગશેઠના ઘેર સુલતાના પરિવારના હાથમાં રહેલા તેઓ હરિકુલમાં ચંદ્ર સમાન દેવકુમારોની જેમ વૃદ્ધિ પામ્યા. પહેલો અનીકાશ, અનંત સેન, અજિતસેન, તથા નિહતશત્રુ, દેવયશ, અને શત્રુસેન. તેઓ નાગશેઠના ઘેર શ્રેષ્ઠ દેવોની જેમ ભોગ ભોગવે છે, તે એક એકને બત્રીસ રાજકન્યાઓ શેઠે માંગણી કરીને આપી. જેઓ રૂપથી સુરવધૂ જેવી, કેયૂર, કટક, કંઠમણિ કંધોરો હારની શોભાવાળી. તે બધી અલગ અલગ મહેલમાં રહેનારી અરસ પરસ સ્નેહ યુક્ત, એક બીજાના આદેશને કરનારી એવી, તેમની સાથે તેઓ ક્રિીડા કરે છે. I૧૦૬ થી ૧૧ના : એ અરસામાં હે દેવકી ! અમે ગ્રામ આકરમાં વિચરતા તે નગરમાં બહાર ઉદ્યાનમાં સમોસર્યા. /૧૧૧ી. ત્યાં મારા સમવસરણમાં ચારે પ્રકારના દેવો આવ્યા. ભદ્રિલપુરનો સ્વામી રાજા પુંડ તે દિવસે સમવસરણને જાણી અને મારું આગમન જાણી એકાએક તરત જ નગરજન અને રાણીઓ સાથે વાંદવાની ભક્તિથી નીકળ્યો. ૧૩૩ી. વાહનને દૂર મૂકી ભક્તિથી મારી પાસે આવ્યો, ત્યાં મને નમન કરીને સમશિલા પીઠ ઉપર બેઠો. ૧૧૪ તે પણ જેઓ તારા પુત્રો છે તે છએ જણા નાગશેઠના ઘરથી અલગ અલગ રથમાં મને વાંદવાની ભક્તિથી જલ્દી ચાલ્યા. ૧૧પા દૂરથી રથથી ઉતરીને મારી પાસે આવ્યા, ત્રણ પ્રદક્ષિણા કરી મને વાંદી ભૂમિ ઉપર બેઠા. |૧૧૬. તે કુમારને ઉદ્દેશીને મેં દયામૂળ શિવસુખ આપનાર અચિંત્ય ચિંતામણી રત્નસમાન ધર્મ કહ્યોપ્રરૂપ્યો. /૧૧થી તે ધર્મ પણ શાંતિથી વિશુદ્ધ, માર્દવથીયુક્ત, આર્જવ-સહિત, મુક્તિ નિર્લોભતાથી સંપન્ન, તપ સંયમગુણથી યુક્ત ૧૧૮ સત્યવ્રતના સારવાળો, શૌચસહિત, આકિંચન્યથી વ્યાપ્ત નવ બ્રહ્મચર્યગતિથી ગુપ્ત, વિશુદ્ધબ્રહ્મવ્રતથી યુક્ત ll૧૧ ચારિત્રજ્ઞાન-દર્શન સુવિશુદ્ધ ગુણોથી અંકિત, પરમતત્ત્વમય, ક્રોધમાનમાયા વગરનો, નિર્લોભ, નિર્મમત્વ, અશઠ, રાગદ્વેષથી મુક્ત, મોહવગરનો, માત્સર્ય રહિત, નિર્મલ, રાત્રિભોજન રહિત, ચરણકરણના વિરહ વગરનો, ઇત્યાદિ યતિ સંબંધી અને શ્રાવકોના ધર્મને સાંભળી છએ જણા સંવેગ પામેલા આ કહે છે... અંજલિ જોડી, હર્ષથી જેમની રોમરાજી વિકસિત બની છે એવા તેઓ કહે છે કે હે ભગવન ! મા બાપને પૂછીને ત્યાર પછી અમે સંસારથી ઉદ્વેગ પામેલા, સર્વ દુઃખોથી મુક્ત થવા તમારા શિષ્યભાવે આ બધા આદેશને અમે કરીશું ૧૨૪ો. એ પ્રમાણે કહીને નમીને તે નગરમાં પોતાના ઘેર જઈને માબાપને નમીને બધા આ વચન બોલે છે... જન્મ-મરણ-વ્યાધિરૂપી પાણીવાળા સંસાર સાગરથી ગભરાયેલા અને તેને ઉતરવાના ઉપાયને જાણ્યો, તેથી પાર પામવા ઈચ્છીએ છીએ જો આપ વિદાય (રજા) આપો. ૧૨૬ll તો સર્વ દુઃખનું દલન કરનાર ભગવાનના શાસનમાં અમે બધા ભયથી ડરેલા શુદ્ધમનવાળા, નિર્મમત્વવાળા સાધુ થઈ જઈએ. ૧૨૭
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy